________________
૨૭૩
શારદા સિત આ કડકડતી ઠંડીના દિવસોમાં એમની પાસે પહેરવા માટે જાડા કે પાતળા કપડા પણ હશે કે નહિ? ભયંકર દુઃખમાં એ લોકે દિવસે ગુજારતા હશે ને હું તે હતો તે ને તે પાછો જાઉં છું.
કિમ કુબ મુખ દિખલાઉ, કૈસી વક્ત કિલષ્ટ,
પૂછંગે કયા લાયા, મેં કર આયા સર્વ અનિષ્ટ.” હું ત્યાં જઈશ એટલે સુશીલા, દેવસેન અને કેતુસેન બધા મને વીંટળાઈ વળશે ને પૂછશે કે તમે બાર બાર મહિનાથી અમને મૂકીને ગયા હતા તે શું લાવ્યા? હું એમને શું કહીશ? હું એમને શું મોઢું બતાવીશ? કારણ કે હું કંઈ લાવ્યા તે નથી પણ તલવાર અને ઢાલ જે મારું ક્ષત્રિયનું ચિહ્યું છે તે પણ મૂકીને આવ્યો છું. અરેરે.. ભગવાન ! અમારું શું થશે? એમ ચિંતા કરતે ભૂખ તરસથી પીડાયેલો ને ઘણું દિવસની સફરથી થાકેલો ભીમસેન રાત્રીના સમયે પોતે જ્યાં રહેતા હતા ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠા નગરના પાદરમાં પહોંચે. રાત પડી ગઈ છે પણ પિતાની પત્ની તથા બાળકોને મળવા માટે અધીરે બનેલો પોતાની ઝૂંપડીએ આવ્યું, તે ઝૂંપડી બંધ હતી, એટલે એના મનમાં થયું કે હું આ કાણામાંથી જે કે બધા શું કરે છે?
* બાળકને કરૂણ કલ્પાંત” – ઘાસની ઝૂંપડીમાં છિદ્રો દ્વારા ભીમસેને અંદર દૃષ્ટિ કરીને જોયું તે ભલભલા કઠોર હૃદયના માનવીનું કાળજું કંપી ઉઠે તેવું એ દશ્ય હતું. ઝૂંપડીમાં ફાટેલા તૂટેલા એક કંતાન ઉપર બે બાલુડા હતા. સુશીલા બાજુમાં જમીન પર સૂતી હતી. એમના ત્રણેના શરીર તે હાડપિંજર જેવા થઈ ગયા હતા. બંને બાળકે ઉઘાડા શરીરે ટૂંટિયું વાળીને સૂતા હતા. શિયાળાની કડકડતી ઠંડી અને પવન ફૂંકાઈ રહ્યો હતો, તેથી ત્રણેના શરીર ઠંડીથી થરથર ધ્રુજતા હતા. ત્યાં કેતુસેન ઝબકીને જાગ્યો ને બે બાબા...મને બહુ ભૂખ લાગી છે ને ખૂબ ઠંડી લાગી છે. તે મને તું કંઈક ખાવાનું આપ અને કંઈક ઓઢાડને. ત્યાં તે દેવસેન પણ બેઠો થઈ ગયે ને એ પણ રડવા લાગ્યા, ત્યારે સુશીલાએ પોતાના વહાલસોયા બાલુડાઓને પિતાને ફાટલો સાડલો ઓઢાડશે. ત્યાં બંને કહે છે બા....ખાવું છે. બેટા ! હજુ રાત બાકી છે. રાત્રે ન ખવાય. સૂઈ જાઓ મારા લાલ. હું તમને સવારે ખાવાનું આપીશ, ત્યારે દેવસેન અને કેતુસેન કહે છે બા! તું તે રોજ અમને સમજાવે છે. અમે બબ્બે દિવસના ભૂખ્યા છીએ. સુશીલા પિતે પિતાની સાડી બાળકોને ઓઢાડીને ટૂંટિયું વાળીને બેઠી છે. બાળકો રડે છે. આ દશ્ય જોઈને ભીમસેનનું હૈયું ચીરાઈ ગયું. અરેરે....મારી પત્ની અને બાળકોની આ દશા! હવે સુશીલા બાળકોને શું કહેશે તેને ભાવ અવસરે.