________________
૪૫૦
શારદા સિદિ
કરી શકે છે.” ધન્ય છે આવા મહાત્માઓને કે જગતમાં જન્મીને જીવન જીવી ગયા ને એમનું નામ અમર અનાવી ગયા. પાપનું પ્રાયશ્ચિત કરી આત્માને વિશુદ્ધ બનાવવાના
આજના મૉંગલ દિન છે.
વિશ્વ આપણું છે ને આપણે વિશ્વના છીએ. એવુ' જીવન બનાવવા માટે આ સવત્સરી મહાપ ને સુવર્ણદિન છે. દુનિયા માત્રના દોષોને ભૂલી જઈને હૃદયથી ક્ષમાની આપ-લે કરી અને વિશ્વના પ્રાણીમાત્રને આપણા માની હૃદયમાંથી પ્રેમ, સ્નેહ અને બધુતાની સિરિતા વહાવવી એ જ સવત્સરી પર્વના ઉદ્દેશ છે. ક્ષમાપનાના જાદુ અલૌકિક છે. ક્ષમા રાખવાથી જીવને કેટલે બધા મહાન લાભ થાય છે.
क्रोधाग्ने रुप शामनाम्,
" यस्य क्षान्तिमयं शस्त्र नित्यमेव जयस्तस्य,
शत्रुणामुदव : ત ઃ ગ स शूर : साच्चिको विद्वान, स तपस्वी जीतेन्द्रिय:, येन क्षान्त्यादि खड्गेन क्रोध शत्रु निपातितः ॥ "
જેની પાસે ક્રોધ અગ્નિને શાંત કરનાર ક્ષમારૂપ શસ્ત્ર છે તેના સદા જય થાય છે. કારણ કે ત્યાં શત્રુના ઉદય હાતા નથી. જેણે ક્ષાત્યાદિ ખડ્ગ દ્વારા ક્રોધાદિ શત્રુઓને નષ્ટ કરી દીધા છે તે સાચા શૂરવીર છે, બળવાન છે, વિદ્વાન છે, તપસ્વી
ને જિતેન્દ્રિય છે. ક્ષમા ગુણમાં આવે મડ઼ાન લાભ છે. સાધુના દશ ધર્મોમાં સૌથી પ્રથમ ક્ષમા છે. ક્ષમાના પ્રભાવ પણ મહાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અયયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે હે ભગવંત! ક્ષમાપના કરવાથી જીવ શુ ફળ પ્રાપ્ત કરે છે? ત્યારે ભગવતે કહ્યુ કે હે ગૌતમ !
"खमविणयाए णं पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए य सव्वपाण भूयजीवसत्तेसु मत्तीभाव मुप्पाus, भित्तीभावमुवगण यावि जीवे भावविसोहि काउण निब्भए भवइ । ક્ષમાપના કરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્ત પ્રસન્ન બને એટલે ચિત્તમાંથી ઉદ્વેગ, ખેદ, વિષાદ ચાલ્યેા જાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણીમાત્રથી મૈત્રીભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભીય થાય છે, માટે આજે તમે બધા સર્વ જીવેાની સાથે ક્ષમાપના કરીને પવિત્ર ખનો. વૈરનુ વિસર્જન કરીને સ્નેહનુ‘ સર્જન કરવાની સોનેરી ઘડી છે. તમે આટલું સમજી લેજો કે “વરમાં વાંધા છે ને સ્નેહમાં સાંધે છે. વૈરમાં વિકૃતિ છે ને સ્નેહમાં સસ્કૃતિ છે, બૈરમાં વમળ છે ને સ્નેહમાં કમળ છે. વરમાં વકીલાત છે ને સ્નેહમાં કબુલાત છે. વૈરમાં વિલાપ છે ને સ્નેહમાં મિલાપ છે. વૈરમાં વિસર્જન છે ને સ્નેહમાં સર્જન છે.” માટે આજે તમે બધા અંતરના ખૂણેખૂણેથી ક્રોધાદિ કષાયાને કાઢીને ક્ષમાના પવિત્ર નીરમાં સ્નાન કરી પાપાનુ` પ્રક્ષાલન કરીને આત્માને પવિત્ર અને