________________
૪૫૪
શારદા સિદ્ધ સામાન સાથે અહીં આવી છે. એનું નામ શણશાખા છે. આ અવાજ વિદ્યાધર કુમારિકાઓએ પહેરેલા કંકણને છે. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ ને દૂરથી મારી પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખજે. એ વિદ્યાધરની બહેન એના ભાઈને નહિ દેખે એટલે મારા ઉપર ક્રોધાયમાન થશે, છતાં હું એ જોઉં છું કે એને મારા ને તમારા ઉપર કે સદ્ભાવ છે. જે એને સદ્ભાવ હશે તે હું તમને લાલ કપડું બતાવીશ અને સદ્ભાવ નહિ હોય તે સફેદ કપડું બતાવીશ. સફેદ કપડું બતાવું તે તમે અહીંથી દૂર ચાલ્યા જજે. આમ નક્કી કરીને બ્રહ્મદત્તકુમાર ત્યાંથી ચાલ્યો ગયો ને એક ગુપ્ત સ્થળમાં રહીને શું બને છે તે જોવા લાગ્યો, પછી પેલા વિદ્યાધરની બહેન ઘણી વિદ્યાધર કન્યાઓ સાથે આવી પહોંચી ને પેલી કન્યાને ખૂબ ધમકાવવા લાગી કે મારે ભાઈ ક્યાં ગયા? ત્યારે કન્યાએ જે બન્યું હતું તે સત્ય વાત કહી દીધી, એટલે એ વિદ્યાધરી કોધથી લાલચોળ બની ગઈ. કન્યાએ જાણ્યું કે આ તે બરાબર વિફરી છે. હમણાં કુમારની તપાસ કરશે ને મારી નાંખશે, એટલે એણે સફેદ કપડું બતાવ્યું તેથી બ્રહ્મદત્તકુમાર ઝડપભેર ત્યાંથી ચાલ્યો ગયો.
કુમાર ચાલતે ચાલતે એક પહાડ ઉપર પહોંચ્યો. ખૂબ થાકી ગયો હોવાથી એક વૃક્ષ નીચે વિસામો ખાવા બેઠે. ત્યાં વિચાર કરવા લાગે, અહે, કર્મરાજા ! તારી લીલા તે કઈ ઓર છે. કયાં મારી માતા ને કયાં મારા પિતા ! કયાં રાજમહેલ અને કયાં મારો સુખદુઃખને ભાગી મિત્ર ! મારી જન્મદાતા માતા પણ મારી ન થઈ હરીફરીને મને મારા મિત્રો સાથે હતા તે પણ ચાલ્યો ગયો. એમ વિચાર કરતે થેડી વાર વિસામો લઈને પહાડ ઉપર એક સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને સરોવરના પશ્ચિમ કિનારા તરફ ગયે, ત્યાં તેણે રૂપ લાવણ્ય યુક્ત એવી એક કન્યા જોઈ એ જ પ્રમાણે
ત્યાં રહેલા મંત્રીએ પણ કુમારને જે, એટલે મંત્રીએ કુમારને બોલાવવા માટે એક દાસીને મોકલી. દાસીએ આવીને કુમારને મંત્રીને સંદેશો પાઠવ્યા. કુમારના મનમાં થયું કે અહી મને વળી કેણ બોલાવનાર નીકળે ? લાવ, ત્યારે હું ત્યાં જાઉં. એમ વિચાર કરીને કુમાર તે દાસીની સાથે મંત્રીના નિવાસસ્થાને ગયે. મંત્રીએ કુંવરનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું ને પિતાને ઘેર રાખ્યા. બીજે દિવસે મંત્રી પિતાની સાથે કુમારને રાજસભામાં લઈ ગયા. '
બ્રહ્મદર કુમારને સત્કાર કરતા રાજા” – રાજાએ કુમારને પરિચય પૂછે ને કુમાર કોણ છે તે બધી વાત જાણી લીધી, પછી એને એક સુંદર આસન ઉપર બેસાડે. સભાનું કાર્ય પૂરું થયા પછી રાજા કુમારને પોતાના મહેલે લઈ ગયા, અને અનેક પ્રકારની ભજન સામગ્રીથી કુમારનું સ્વાગત કર્યું. ભેજન કર્યા પછી રાજાએ કુમારને ખૂબ વિનયપૂર્વક કહ્યું, કુમાર!'હું તમારું સંપૂર્ણપણે સ્વાગત કરવા શક્તિમાન નથી છતાં મારી શક્તિ પ્રમાણે એક ભેટ આપીને આપનું સ્વાગત