________________
૪૮૨
શારદા સિદ્ધિ પધાર્યા. પૂ. ગુરૂદેવ સાણંદ ચાતુર્માસ પધારતા શ્રી સંઘમાં આનદ આનંદ છવાઈ ગયો. ચાતુર્માસમાં ધર્મ આરાધનાના પૂર આવ્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસ પધાર્યા ત્યારથી એમને એક જ દયેય હતું કે ભાવિની પેઢી જૈન ધર્મને ફેલા કરે. તે માટે તેમણે જૈનશાળા, શ્રાવિકા શાળા, યુવકમંડળ આદિ અનેક સંસ્થાઓ જ્ઞાન પ્રચાર માટે ઉભી કરી. તે ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવના સદુપદેશથી અમારા જીવનમાં વૈરાગ્યની પેત પ્રગટી.
“ રત્ન જેવા રત્ન ગુરૂજી મળ્યા, જીવનબાગના માળી બન્યા, ! મને આપ્યું સંયમ રત્ન, હું કરું ગુરૂદેવને કેટવંદન,
સંવત ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠને સેમવારના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવે મને તથા જશુબાઈ મહાસતીજીને ઉત્તમ ચારિત્ર રત્ન આપ્યું. દુનિયામાં માણસ કેઈન ઉપર એક સામાન્ય ઉપકાર કરે છે તે પણ એને ઉપકાર ભૂલતા નથી. તે આ તે સંયમ જેવું અલૌકિક ને ઉત્તમ રત્ન આપનાર તારણહાર ગુરૂદેવને ઉપકાર કેમ ભૂલાય? પૂ. ગુરૂદેવ અમને સંયમ રત્ન આપીને અમારા જીવનબાગના માળી બન્યા. જેમ માની પિતાના બગીચાનું રાતદિવસ જતન કરે છે તેમ પૂ. ગુરૂદેવ પણ અમારા સંયમી
જીવનરૂપ બગીચાના માળી બનીને જ્ઞાનનું સિંચન કરવા લાગ્યા. સંયમ લઈને જીવન કેમ જીવવું જોઈએ, સંયમના આચાર કેમ પળાય? ગુરૂને વિનય કેવી રીતે કરવું જોઈએ, વિનય એ કેવું વશીકરણ છે, ગુરૂને વિનય કરવાથી શું લાભ થાય છે? ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને વિનય કરીને કેવી કેવી શક્તિઓ અને લબ્ધિઓ પામ્યા હતા. આવું વિનયનું સ્વરૂપ અમને પૂ. ગુરૂદેવ સુંદર રીતે સમજાવતા હતા. આવા મહાન ઉપકારી ગુરૂદેવ જીવનમાં ક્યારે પણ ભૂલાશે નહિ. પૂ. ગુરૂદેવે ઘણાં શાસ્ત્રો લખ્યાં છે. તેમના પ્રભાવશાળી પ્રવચને તેમજ તેમના જીવનમાં રહેલા અદ્ભૂત ગુણોથી ઘણું જૈન જૈનેતર પ્રતિબંધ પામ્યા છે. અત્યારે પણ ઘણાં જૈનેતરો એ મહાવીર અને ગૌતમની જોડલી સમાન ગુરૂદેવને યાદ કરે છે.
“મૃત્યુની આગાહી સૂચવતા શબ્દો’ :- આવા ઉપકારી ગુરૂદેવે અનેક જીને ધર્મ પમાડતા સંવત ૨૦૦૦ માં હર્ષદમુનિને આ સુરત શહેરમાં દીક્ષા આપી, અને ૨૦૦૩ નું ચાતુર્માસ સુરત કરીને ખંભાત તરફ વિહાર કર્યો ત્યારે ઝવેરી માણેકલાલભાઈએ પૂછ્યું-ગુરૂદેવ ! આપનું આવતું ચાતુર્માસ ક્યાં છે? તે કહે છે મારું છેલ્લું ચાતુર્માસ ખંભાત છે, પણ આવા સંકેતની કેઈને શું ખબર પડે? સંવત ૨૦૦૪ નું ચાતુર્માસ કરવા તેઓ પિતના બે શિખે કુલચંદ્રજી મહારાજ સાહેબ તથા હર્ષદમુનિ મહારાજને લઈને ખંભાત પધાર્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસમાં મોટા ભાગે વ્યાખ્યાનમાં ભગવતી સૂત્રને અધિકાર વાંચતા પણ આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન સકામ-અકામ મરણનું લીધું. શ્રાવકોએ પૂ. ગુરૂદેવને પૂછયું કે આ વખતે આપે ભગવતી સૂત્રને અધિકાર કેમ ન લીધે? ત્યારે કહે છે કે આ વખતે