________________
શારદા સિદ્ધિ
૪૭૫ પાપ ડાકુને બહાર કાઢવાને બદલે નવા પાપ ડાકુ અંદર પેસી ન જાય તે ધ્યાન રાખવાની જરૂર છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. સાગરદત્ત શેઠ બંને મિત્રોને નગર બહાર થોડે દૂર સુધી મૂકવા ગયા. પછી બંને મિત્રો આગળ ચાલ્યા તે થોડે દૂર જતાં તેમણે એક યક્ષનું મંદિર જોયું. એ મંદિરના આગળના ભાગમાં એક સૌંદર્યવતી કન્યા બેઠી હતી. યક્ષના મંદિર સામે વૃક્ષ નીચે અસ્ત્ર શસ્ત્રથી યુક્ત એક રથ પણ તૈયાર હતા. આ કન્યાએ આ બંને મિત્રેને આવતા જોયા એટલે ઉભી થઈને ખૂબ આદર કરીને નમ્રતાપૂર્વક કહેવા લાગી કે આપને અહીં આવતા ઘણી વાર લાગી. હું તે કયારની આપની રાહ જોતી અહીં આવીને બેઠી છું. કુમારીના આવા મધુર વચન સાંભળીને કુમારને ખૂબ આશ્ચર્ય થયું કે જ્યાં વારંવાર નાસભાગ કરવી પડે છે ત્યાં વળી મારી રાહ જોનાર કોણ સુંદરી હશે ? એટલે આશ્ચર્યથી પૂછયું કે અમે કોણ છીએ એ તમે જાણે છો ? ત્યારે કન્યાએ કહ્યું–‘હા’. હું જાણું છું. આપ બ્રહ્મદત્તકુમાર છે અને બીજા આપના મિત્ર વરધનુકુમાર છે, ત્યારે કુમારે ફરીથી પૂછયું કે તમને અમારો પરિચય કેવી રીતે મળે ? કન્યાએ કહ્યું કે સાંભળો. આ નગરમાં ધનપ્રવર નામે એક મહાન શ્રીમંત શેઠ વસે છે. તેમની પત્નીનું નામ ધનસંચયા છે. તેમને આઠ પુત્રો છે, અને એકની એક વહાલસોયી હું દીકરી છું. હું આઠ આઠ ભાઈની લાડીલી બહેન છું. મારું નામ રત્નાવતી છે. મને મારા માતા પિતાએ ખૂબ ભણાવી ગણાવીને હોંશિયાર બનાવી. હું બાલ પણ વટાવીને યૌવન અવસ્થામાં પહોંચી ત્યારે મારા માતા પિતાએ મારા માટે યોગ્ય વરની શોધ કરી પણ તેમને સતેષ થાય તે
કરે નહિ મળવાથી તેમને ખૂબ ચિંતા થઈ, ત્યારે મેં કહ્યું કે તમે મારી ચિંતા ન કરશે. હું જીવનભર કુંવારી રહીને બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીશ.
મારી માતાએ મારી આ વાતને સ્વીકાર ન કર્યો ને કહ્યું તું તારી ઈચ્છા પ્રમાણે કઈ શ્રીમંત શ્રેષ્ઠી પુત્રને પસંદ કરી લે જેથી તારા પિતાજીની ચિંતા ઓછી થાય. મેં આ વાતને સ્વીકાર ન કર્યો ત્યારે મને કહ્યું કે બેટા! સારાવારની પ્રાપ્તિ માટે યક્ષની આરાધના કર તે તારી ઈચ્છા પૂરી થશે. આ રીતે માતાના કહેવાથી મેં પક્ષની આરાધના કરવા માંડી. સાથે ઉગ્ર તપ વ્રત અને નિયમનું આચરણ કર્યું, તેથી યક્ષ મારા ઉપર પ્રસન્ન થયો ને મને આશીર્વાદ આપીને કહ્યું કે બેટા ! ભવિષ્યમાં ચક્રવતિ બનનાર બ્રહ્મદત્તકુમાર તારે પતિ થશે ને તેઓ તેમના મિત્ર વરધનુકુમારની સાથે અહી આવશે. એ વાત તું લક્ષ્યમાં રાખજે. આ પ્રમાણે વાત કરીને રત્નાવતીએ કહ્યું કે યક્ષના કહેવાથી મેં આપને માટે હાર મોકલાવ્યો, વિગેરે શું શું કર્યું એ વાત આપના ધ્યાનમાં છે. રત્નાવતીની વાત સાંભળીને બ્રહ્મદત્તકુમારને ખૂબ આનંદ થયે ને માન્યું કે આ કન્યાને મારા પ્રત્યે સારો પ્રેમ છે. એમ માનીને કુમાર તેના પ્રત્યે આકર્ષાયો, અને