________________
શારદા સિદ્ધિ જોધવા જવાની કૅઈ જરૂર નથી. હું મારા સુભટોને તમારા મિત્રની તપાસ કરવા માટે મોકલું છું. જે એ જંગલમાં હશે તે જરૂર મળી જશે. આ પ્રમાણે કહીને કુમારને સાંત્વન આપીને પોતાના સુભટોને વરધનુની શેધ કરવા મેકલ્યા. રાજાના સુભટે ચારે તરફ વરધનુની શોધ કરવા લાગ્યા. જગલમાં પહાડ પર, ગુફાઓમાં બધે વરધનુની શોધ ચલાવી પણ વરધનુને પત્તો ન મળે એટલે બધા સુભટો પાછા ફર્યા. પાછા ફરતા રસ્તામાં એક બાણ એમને મળ્યું. બાણ લોહીથી ખરડાયેલું હતું. સુભટોએ આવીને રાજાને કહ્યું કે સાહેબ! અમે ખૂબ તપાસ કરી પણ આ. એક બાણ રસ્તામાંથી જડયું છે. બાકી વરધનુને પત્તો મળે નહિ. આ સાંભળીને બ્રહ્મદત્તકુમારને ખૂબ દુઃખ થયું. જે બાણ સુભટોને મળ્યું હતું તેને ખૂબ ધારી ધારીને જોયું તે બાણ ઉપર વરધનુનું નામ હતું. બાણ લોહીથી ખરડાયેલું હતું. આ જોઈને બ્રહ્મદત્તકુમારે નિશ્ચય કર્યો કે મારે મિત્ર મરી ગયો છે એટલે જ્યાં સુધી તે ક્ષિતિપુરમાં રહ્યો ત્યાં સુધી તેને વરધનુના મરણનું દુખ ઓછું ન થયું. હવે તે વરધનુની શોધ કરવા જશે ને રસ્તામાં શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર” – ઝંપડીમાં દેવસેન અને કેતુસેન બંને ભૂખના કારણે વારંવાર ઉંઘમાંથી જાગી જાય છે ને ખાવાનું માંગે છે ત્યારે સુશીલા કહે છે બેટા ! હું શું, કરું? હું જેને ત્યાં કામ કરું છું તે શેઠાણીએ મને કંઈ જ ખાવાનું ન આપ્યું - એટલે મારે તમને ભૂખ્યા રાખવા પડયા. બેટા! હું બીજા શેઠને ત્યાં કામ કરું છું એમણે મને દાળ, ચેખા, ઘી, સાકર, લોટ બધું આપવાનું કહ્યું છે એટલે મને આપશે તે હું તમને રસોઈ બનાવીને જમાડીશ. હે મારા વહાલા બેટા! તું સૂઈ જા, ત્યારે નાનકડા કેતુસેને રડતાં રડતાં કહ્યું. બા ! હવે તે આ દુખ સહન થતું નથી. કયાં સુધી આપણે દુઃખ વેઠવાનું? સુશીલા કહે છે બેટા ! હવે આપણે બહુ દુઃખ નથી વેઠવાનું. સાંભળ, તારા પિતાજીને ગયા ઘણે સમય થઈ ગયે છે એટલે મારું મન કહે છે કે જાણે કાલે જ તારા પિતાજી ખૂબ ધન કમાઈને આવશે. તમારે માટે તે પેંડા, બરફી, જલેબી આદિ જાતજાતની ને ભાતભાતની મીઠાઈઓ તથા કાજુ, બદામ આદિ મે લાવશે, પછી હું તમને રોજ
જ પેટ ભરીને મીઠાઈ ખવડાવીશ. એમ કરીને કેતુસેનને વાત્સલ્ય ભર્યો હાથ ફેરવીને સૂવાડે. બાળકને સ્વભાવ છે કે જાગે ત્યારે ખાવાનું માંગે પણ માતાના હાથમાં એવું જાદુ છે કે એને સ્પર્શ થતાં ભૂખ્યું બાળક પણ નિરાંતે ઊંઘી જાય છે. એ રીતે માતાને વાત્સલ્ય ભર્યો હાથ ફરતાં કેતુસેન ઉંઘી ગયો.
પત્ની અને બાળકનું દુઃખ જોતો ભીમસેન” :- ભીમસેન ઝૂંપડીની બહારથી પિતાની પત્ની અને બાળકોની કેવી પરિસ્થિતિ છે તે ફાટી આંખે નિહાળી રહ્યો છે. જ્યાં કેતુસેન ઉંઘી ગમે ત્યાં દેવસેન જા ને કહે છે બા..બહુ ઠંડી લાગે