________________
४४४
શારદા સિદ્ધિ ગુરૂદેવની એટ હદયમાં ખૂબ ખટકે છે. અમારું જીવન નાવિક વિનાની નિયા જેવું બની ગયું છે. એ તારણહાર ગુરૂદેવના હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. કહ્યું છે કે _ तियेक समापि पुरुषः सुगुरोः कृपातः, सम्यत्वरत्नमनघं लभते चरित्रम् ।। ' सर्वज्ञतां च तरसा हयजरामरत्वं, कि वर्णयामि सुगुरोः करुणा महत्वं ॥
જેમની કૃપાદ્રષ્ટિથી પશુતુલ્ય પુરુષ પણ નિર્મળ સમ્યકત્વ રત્ન, સમ્યક્ ચારિત્ર અને સર્વજ્ઞતા તથા અજર અમર પદને કરી લે છે એ ગુરૂકૃપાની કેટલી પ્રશંસા કરું ? ગુરૂ અને ગુરૂકૃપામાં કેટલું બળ છે ! એને કેટલો મહિમા છે! પૂ. ગુરૂદેવના ગુણેની હું ગમે તેટલી મેટી કિતાબ લખું તે પણ ગુણે પૂરા થાય તેમ નથી. - સાગરમાં સફર કરતાં સાર્થવાહને એકાએક જહાજ ભાંગી જતાં હાથમાં ફલક આવી જાય, અટવીને પસાર કરતાં ભૂલા પડેલા મુસાફરને કેઈ પથદર્શક ભૂમિ મળી જાય, સહરાના રણમાં કોઈ તૃષાતુરને મીઠી મધુરી પાણુની વીરડી મળી જાય તે કેટલો આનંદ થાય તેવી રીતે ભવવનમાં ભૂલા પડેલા એવા અમારા જેવા પામર જીને પૂજ્ય ગુરૂદેવને ચેગ મળતા અમારું જીવન ધન્ય બની ગયું. એમના અસીમ ઉપકારને બદલો આ ભવમાં તે શું ભવોભવમાં અમે વાળી શકીએ તેમ નથી. ખંભાત સંપ્રદાયમાં આજે આટલા બધા સંતો અને સતીજીએ બિરાજમાન હોય અને ખંભાત સંપ્રદાય જે ફાલ્યો હોય તે તે પૂ. તારણહાર ગુરૂદેવને પ્રતાપ છે.
આજના દિવસે હું મારા વતી તેમ જ મારા સમસ્ત સતીવૃંદ વતી એ મારા પરમપકારી ગુરૂદેવ જ્યાં બિરાજતા હતા ત્યાં તેમને ભાવભીની અંજલિ અર્પ છું ને પ્રાર્થના કરું છું કે હે ગુરૂદેવ ! આપ જ્યાં છે ત્યાંથી અમારા ઉપર કૃપાદષ્ટિ વરસાવી આપના જેવા બનવાની પ્રેરણું આપતા રહેજે. - દિપક બુઝાયે પ્રકાશ અપી, ફૂલ મુરઝાયું સુવાસ સમપી,
તૂટયા તાર પણ સુર વહાવી, ગરદેવ ચાલ્યા નૂર પ્રગટાવી. - પુ. ગુરૂદેવનું જીવન સાંભળીને એમના જીવનમાંથી એકાદ ગુણનું કિરણ પ્રાપ્ત કરીએ તે જ આપણે સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય. આજે પૂ. ગુરૂદેવની ૩૧ મી પુણ્યતિથિ હોવાથી આપ ઓછામાં ઓછા કંઈ ને કંઈ ૩૧ દિવસના પ્રત્યાખ્યાન કરશે. સમય ઘણે થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૭ ભાદરવા સુદ ૧૫ ને સોમવાર
તા. ૩ -૭૯ અનંતજ્ઞાની મહાનપુરૂષે ફરમાવે છે કે હે જીવાત્મા! તું અનાદિકાળથી સંસારના રંગમંચ ઉપર નાચી રહ્યો છે છતાં આશ્ચર્યની વાત તો એ છે કે હજુ તને થાક