________________
૪૭૦
શારદા સિંહ સવાઈલાલના હાથ જરૂર અગ્નિ બાળશે ને મને મારો હાર મળી જશે. આમ વિચાર કરતા હતા ત્યાં રાજાને હુકમ થયો કે શાંતિલાલ! તમે પહેલા અગ્નિમાં તમારે હાથ ધરે એટલે તરત શાંતિલાલ ઉભા થયા. તેઓ પિતાની સાથે પાણીને ઘડે લાવ્યા હતા તેમાંથી થોડું પાણી લઈને પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને બેલ્યા કે હે અગ્નિદેવ ! જે મારે હાર મને સવાઈલાલે પાછો આપ્યો હોય ને મારી પાસે હોય તે મારા હાથ બાળજે. આમ કહીને અગ્નિમાં પોતાને હાથ નાંખ્યો, પણ હાથ બન્યા નહિ. એને જાણે ઠંડા પાણીમાં હાથ બળીને બેઠા હોય તેમ લાગ્યું, એટલે રાજા અને સભા ખુશ થયા. રાજાએ તેમને હાથ કાઢી લેવા માટે કહ્યું. શાંતિલાલે હાથ બહાર કાઢયા એટલે લોકેએ એમને જયજયકાર બેલાવ્યો ને શેઠને પણ આનંદ થયો.
સત્યને જય”:- હવે રાજાએ સવાઈલાલને અગ્નિમાં હાથ નાંખવાને હુકમ કર્યો. સૌને એમ હતું કે નક્કી સવાઈલાલના હાથ બળી જશે. સવાઈલાલ પણ પાણીને ઘડો ભરીને લાવ્યું હતું. એણે થોડું પાણી હાથમાં લઈને પિતાને ઘડે શાંતિલાલને પકડવા આપીને પોતે અગ્નિ પાસે ગયો ને બેલ્યો કે હે અગ્નિદેવ! જે મેં શાંતિલાલને હિરાને હાર હાથોહાથ ન આપે છે તે મારા હાથ બાળજે. એમ કહીને સવાઈલાલે
અગ્નિમાં હાથ નાંખ્યા પણ બિલકુલ બન્યા નહિ. પાંચ સાત મિનિટ બાદ રાજાએ હાથ કાઢી લેવા કહ્યું એટલે આનંદભેર પાછો ફર્યો. આથી શાંતિલાલનું મુખ કરમાઈ ગયું. રાજા અને સભાજને બધાને પણ આશ્ચર્ય થયું કે આ શું? શું આ બંને જણા નિર્દોષ છે? તે પછી હાર ગયે કયાં? આમ સૌ વિચારમાં હતા ત્યાં સવાઈલાલ પોતે નિર્દોષ ઠર્યો ને હાર પોતાને મળી ગયે એ આનંદના અતિરેકમાં ઝડપભેર શાંતિલાલના હાથમાંથી ઘડે લીધે પણ ઉતાવળથી લેવા જતાં એના હાથમાંથી છટકી ગયો ને નીચે પડી ગયે. માટીને ઘડો ફૂટતા શી વાર? હીરાને હાર પણ નીચે પડશે. આ જોઈને રાજા અને સભાજને બધા હાર જોઈને સવાઈલાલની કરામત સમજી ગયા. તમે બધા પણ સમજી ગયાને ? આ વાતમાં તે મારે તમને વધુ સમજાવવું પડે તેમ નથી. પાણીના ઘડામાં હીરાને હાર શાંતિલાલના હાથમાં આપીને કપટથી સવાઈલાલ દિવ્યમાં જીત્યે પણ અંતે પાપને ઘડે ફૂટ.
રાજા સવાઈલાલ ઉપર ખૂબ ક્રોધાયમાન થયા, અને તેને ખૂબ માર મરાવ્યું ને આકરી સજા કરી અને શાંતિલાલને હાર એમને આપી દીધે, તેથી એ પ્રસન્ન થયે. અંતે સત્યને ય થ ને પાપને પરાજય થયું. “પાપ છપા ના રહે, રહે તે મોટા ભાગ, દાબી દૂબી નવિ રહે, રૂઈ લપેટી આગ.” દુનિયામાં પાપને છૂપાવવા માણસ લાખ પ્રયત્ન કરે પણ પાપ કંઈ છૂપું રહી શકતું નથી. જુઓ, સવાઈલાલે પાપ કર્યું તે છાનું રહ્યું? એના પાપને ઘડે ભરાઈ ગયે તે ફૂટી ગયો. ત્યારથી આ કહેવત પડી છે કે “પાપને ઘડો ફૂટયા વિના ન રહે.” આવું સમજીને તમે પણ વિશ્વાસઘાત, અસત્ય, ચેરી વિગેરે પાપકર્મો કરતાં પાછા હઠજે.