________________
શારદા સિદ્ધિ
૧૮૩
મારે તમને સકામ અકામ મરણના ભાવ સમજાવવા છે ને મારે પણ સમજવા છે. આ વખતના છેલ્લા ચાતુર્માસમાં ખૂબ ધર્મારાધના થઈ. તપ ત્યાગના પૂર ઉમટયા. ખૂબ સુદર અને ભવ્ય ચાતુર્માસ થયું.
,,
અંતિમ સમયના ઉદ્ગાર ” :- પૂ. ગુરૂદેવ કયારે પણ બીમાર પડયા ન હતા પણ સ ંવત ૨૦૦૪ ના ખંભાતના ચાતુર્માસમાં સૉંવત્સરીના દિવસે પૂ. ગુરૂદેવને શરદી થઈ હતી તે તે મટી ગઈ. પૂ. ગુરૂદેવે પોતાના જીવનમાં કયારે પણે દવાના ઉપયેગ કર્યાં ન હતા. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય ફુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા. તેમણે પાતાને ઘણી સારી શાતા હોવાથી ૪૧ ઉપવાસ કરવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું' કે આજે હુ' તને છેલ્લુ' પારણું કરાવી લઉં પણ તેમના આ ગૂઢ સંકેતને કેાઈ સમજી શકયું નહિ કે આમ શા માટે કહે છે ? તે દિવસે પૂ. ગુરૂદેવ લગભગ આખા ખભાત સંધના ઘરઘરમાં ફરીને ગૌચરી કરીને આવ્યા પછી ૧ વાગે તપસ્વી ફુલચંદ્રજી મહારાજ સાહેબને સ્વહસ્તે ખૂબ પ્રેમથી પારણું કરાવ્યુ, પછી પેાતાના બંને શિષ્યાને સયમમાં દૃઢ બનવાની ને ચારિત્ર મા` દીપાવવાની હિત શિખામણ આપી, પછી અતિમ જે જે કહેવું હતું તે દરેકને કહ્યું. સાંજના પ્રતિક્રમણ પૂરુ' થયા પછી પેાતાના શિષ્યાને કહ્યું કે આજે રાત્રે તમને વિયેાગના ઉપસર્ગ આવશે. આપ ખૂબ હિં’મત રાખજો. છ છ મહિના અગાઉથી પૂ. ગુરૂદેવને મૃત્યુ સુઝી આવવાથી દરેક રીતના સંકેતેા કર્યાં પણ આ સકેતેને કોઈ સમજી શકયુ નહિ. આવા પૂ. ગુરૂદેવને પ્રતિક્રમણ બાદ રાતના નવ વાગે એકાએક શરદીનુ જોર વધ્યું ને હાટ ઉપર અસર થવા લાગી. તે સમયે પૂ. ગુરૂદેવે પોતાના શિષ્યને તથા શ્રીસંઘને કહી દીધું કે મારી ૪૮ વષઁની સયમપર્યાયમાં સ્હેજ પણ દોષ લાગે એવા એક પણ ઉપચાર ન કરશેા. આ રીતે ઘણી ભલામણ કરીને શિષ્યાને કહ્યું કે તમે સ્વાધ્યાય એટલો. રાતના ખાર વાગે ચાર આંગળા ઉંચા કરીને સ`કેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાના છે. પૂ. ગુરૂદેવની તખિયત બગડી છે એવા સમાચાર મળતાં રાત્રે ને રાત્રે ખ'ભાતની જનતા દર્શન માટે ઉમટી.
પૂ. ગુરૂદેવના સંકેત તથા તબિયત સામુ' શ્વેતાં શ્રાવક શ્રાવિકાઓની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. આત્મસમાધિમાં રમણતા કરતા હજારો માનવીએની વચ્ચેથી રત્ન સમાન તેજસ્વી એવા પૂજ્ય ગુરૂદેવ ખરાબર પરાઢિયે ચાર વાગે આ નશ્વર દેહના ત્યાગ કરીને સૌને રડતા મૂકીને તેમની સાધના સાધીને ચાલ્યા ગયા. ગામેગામ તાર અને ટેલીફોનથી સમાચાર મળતા સૌની આંખો અશ્રુથી છલકાઈ ગઈ ને ખેલવા લાગ્યા અહા ! શું આ શાસનનું રત્ન ચાલ્યું ગયું! “ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનુ છે. ” એ પ્રમાણે કાલની કોને ખબર છે? કાળના ક્રૂર ઝપાટાએ અનેક જીવાના લાડીલા અને માનવતા શાસન શિરતાજને ``ચવી લીધા. ખરેખર ! એ