________________
શારદા સિદ્ધિ
૪૯
ત્રણ ચાર મહિના વીતી ગયા પણ શાંતિલાલે હાર માટે બૂમ પાડી નહિ એટલે સવાઈલાલે માન્યુ કે હવે હાર આપણને પચી ગયો. એ તે શાંતિથી બેઠા હતા.
એક દિવસ શાંતિલાલના સબધીને ઘેર લગ્નના પ્રસગ આવ્યો એટલે લગ્નમાં પહેરવા માટે દાગીનાના દામડા ખાલ્યો તે મુખ્ય હાર નથી, તેથી એમના મનમાં થયુ` કે કદાચ સવાઈલાલને ઘેર રહી ગયો હશે. એની તપાસ તા મારે કરવી જોઈ એ. એટલે એ તે સવાઈલાલના ઘેર આવ્યાને હારની વાત કરી ત્યારે સવાઈલાલે કહ્યું કે મિત્ર! મેં તા તમને બધા જ દાગીના આપી દીધા છે. એ વાતને ત્રણ ચાર મહિના વીતી ગયા ને હવે મને ગળે પડો છે ? તે ભાંગ તે નથી પીધી ને? હાર શુ' ને વાત શી ? આ તા સાવ નામર્મ જ ગયો, ત્યારે શાંતિલાલે કહ્યુ મે* તા તે દાગીનાના દાબડો આપ્યો તે ખેાલીને જોયો ચે નથી. તારા વિશ્વાસે તું આપી ગયો તેમ મૂકી દીધા. આજે જરૂર પડી એટલે ખેાલ્યો ત્યારે હાર ન મળ્યો. હું તને કહેવા આવ્યો ત્યારે તુ' તે વાત જ ઉડાડી મૂકે છે. બંને વચ્ચે ખૂબ ખેલાચાલી થઈ. લોકે ભેગા થઈ ગયા ને અંતે આ ઝઘડા રાજદરબારમાં પહોંચ્યો.
“વિશ્વાસુમાંથી બનેલો વિશ્વાસઘાતી” :–બંને જણાં રાજા પાસે હાજર થયા. રાજાએ સવાઈલાલને પૂછ્યું કે તમે હાર લીધા હતા ? હા સાહેબ. તેા તમે પાછા કેમ નથી આપ્યો? ત્યારે સવાઈલાલે રૂઆબથી કહ્યું મહારાજા ! મે' તે એના બધા જ દાગીના હાર સહિત આપી દીધા છે. એના ઘરમાં જ હશે પણ નકામે એ મારી આબરૂનુ' લીલામ કરે છે ને મને હેરાન કરે છે, ત્યારે શાંતિલાલે કહ્યુ' સાહેબ ! મે તા એના ઉપર વિશ્વાસ રાખીને દાગીના આપ્યા અને વિશ્વાસ રાખીને આપ્યો તેવા દાખડા જોયા વગર તિજોરીમાં મૂકી દ્વીધેા. પણ આજે મારી પત્નીને લગ્નમાં પહેરવા માટે જોઈતા હતા તે ડખ્ખા કાઢયો તે તેમાં હાર ન જોયો. તેથી તેને ઘેર ગયો તે તેણે વાત અદ્ધર હવામાં જ ઉડાડી દીધી. ખરેખર એણે વિશ્વાસઘાત કર્યો છે. આપ મારા સવા લાખની કિંમતના હીરાના હાર પાછે અપાવેા, રાજાએ સવાઈલાલને ઘણુ સમજાવ્યો પણ એણે તે એક જ વાત કરી કે મેં હાર લીધા જ નથી. પછી કયાં વાત રહી?
"C
સત્યની પરીક્ષા કરવા દિવ્ય આપતા રાજા” :-છેવટે રાજાએ 'નેને દિવ્ય આપવાનુ નક્કી કર્યુ. દ્વિવ્ય એટલે તમે સમજો છે ને ? અગ્નિમાં હાથ રાખવાના. જે સાચા હોય તેને અગ્નિ ખાળી ન શકે, ગુનેગાર હાય તેના હાથ ખળી જાય. આ રીતે બનેને અગ્નિમાં હાથ રાખવાનું યિ નક્કી કર્યું. માટેના દિવસ, સમય નક્કી થઈ ગયા. એ દિવસે રાજાના દરબાર ચિક્કાર ભરાઈ ગયો હતા. તમાસાને કંઈ તેડુ' હાય ? બધા જોવા ભેગા થયા. શાંતિલાલ અને સવાઈલાલ અને આવી ગયા. રાજા પણ આવી ગયા. વચમાં અગ્નિની ભઠ્ઠી સળગાવવામાં આવી. શાંતિલાલને વિશ્વાસ હતો કે