________________
૪૫૬
શારદા સિતિ કષ્ટ વેઠયું છે. વિરા! મારાથી છૂટા પડયા પછી તારું શું થયું તે મને કહે, ત્યારે વરધનુએ કહ્યું. મિત્ર! મારી રામકહાની ઘણી લાંબી છે. પહેલાં તારું શું થયું. તું અહી કેવી રીતે આવ્યું તે મને કહે, એટલે બ્રહ્મદત્તકુમારે અત્યાર સુધી આપણે જે વાત આવી તે બધે વૃત્તાંત વરધનુને કહી સંભળાવ્યું. હવે વરધનું પિતાની કહાની બ્રહ્મદત્તકુમારને કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજનો દિવસ આપણને એ સૂચન કરે છે કે હે જીવ! અનાદિકાળથી આઠ કમે તને હેરાન કરે છે. તેને તું તપ-ત્યાગ બ્રહ્મચર્ય પાલન, આદિ ધર્મક્રિયાઓ કરીને દુબળા કરી નાંખ. દુબળી આઠમ એટલે મનના પરિણામે દુબળા ન પડવા જોઈએ પણ કર્મો અને કષાયે દુબળા પાડવા જોઈએ. પર્યુષણ પૂરા થયા ને તપસ્વીઓના પારણુ થયા પણ હજુ ચાતુર્માસ પૂરું થયું નથી. હજુ મહાસતીજીઓના તપ ચાલે છે. બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૯ મે ને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને ૧૧ મે ઉપવાસ છે. તેમને હજુ આગળ વધવાના ભાવ છે. નવસારીમાં બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે. રવિવારે તેમને પારણાના ભાવ છે. આ રીતે તપશ્ચર્યા ચાલે છે, માટે સૌ આરાધના કરવા તત્પર બનજો. હવે થોડીવાર ચરિત્ર કહું છું.
છે. ચરિત્ર:- ભદ્રા શેઠાણીએ ભીમસેન, સુશીલા અને તેના બાળકને કાઢી મૂક્યા એટલે એ તે બિચારા નિરાધાર થઈને ચાલવા લાગ્યા. ગામના પાદરમાં જઈને હવે - કયાં જાઉં, શું કરવું તેની ચિંતામાં ભીમસેન ગમગીન બનીને બેઠો હતો. ત્યાં એક સજજન માણસે તેને ચિંતાનું કારણ પૂછ્યું. એ વાત જાણીને સજને કહ્યું. ભાઈ! તું પ્રતિષ્ઠાનપુરમાં જા. ત્યાંના રાજા અને તેમના જમાઈ ખૂબ દયાળુ અને પરોપકારી છે, માટે તું ત્યાં જા. જરૂર તારું દુઃખ દૂર થઈ જશે. આ વાત સાંભળીને ભીમસેનને ખૂબ આનંદ થયે. તેને ત્યાં જવાનું મન થઈ ગયું એટલે પિતાની પત્ની સુશીલા તથા કુમારી પાસે આવીને બધી વાત કરીને ભીમસેને સુશીલાને કહ્યું તું મને રાજીખુશીથી જવાની રજા આપ તે.
“જાઉ પઈઠણનગરમેં, લે પગાર દો તીન માસ,
પીછા જલદી ચલ આઉગા, કરજે યહીં નિવાસ.” હે પ્રિયા! હું પ્રતિષ્ઠાનપુરમાં જાઉં અને બે ત્રણ મહિના નેકરી કરી પગાર લઈને જલદી પાછા આવી જઈશ. ત્યાં સુધી તું અને બાળકો અહીં જ રહેજે, પણ સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો કારણ કે જે પતિને જવાની રજા આપે તે પિતાને પતિને વિગ સહન કરવો પડે અને અજાણ્યા નગરમાં રહી બાળકને ઉછેરવા કેવી રીતે? અને જે ના પાડે છે તે દુઃખ દૂર થાય તેમ નથી, એટલે એ તે જવાબ આપ્યા વિના મૌન બેસી રહી. પત્નીને મૌન જોઈને ભીસસેન એને સમજાવતા કહે