________________
શારદા સિદ્ધિ છે ત્યારે સુશીલા કહે છે બેટા! હવે મારી પાસે કંઈ જ નથી રહ્યું. મારે પહેરેલો સાડલો પણ ઓઢાડી દીધું. હવે હું કપડા કયાંથી લાવીને ઓઢાડું. બેટા! તમને ભૂખથી પીડાતા ને ઠંડીમાં ઠરી જતાં જોઈને મારું કાળજું, બળી જાય છે પણ શું કરું ? લાચાર છું, પણ બેટા! આજને દિવસ તે ઠંડી સહન કરી લે.
- બેટા કલ તુમ્હારા પિતા આયગા, લેકર મોટી પોટ,
ઘતી પાજામા કુરતા, અંગી ગમ ઉનકા કોટ, બેટા ! તારા પિતાજી પરદેશ ધન કમાવા માટે ગયા છે. એ આવશે એટલે તમારા ને મારા માટે કપડાનું પિોટલું લઈને આવશે. તમારે ને મારે માટે સુંદર કપડાં, ઠંડીમાં પહેરવા માટે ગરમ ઉનના કેટ લાવશે. સૂવા માટે પોચી ગાદી અને તકિયા લાવશે, અને ઓઢવા માટે ગરમ ધાબળા લાવશે એટલે આપણી ઠંડી ઉડી જશે, માટે બેટા! તું સૂઈ જા. એમ કહી સમજાવીને દેવસેનને પણ સૂવાડી દીધે પણ સુશીલા તે ક્યાંથી ઉઘે ! આજે કંઈક સંતાને મા-બાપને ભૂલી જાય છે, પણ વિચાર કરે. માતા પિતાના સંતાનનું રક્ષણ કરવા માટે કેટલું કષ્ટ સહન કરે છે ! સુશીલા તે થરથર ધ્રુજે છે. દેવસેનને ઉંઘ આવતી નથી. પોતાની માતાને ઠંડીથી ધ્રુજતી જોઈને કહે છે અરેરે....બા ! તું તે કેટલી બધી જે છે ! તારો સાડલો પણ તે અમને ઓઢાડી દીધું છે. સુશીલા કહે છે બેટા ! શું કરું ? હવે બીજા કપડાં નથી પણ તું ચિંતા ન કરીશ હ.કાલે તારા પિતાજી મારે માટે કપડા લઈને આવવાના છે. આમ સુશીલા બાળકોને સમજાવે છે પણ અંદરથી એને આત્મા રડી રહ્યો છે. બાળકને સૂવાડી પોતે ઠંડીથી ધ્રુજતી (૨) રડવા લાગી.
બંધુઓ ! દુઃખની પણ હદ હોય છે. માણસ સહન કરી કરીને કેટલું કરે. એક દુઃખમાંથી મુક્ત ન થાય ત્યાં બીજું દુઃખ આવીને ઊભું રહે છે. જ્યારથી રાજમહેલ છેડીને નીકળ્યા છે ત્યારથી બિચારાના માથે દુઃખ, દુઃખ ને દુઃખ આવ્યા કરે છે. સુખના દર્શન થતાં જ નથી, છતાં ભીમસેન હતું ત્યાં સુધી હિંમતથી બધું સહન કરતા હતા. એક મહિનામાં આવવાનું કહીને ગયે ને બાર મહિના થયા છતાં ભીમસેન ન આવ્યો. બીજી તરફ બાળકનું રૂદન જેવાતું નથી, એટલે સુશીલાનું હદય રડી ઉઠયું. મેટેથી ડુસકા ભરીભરીને રડવા લાગી. માતાને રડવાનો અવાજ સાંભળીને બંને બાળક જાગી ગયા. ગળે વળગીને પૂછવા લાગ્યા કે માતા ! તું કેમ રડે છે ? તને શું થયું છે? સુશીલાએ કહ્યું-બેટા ! કંઈ નથી થયું. હું કયાં રડું છું? એ તે મારી આંખમાં કંઈક પડ્યું છે એટલે તમને એમ લાગે છે. બાળકો કહેબ! તું સાચું બેલને ! શા માટે અમને જૂહું કહે છે? નાનકડો કેતુસેન કહે છે હું માતા ! હું રહું છું ને ખાવાનું માંગુ છું એટલે તું રડે છે ને? તે હવે તું ન રડીશ. અમે ખાવાનું ને કપડાં કંઈ નહિ માંગીએ. તું છાની રહી જા. એમ કહેતાં બંને બાળકો