________________
શારદા સિદ્ધિ કરવા ઈચ્છું છું. તે આપ એને સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને રાજાએ પિતાની કન્યા કુમારને અર્પણ કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. કુમારે રાજાને ખૂબ પ્રેમભાવ જોઈને તેમની વાતને સ્વીકાર કર્યો, પછી એક શુભ દિવસે ને શુભ મુહૂતે તેમના લગ્ન કર્યા. બ્રહ્મદત્તકુમાર ત્યાં પિતાની પત્ની સાથે સુખ ભગવતે આનંદથી રહેવા લાગે, પણ એને એને મિત્ર વરધનુ ખૂબ યાદ આવવા લાગે કે અહે! હું તે રાજમહેલમાં સુખ ભેગવું છું ને મારો મિત્ર મારા માટે કેટલું કષ્ટ સહન કરે છે? હવે મારો મિત્ર મને ક્યારે મળશે? એમ મિત્રની ચિંતા કરતો દિવસ વીતાવે છે.
બ્રહ્મદરો રાજકુમારીને કરેલો પ્રશ્ન :–એક દિવસ કુમારે એની પત્નીને પૂછ્યું કે સુંદરી ! મારા જેવા રખડતા માણસ સાથે તારા પિતાએ તને કેમ પરણવી? રાજકુમારીએ કહ્યું નાથ ! સાંભળે. એક વખત ઘણું શત્રુઓ મારા પિતાજીની પાછળ પડયા હતા. તેઓ વારંવાર ખૂબ હેરાન કરતા, પછી તે એક વખત મારા પિતાજીનું રાજય પણ શત્રુઓએ લઈ લીધું ને મારા પિતાને ભાગી જવું પડેલું. પિતાના રાજ્યમાંથી ભાગીને તેમણે આ વિષમ સ્થળને આશ્રય લીધે. મારે ચાર ભાઈઓ છે. સૌથી નાની હું છું. મારી માતાનું નામ શ્રીમતી છે. મારું નામ શ્રીકાંતા છે. હું મારા પિતાને ખૂબ વહાલી હોવાથી યુવાન થઈ એટલે મને મારા પિતાજીએ કહ્યું-બેટાઆજે તે બધા રાજાઓ મારા દુશ્મન બની ગયા છે, છતાં હું તારા માટે યોગ્ય વરની શોધમાં છું. એટલામાં મારા ભાગ્યદયે મંત્રીજીએ આપને જોયા ને ત્યાર પછીની બધી વાત આપ જાણે છે. એ રીતે કુમારીએ કુમારને બધી વાત કરી એટલે એને ખૂબ આનંદ થયો.
આ બ્રહ્મદત્તના સસરા પાસે સૈન્ય ઘણું હતું એટલે તેઓ સન્ય સજજ કરીને પિતાના જમાઈ બ્રહ્મદત્તકુમારને સાથે લઈને શત્રુઓ સાથે સંગ્રામ કરવા માટે નીકળ્યા. બ્રહ્મદત્તકુમાર ભવિષ્યમાં ચકવતિ બનવાનું છે એટલે એનામાં પરાક્રમ તે હોય જ ને? કુમારે પોતાના પરાક્રમથી જેટલા પિતાના સસરાના શત્રુઓ હતા તેમને લડાઈમાં હરાવી દીધા, અને પિતાના સસરાને વિજયની વરમાળા પહેરાવી. સસરાને પિતાના જમાઈનું પરાક્રમ જોઈને ખૂબ આનંદ થયો ને બ્રહ્મદત્તકુમારને ખૂબ ધન્યવાદ આપ્યા. હવે બ્રહ્મદત્તકુમાર પાછો ફરતું હતું ત્યાં જંગલમાં બ્રહ્મદત્તકુમારે અચાનક પિતાના હાલસોયા મિત્ર વરધનુને આવડે છે. જેને માટે રાત દિવસ ચિંતા કરતે હવે એવા વરધનુને જોઈને બ્રહ્મદત્તકુમારના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠ્યા ને દેડતે એની સામે જઈને ભેટી પડે. વરધનું પણ પિતાના મિત્રને જોતાં પ્રશ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. બ્રહ્મદત્તનું હૈયું ભરાઈ આવ્યું. થેડી વાર તે બંને એકબીજાના સામું જોઈ રહ્યા. કેઈ કંઈ બેલી શકયું નહિ, મન હળવું થયા પછી બ્રહ્મદત્તકુમારે કહ્યું મિત્ર! તે તે મારા માટે તારી કાયા કુરબાન કરી છે. તે મારા માટે ઘણું