________________
૪૬
શારદા સિહિત
જઈશ. આપે તે મને રાખીને મારા ઉપર ઉપકાર કર્યાં છે. હું. આપના ઉપકારના અદલો વાળી શકું તેમ નથી. હવે મારે જવું છે. મને મારા શસ્ત્રો, ઢાલ અને તલવાર પાછા આપા, એટલે હુ' અહીથી જાઉં. જુએ, માણસનુ' પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે તેની કેવી દશા થાય છે કે પોતે સાચા હોય તે પણ જૂઠા ઠરે છે ને પુણ્યવાન જુઠા હોય તે પણ સાચા ઠરે છે. અહી' પણ આવું જ બન્યું. ભીમસેને ધનસાર પાસે શો અને ઢાલ પાછા માંગ્યા. હવે ધનસાર પણ કેવા ફરી જશે ને શું ખનશે તેના ભાવ અવસરે,
5
சு વ્યાખ્યાન ન. ૪૫
ભાદરવા સુદ ૧૦ ને શનિવાર
તા. ૧-૯-૭૯
પરમ પથના પ્રણેતા, મેાક્ષ માગના નેતા, આગમના આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા એવા કેવળજ્ઞાની ભગવતા આપણને પડકાર કરીને જાગૃત થવા માટે કહે છે કે માનવજીવન એ આત્મસપત્તિ કમાઈ લેવાના અપૂર્વ અવસર છે. તે આ કમાણી કરવાના અપૂર્વ હાવા શા માટે ન લઈ લેવા ? સ'સારમાં માનવી દરેક કાર્ય કરતાં વિચારે છે કે આમાંથી મને લાભ મળશે ને ? દા. ત. બહેને કપડા ધાવા બેસે ત્યારે કપડાને સાબુ લગાડે, ધેાકા મારે પછી તે જોશે કે કપડુ' ઉજળું થયું કે નહિ ? જો ખરાખર ઉજળું ન લાગે તે એ ત્રણ વાર સાબુ લગાડે. જો કપડાની બાબતમાં આટલો લાભ દેખા છે તેા આત્માના સબંધમાં આવું લક્ષ્ય છે કે નહિ ? કપડા પર સાબુ લગાડયા, ધેાકા માર્યા છતાં જો તેમાં ઉજ્જવળતા ન દેખાય તે તે જરૂર વિચાર કરશે
આમ કેમ ? શું કપડુ' તેલિયુ' છે ? ઉજળુ` કેમ નથી થતુ' ? તે પછી આત્મા પર જે કના મેલના થર જામી ગયા છે તેને ઉજળા કરવા ઉત્તમ માનવભવમાં આત્મા તરફ કઈ ધ્યાન નહિ આપવાનું ? બહેનેા કપડા ધાવા માટે સાબુ, પાણી અને સમય બગાડે છતાં જો કપડા ઉજળા ન થાય તે અને તમે શું કહેશે। ? ફુવડ, તા પછી આ સુંદર જીવનમાં પુણ્ય અને પુરૂષા ખર્ચાતા જાય છતાં આત્મામાં જરા પણ ઉજજવળતા ન આવે તે જ્ઞાનીની દૃષ્ટિએ આપણે પણ ફુવડ જેવા જ ગણાઈ એ ને? અહી' કદાચ તમને પ્રશ્ન થાય કે આત્માની ઉજ્જવળતા કઈ? નિઃસ્વાર્થ ભાવે દુ:ખી થવાના દુઃખ દૂર કરવા, સર્વ જીવા પ્રત્યે યાભાવ કેળવવા, જગતના સર્વ જીવાને પેાતાના સમાન ગણવા, વિષયેા પ્રત્યે વિરાગભાવ કેળવવેા, સંસાર પ્રત્યેથી નિવેદ ભાવ લાવવા, અરિહંત પરમાત્મા પ્રત્યે અને એમની આજ્ઞા ઉપર અપર પાર પ્રેમ અને અતૂટ શ્રદ્ધા રાખવી અને છેવટે સ'સારના સર્વ મધના તેાડી સંયમ માગે પ્રયાણુ કરવું. જીવનમાં આટલું' કરવાથી આત્મા પર લાગેલા કના થર જરૂર પાતળા પડવાના