________________
શારદા સિદ્ધિ
“ રવાભાઈની કુશળતા ” :– તેએ જ્ઞાતિના ક્ષત્રિય હતા એટલે એમની જમીનજાગીર ઘણી હતી. એમના મુખ્ય ધંધો ખેતીના હતા. રવાભાઈ ૧૩ વર્ષના થતાં ખેતીના કાર્ટીમાં હાંશિયાર બન્યા. એક વખત કાઈ પ્રસંગે રવાભાઈ ને ગલિયાણાની નજીકમાં આવેલા વટામણ નામના ગામમાં જવાનું બન્યું. એમના સંબંધીનું ઘર જૈન ઉપાશ્રયની ખાજુમાં હતુ. આ રવાભાઈ સબધીને ઘેર રાત રોકાયા હતા. સાંજના જમી પરવારીને ચાકમાં ખાટલામાં તેએ બેઠા હતા. આ સમયે વટામણમાં ખભાત સપ્રદાયના પૂજ્ય મેઘીબાઈ મહાસતીજી બિરાજતા હતા. એ સાધ્વીજી એ જમાનામાં પણ સ`સ્કૃત-પ્રાકૃત વિગેરેનુ' અજોડ જ્ઞાન ધરાવતા હતા. પ્રખર વિદ્વાન સાઘ્વીજી હતા. એમને કઠ ખૂબ મધુર હતા. તેઓએ પ્રતિક્રમણ કરીને આધ્યાત્મિક રસથી ભરપૂર એક સ્તવન મધુર કંઠે ગાયું.
وقال
“ સતીજીનું સ્તવન સુણી, અંતરમાં વરાગ્યની વીણા વાગી, ”
ચેાકમાં બેઠેલા રવાભાઈએ સતીજીના પવિત્ર મુખે ગવાતા સ્તવનના સૂર સાંભળ્યા ને રવાભાઈના કાન ચમકયા. અહે, આ શું ? આવું સુંદર ભજન કાણુ ગાઈ રહ્યુ છે ? પોતાના સબંધીને પૂછ્યું-કાકા ! આવું મસ્ત ભજન કાણુ ગાઈ રહ્યું છે? ત્યારે કાકાએ કહ્યુ' ભાઈ રવા! એ તે આ આપણી બાજુના ઉપાશ્રયમાં જૈન સતીજી ગાઈ. રહ્યા છે. રવાભાઈ કહે છે કાકા! ચાલોને આપણે ઉપાશ્રયમાં સાંભળવા માટે જઈ એ, કાકાએ કહ્યુ ભાઈ! આ સાધ્વીજી પાસે સૂર્યાસ્ત થયા પછી પુરૂષે ન જવાય. આપણે સવારે જઈશું, રવાભાઈને તે લગની લાગી કે કયારે સવાર પડે ને હુ ભજન સાંભળવા જાઉ'. લગની લાગે તેા અગની જાગે. તેર વર્ષના રવાભાઈના અ'તરમાં સ્તવન સાંભળવાની લગની લાગી, એટલે ઉંઘ પણ ન આવી. સવાર પડતા રવાભાઈ પેાતાના સંખ'ધીને લઈને ઉપાશ્રયે ગયા. સતીજીને વંદન નમસ્કાર કરીને બેઠા ને કહ્યુ' સતીજી ! આપે રાત્રે જે ભજન ગાયું હતું તે મને સાંભળાવેા. મહાસતીજીએ ભજન સંભળાવ્યુ. એક સાંભળ્યુ એટલે કહે છે હવે બીજી' સંભળાવેા. એમની જિજ્ઞાસા જોઈ ને સતીજીએ બીજી સ્તવન સભળાવ્યું. સ્તવન સાંભળીને એમનું હૃદય હર્ષોંથી નાચી ઉઠયુ.. અહા ! શુ' સુદર ભજનમાં ભાવ ભર્યાં છે! આવું ભજન તે મે' કદી સાંભળ્યુ નથી. “ રવાભાઈને જોતાં સતીને આવેલા વિચાર ”
-
સતીજીએ જાણ્યું કે આ કોઈ હળુકમી જીવ છે. એનુ' લલાટ જોતાં લાગે છે કે આ કોઈ મહાન પુરૂષ બનશે, એટલે સતીજીએ તેને સાદી અને સરળ ભાષામાં ધર્મ-અધર્મ અને પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવ્યુ. આ સાંભળીને તેર વર્ષોંના રવાભાઈ એ કહ્યુ કે સતીજી ! તમારા સમજાવવા પ્રમાણે તે સૌંસારમાં બધા કાર્ચીમાં પાપ, પાપ ને પાપ જ છે, તે જ્યાં પાપ ન હેાય એવું તેા કઈક બતાવે. સતીજીએ કહ્યું ભાઈ! અમારા જૈન ધર્મના નિયમ પ્રમાણે તે અસાવધાનીપૂર્વક ચાલવામાં, ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ખાવામાં ને એલવામાં બધે પાપ છે, પશુ