________________
શાહા સિતિ આપી દીધા ને પોતે દુકાનનું કામ કરવા લાગ્યા. આમ કરતાં જોતજોતામાં તે છે મહિના પૂરા થઈ ગયા.
પાપ શું નથી કરતુ” :– છ મહિના પૂરા થતાં પ્રતિષ્ઠાનપુરમાં અરિજ્ય રાજાની સવારી નીકળી. અનેક ગરીબ યાચકે ત્યાં આવીને પોતાના દુઃખની અરજ કરવા માટે ત્યાં આવીને ઊભા હતા. ત્યાં ભીમસેન પણ જઈને ઉભો રહ્યો. એને વારે આવ્યું એટલે એ બે હાથ જોડીને નમ્રતાપૂર્વક રાજાને વિનંતી કરવા લાગે કે હે પરમ દયાળુ મહારાજા! હું ખૂબ જ દુઃખી માણસ છું અને આપના શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ જરૂર મારા દુઃખ દૂર કરશે જ. આપ મને ગમે તે કામ આપીને પણ મારા દુઃખને અંત લાવે, એટલે રાજાએ પૂછ્યું કે તું કેણુ છે ને કયાંથી આવ્યો છે? તે બધી વિગત મને જણાવ. આ ભીમસેન ભલે ને ભેળ માણસ છે. એને કૂડકપટ કરતા આવડતું નથી. આવા દુઃખમાં પણ કદી એ અસત્ય બોલતું નથી. એટલે સત્ય વાત કરી કે હું ઉજજૈની નગરીને રહેવાસી છું ને મારા કર્મોદયથી દુઃખી છું તેથી આપની પાસે આવ્યો છું, ત્યારે રાજાએ પૂછ્યું કે ત્યાંના રાજા કેણ છે? હરિસેન. આ સાંભળીને અજિંક્ય રાજાએ કહ્યું તારે રાજા હરિસેન તે દયાળુ છે. એના રાજ્યમાં કોઈ દુ:ખી નથી. એ પણ મારી જેમ દુખીઓના દુઃખ દૂર કરે છે તે તું એની પાસે કેમ ન ગમે ? કદાચ તું ગયે
હોઈશ ને તારામાં લાયકાત નહિ હોય માટે નહિ રાખે હોય. તે હું પણ તારા સ જેવા અજાણ્યા માણસને રાખીને શું કરું? મને તે તું કઈ ધૂત જેવો લાગે છે માટે હું તને કાંઈ મદદ કરી શકું તેમ નથી. હમણાં મારે માણસની જરૂર નથી. માટે તારે ક્યાં જવું હોય ત્યાં ચાલ્યો જા. એમ કહીને રાજા તે ચાલ્યા ગયા.
કર્મની દશા કેવી વિચિત્ર છે! ભીમસેન તે અહીં મોટી આશાથી આવ્યું હતું. એ સમજતો હતો કે રાજા મને કંઈને કંઈ કામ આપશે ને મારા દુઃખને અંત આવી જશે, પણ અહીં તે એનાથી ઊલટું જ બન્યું. હજારેની દયા કરનારા રાજા એને માટે નિર્દય બની ગયા. એને કામ આપવાની સ્પષ્ટ ના પાડી એટલે ભીમસેનનું હૈયું ચીરાઈ ગયું. એની આશાના મિનારા ભાંગીને ભુક્કા થઈ ગયા, અને ભાંગેલા હૈયે ભીમસેન ધનસારને ત્યાં આવ્યું. એનું મુખ ઉદાસ જોઈને ધનસારે પૂછયું કેમ ભાઈ! શું થયું ? ત્યારે ધનસારે વ્યથિત હૃદયે બધી વાત કરી. ધનસારે કહ્યું–ભાઈ! જેવી ભવિતવ્યતા. તું વૃથા શોક ન કરીશ. હિંમત રાખ. દુઃખ કાયમ ટકવાનું નથી.
રાજ જમાઇ નિકલેગા, જબ ઉસે મિલના યાર,
છે રખેંગે જરૂર તુમકે, દયાવંત દાતાર છ મહિના પછી રાજાના જમાઈ આવશે તેને તું મળજે. તે તારું દુઃખ જરૂર દૂર કરશે. ત્યાં સુધી ભલે તું મારી દુકાને કામ કરજે. આમ કહીને ધનસારે ભીમસેનને આશ્રય