________________
થારદા સિદ્ધિ
Pe
પેાતાના પરિચય આપ્યા. એમનુ' તેજસ્વી લલાટ જોઈને મહુ'ત સમજી ગયા કે આ કરી મહાતેજસ્વી બનશે અને ચેગ્ય આત્મા છે એટલે કહ્યુ ભાઈ! તારા હિસ્સાની જેટલી મિલ્કત હાય તે તું અહીં લઈ આવ ને ગાદીને અપણુ કરી દે, પછી તને અમારા પથના સાધુ બનાવીએ. આ શબ્દો સાંભળીને તેર વર્ષના નાનકડા રવાભાઈના મનમાં વિચાર આવ્યું કે અહા ! આ શું? આત્મકલ્યાણ કરવામાં લક્ષ્મીની શી જરૂર ? જ્યાં ત્યાગનું સ્થાન હોય ત્યાં પરિગ્રહની શી જરૂર ? પરિગ્રહ અને સયમ એ બે અલગ માગ છે. જ્યાં લક્ષ્મી લેવાની લાલચ હાય, પરિગ્રહના પાટલા ભેગા કરવાની વાતા થતી હાય અને યાં આરભ સમારભ હાય ત્યાં સયમ શી રીતે હોઈ શકે ? આત્મકલ્યાણ કેવી રીતે થાય ? પેલા સતીજી તેા એમ કહેતા હતા કે પરિગ્રહ એ પાપ છે. અમારાથી પૈસા રખાય નહિ, ગાડી મેટર વિગેરે કોઈ પણ વાહનમાં બેસાય નહિ, કાચુ' પાણી, અગ્નિ વિગેરેને અડાય નહિ. પ"ખા વિગેરેથી પવન ખવાય નહિ. ઝાડનુ એક પાંદડુ પણ તાડાય નહિ અને પરિગ્રહ રખાય નદ્ધિ. આ બધામાં ઘણુ' પાપ છે. અહીં તે આ બધા પાપોનું સેવન છૂટથી થાય છે તે અહી મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થઈ શકે? મારાથી એવા પાપ નહિ થાય. તેર વર્ષના બાલુડાની કેવી ઉચ્ચ ભાવના! આવી નાની ઉંમરમાં પાતે જૈન નહાવા છતાં એક જ દિવસના થેાડીવારના સતીજીના પરિચયમાં કેવું તત્ત્વજ્ઞાન તારવતા આવડ્યું...!
તમે બધા કેટલા વર્ષોથી ઉપદેશ સાંભળે છે છતાં તમને આવા ભાવ થાય છે કે સ’સાર એ પાપના અખાડો છે, સ્વાતું સમરાંગણ છે ને ઉપાધિના ઉકરડા છે તા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લઈએ. રવાભાઈ તા ગઢડાથી પાછા ફર્યાં ને પેાતાના કાકા પાસે આવીને કહ્યું કાકા! ત્યાં તે આત્મકલ્યાણને બદલે પરિગ્રહ ભેગા કરવાની વાતા થાય છે. જૈન સાધ્વીજીએ મને જે ત્યાગની વાતે સમજાવી હતી તેવું ત્યાં કંઈ જ નથી માટે ત્યાં આત્માનું કલ્યાણ થાય તેવુ' મને લાગતું નથી, માટે આપ મને આજ્ઞા આપે તે હું જૈન સાધ્વીજી પાસે જાઉં.... કાકા-કાકીએ એમને ખૂબ સમજાવ્યા પણ રવાભાઈ સમજ્યા નહિ એટલે કાકા-કાકીને રજા આપવી પડી.
“દૃઢ થોરાગી રવાભાઈ” :- રવાભાઈ કાકા કાકીની રજા લઈ ને વટામણુ સતીજીની પાસે આવ્યા. આ બાલુડાને ખખર નથી કે આ સાધ્વીજી છે માટે મારાથી એમની પાસે ન રહેવાય. એમણે તે સતીજીના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું. મહાસતીજી ! મને આપના શિષ્ય બનાવેા. પૂ. મદ્ગાસતીજીએ કહ્યું ભાઈ! અમે તે સાધ્વીજી છીએ એટલે તમારે અમારી પાસે રહી શકાય નહિ, માટે જો તમારી ઇચ્છા હાય તે। અમારા ગુરૂદેવ પૂ. શ્રી છગનલાલજી મહાજ સાહેબ ખભાતમાં બિરાજે છે ત્યાં તમને માલું. રવાભાઈએ હા પાડી એટલે મહાસતીજીએ તેમને ખભાત