________________
શારદા સિદ્ધિ
૪૮૧ અમૂલ્ય રત્ન બનવાનું છે એટલે તેમનું ભાવિ જીવન ઉજજવળ જઈને રત્નચંદ્રજી મહારાજ સાહેબ નામ પાડયું. આ રવાભાઈ એક દિવસ સાચા રત્ન બની ગયા. રત્ન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ સંયમ લઈને પૂ. ગુરૂદેવના ચરણકમળમાં અર્પણ થઈ ગયા. સંયમ લે સહેલો છે પણ ગુરૂ ચરણમાં અર્પણ થવું એ તે મહામુશ્કેલ છે. ગુરૂના ચરણમાં અર્પણ થયા પછી એમની આજ્ઞા એ જ મારે શ્વાસ અને એ જ મારો પ્રાણ હોવું જોઈએ. એમાં કઈ જાતની દલીલ કે અપીલ ન લેવી જોઈએ. તે જ ગુરૂના હૃદયમાં શિષ્યને વાસ થાય છે. આપણા ગુરૂદેવે દીક્ષા લઈને મન-વચન અને કાયાથી પોતાની જીવનનૈયા ગુરૂ ચરણમાં અર્પણ કરી દીધી.
અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્યો જ્ઞાન ખજાને,
ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, દેશે દેશમાં પામ્યારે ખ્યાતિ. જે શિષ્ય ગુરૂના ચરણમાં અર્પણ થઈ જાય છે તેને બેડો પાર થઈ જાય છે.' પૂ. ગુરૂદેવના જીવનમાં એક ક્ષમા અને બીજી કમળતા એ બે ગુણ વિશેષ હતા. ગમે તે પ્રસંગ આવે પણ પૂ. ગુરૂદેવના જીવનમાં કદી ક્રોધ આવતે નહિ. જ્યારે જુઓ ત્યારે તેમનું મુખડું હસતું ને હસતું જ હેય કયારે પણ મુખ ઉપર ઉદાસીનતા જેવા ન મળે. અરે કઈ ક્રોધથી ધમધમતું આવ્યો હોય, પણ પૂજ્ય ગુરૂદેવનું તપ, '. ત્યાગ અને બ્રહ્મચર્યના તેજથી ચમકતું શીતળ સૌમ્ય મુખકમળ જતા ઠરી જાય ને એમના ચરણમાં પડી જાય. આ છે ગુરૂદેવની ક્ષમાને પ્રભાવ ! પૂ. ગુરૂદેવ એમના ગુરૂદેવને વિનય કદી ચૂકતા નહિ.
એક વખત પૂજ્ય છગનલાલજી મહારાજસાહેબની તબિયત બરાબર ન હતી એટલે આજ્ઞા કરી કે રત્નચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન વાંચી આવજે. “ તહેત ગુરૂદેવ !” એમ કહી ગુરૂદેવને વંદન કરી ઉપર વ્યાખ્યાન વાંચવા માટે ગયા પણ બાજોઠ ઉપર બેઠા. શ્રાવકે કહે છે ગુરૂદેવ ! પાટે બેસે, ત્યારે કહે છે હું નાનું છું. મારા ગુરૂદેવ જે આસને બેસતા હોય ત્યાં મારાથી કેમ બેસાય? અહાહા...કયાં તેમને વિનય અને ગુરૂભક્તિ! અને કયાં આજને વિનયને વિદાય કરતે યુગ! ગુરુદેવ લગભગ રાત્રે મોટા ભાગે ધ્યાનમાં બેસતા. ગુરૂ શિષ્યને પ્રેમ ક્ષીરનીર જે હતે પણ કાળની ગતિ ન્યારી છે. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ સંવત ૧૫ ને વિશાખ વદ દશમના દિવસે કાળધર્મ પામ્યા.
આચાર્ય પદવી પ્રદાન ” પૂ. ગુરૂદેવના સ્વર્ગવાસથી ગુરૂદેવના દિલમાં વિયેગને ઘણે આઘાત લાગે, કારણ કે દુનિયામાં ગુરૂવિયેગ જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી. પિતાને ગુરૂદેવની શીતળ છાંયડી ચાલી જતાં ખંભાત સંપ્રદાયનું સુકાન પૂજ્ય ગુરૂદેવના હાથમાં આવ્યું. સંવત ૧૯૫ ના વૈશાખ વદ ૧૧ના દિવસે તેમને આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી. એ વર્ષે ૧૯૯૫નું ચાતુર્માસ કરવા સાણંદ