________________
૪૨૨
શારદા સિદ્ધિ મીઠા શબ્દોથી સાત્વન આપતાં કહ્યું કે ચિંતા ન કરશે. આપના મિત્ર જરૂર આપણને મળી જશે ત્યારે કુમારે કહ્યું રત્નાવતી! વરધનુ મરી ગયો છે કે જીવતે છે, એનું શું થયું તે કંઈ જ ખબર પડતી નથી. તે હવે મારું કર્તવ્ય છે કે મારે એની શોધ કરવા જવું જોઈએ, માટે તું અહીંયા રથમાં બેસી રહેજે. હું એની શેધ કરવા જાઉં છું. કુમારની વાત સાંભળીને રત્નાવતીએ કહ્યું કે આર્યપુત્ર! મિત્રની શોધ કરવા જવું એ તમારી ફરજ છે પણ અત્યારે આ ચાર લૂંટારા અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં મને એકલી મૂકીને જવું એ યોગ્ય નથી. આ વનમાં માણસના પગલા દેખાય છે તેથી એમ લાગે છે કે અહી નજીકમાં ગામ લેવું જોઈએ. તે આપ મને ગામમાં કેઈ સુરક્ષિત સ્થાને રાખીને આપ મિત્ર વરધનુની શોધમાં જાઓ એ ઠીક છે. કુમારને વિલાપ સાંભળીને ઝાડે પંખી ધ્રુજી ઉઠયા. જંગલી પશુઓ પણ સ્થિર થઈ ગયા. એ વિલાપ કરતાં કરતાં રત્નાવતીને લઈને ક્ષિતિપુર ગામમાં પહોંચ્યો.
કુમારે જ્યારે ક્ષિતિપુર ગામમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક માણસની વચમાં ઉભેલા ક્ષિતિપુરના રાજાએ કુમારને જે. એને રથમાં બેસીને આવતે જોઈને રાજાના મનમાં થયું કે મારા ગામમાં આવનાર આ વ્યક્તિ કે સામાન્ય પુરૂષ નથી પણ કઈ ઉત્તમ આત્મા લાગે છે. એ એમના મુખ ઉપરથી જણાઈ આવે છે. મારું સૌભાગ્ય છે કે આવી પુણ્યવાન વ્યક્તિ મારા નગરમાં આવે છે તે મારે એમનું સન્માન કરવું જોઈએ. એમ વિચારી રાજા એમનું સ્વાગત કરીને પિતાના મહેલમાં લઈ ગયા અને તેમને રહેવા માટે એક મહેલ આપે. બ્રહ્મદત્તકુમાર અને રત્નાવતી બંને જણ ત્યાં રહેવા લાગ્યા પણ બ્રહ્મદત્તકુમારને એને મિત્ર ભૂલાતું નથી. એને યાદ કરીને ઉદાસ રહેવા લાગ્યા, ત્યારે ક્ષિતિપતિએ પૂછયું કે હે કુમાર ! આપ આટલા બધા ચિંતાતુર કેમ દેખાઓ છે? કુમારે કહ્યું, ભાઈ! મારા દુઃખની શી વાત કરું? અમે ત્રણે જણ રથમાં બેસીને અહીં આવતા હતા ત્યાં રસ્તામાં એક ચેરપસલી આવી. ત્યાં મેં ચોરેને સામનો કરીને તેમને પાછા હઠાવ્યા. ચારે તે ભાગી ગયા પછી મારા મિત્રે મને સુઈ જવાનું કહ્યું એટલે હું રથમાં ઉંધી ગયે. તે સમયે મારા મિત્રનું શું થયું તે મને કંઈ ખબર નથી. મારો જીવનસાથી કહું, સગે ભાઈ કહું કે જે કહું તે મારે મિત્ર જ હતે. ખૂબ તપાસ કરી છતાં મારે મિત્ર મને કયાંય મળતું નથી. તમે મારા મિત્રને જે છે ખરે? ક્ષિતિપતિએ કહ્યું ના ભાઈ! મેં તારા મિત્રને જે નથી, ત્યારે બ્રહ્મદત્તકુમારે કહ્યું કે મારે મારા મિત્રને શોધવા માટે જવું છે. આટલું બેલતાં બ્રહ્મદત્તકુમારની આંખે આંસુથી છલકાઈ ગઈ
વરધનુની શોધમાં સુભટો”:- કુમારની આવી દુઃખદ સ્થિતિ જોઈને ક્ષિતિપતિ રાજાને ખૂબ દુઃખ થયું. એણે કહ્યું કુમાર! આપ ચિંતા ન કરો. આપને