________________
Fee
શારદા સિદિ
પર પરદેશી સેન્ટ છાંટીને સુગ'ધથી મઘમઘતા બનીને બહાર જાય છે પણ વિચાર કરશ. આ અત્તરની સુગંધથી કઈ આત્મા સુગધિત નહિ અને, જે અત્તર અને સેન્ટની સુગંધના મેહ રાખે છે એને ખાસ સમજવાની જરૂર છે કે પરદેશી સેન્ટ અને અત્તર આદિ દરેક ચીજો હિંસક હેાય છે. પરદેશી Rsિ"સક ચીજો વાપરીને મારે આત્મા કયાંય ક્રુતિ રૂપ દૂર દેશમાં દારૂણ દુઃખા ભાગવવા ચાલ્યેા જશે.
,,
“ ઉદયપુરના રાજાની પવિત્ર ભાવના ઉદયપુરના મહારાજાને પરદેશી વહેપારી પેાતાની પેટીમાંથી એક પછી એક અત્તરની શીશીએ કાઢી કાઢીને બતાવવા લાગ્યા. મહારાજાએ બધા અત્તરો જોયા અને દરેક અત્તરાના ભાવ પૂછ્યા. એકેકથી ચઢિયાતા બધા ઉંચી જાતના અત્તરો હતા. રાજા મહારાજાએ સિવાય ખરીદવાની કોઈની શક્તિ ન હતી. ઉદયપુરના મહારાજાએ વિચાર કર્યાં કે આટલા બધા 'ચી જાતના અત્તરામાં આટલા બધા નાણાં ખર્ચી નાંખવાના શું અર્થ ? આ મહારાજાને આવા ખાટા ઠાઠમાઠ પસંદ ન હતા. એમની એવી માન્યતા હતી કે મારા ભડારમાં જે નાણાં છે તે મારા નથી પણ પ્રજાના છે. પ્રજાના પૈસા પ્રજાના કલ્યાણમાં અને પ્રજાની ઉન્નતિમાં વપરાવા જોઈએ. પેાતાના મેાજશેાખ અને ઠાઠમાઠ માટે ન વપરાવા જોઈ એ. એમ વિચાર કરીને મહારાજાએ વહેપારીને કહ્યુ', ભાઈ! મારે અત્યારે અત્તરની જરૂર નથી. આ શબ્દો સાંભળીને વહેપારીનું મન ઉદાસ થઈ ગયું. વહેપારી * વીલે મેઢ રાજમહેલના પગથિયા ઉતરી ગયા. એના મનમાં થઈ ગયું કે જેની ખ્યાતિ સાંભળીને આટલે દૂરદૂરથી હું આવ્યા એ મહારાજા તેા સાવ કંજૂસ છે. જેના મહારાજા આવું કીમતી અત્તર ખરીદવા માટે શક્તિમાન નથી તે એની પ્રજા તે શું ખરીદી
-
શકવાની છે ?
નિરાશા મળતા વહેપારીનુ દિલ્હી તરફ પ્રયાણ ” :- વહેપારીએ વિચાર કર્યા કે અહીં મારા અત્તરના ખરીદનાર ન મળ્યા તેા હવે હું દિલ્હી જાઉ. ત્યાંના અકબર બાદશાહ જરૂર મારું અત્તર ખરીદશે. એમ મન સાથે નક્કી કરીને પેાતાની ઘેાડી ઉપર બેસીને દિલ્હીના માર્ગે રવાના થયા. બપારના સમય થયા એટલે એક ઝાડ નીચે વિસામેા ખાવા બેઠા. હવે દિલ્હી જવુ' છે પણ ઉદયપુરમાં પેાતાનું અત્તર ન વેચાયુ' એટલે મુખ ઉપર ઉદાસીનતાનો પાર નથી, કારણ કે દિલ્હી જાઉં* છું તે ખરા પણ ત્યાંના બાદશાહ ઉયપુરના મહારાજાની જેમ મને નિરાશ તા નહિ કરે ને! આમ વિચાર કરતા હતા ત્યાં સામેથી એક ઘેાડેસ્વારને આવતા જોયા. ઘેાડેસ્વારે વહેપારીનું મુખ ઉદાસ જોયુ' એટલે પાતાના ઘેાડા ઉભે રાખીને પૂછ્યું કે ભાઈ! તમે કયાંથી આવા છે ? અને આપનું મુખ આટલું બધું ઉદાસ કેમ છે ? વહેપારીએ કહ્યું કે હું આવું છું તે ઉદયપુરથી પણ ત્યાંથી નિરાશા મળતાં હવે દિલ્હી તરફ જાઉ છું.
66