________________
શારદા સિદ્ધિ
४२८ લાગે છે. મેનેજર કહે તને સારુ અંજન કર્યું એટલે તારા રોગ કંઈક શમ્યા તેથી સારું લાગે છે. તે હવે આ સરસ દૂધપાક છે તે લે અને તારા રામપાત્રને એંઠવાડ ફેકી દે. પિતાને અતિપ્રિય એંઠવાડ ફેંકી દેવાની વાત સાંભળતા તે ગભરાઈ ગયા. હાય! શું આ મારુ ફગાવી દેશે? મારું મને કેટલું બધું વહાલું છે! ઘણી મહેનતથી મેળવેલું છે એ શું ફેંકી દેવા લાયક છે?
મેનેજર વિચાર કરે છે કે અહો! આ બિચારાને એંઠવાડના અજીર્ણના રાગનું કેટલું જોર ! સામે વસ્તુ સારી જેવા છતાં મન શંકાશીલ રહે છે તે લાવ હવે જરા દિવ્ય પાણી પીવડાવું. એથી એના રોગની કંઈક શાંતિ થાય તે એને આ દૂધપાક પર વિશ્વાસ બેસે ને એંઠવાડની મમતા ઓછી થાય. મેનેજરે દિવ્ય પાણી મંગાવી ભિખારીને આપ્યું, પણ તે પીતો નથી. દયાળુ મેનેજરે પરાણે તેને પાણી પીવડાવી દીધું. દિવ્ય પાણી પેટમાં જતા ટાઢક વળી; રેગની ઉગ્રતા મળી પડી એટલે એને લાગ્યું કે આ માણસ સાથે છે. ખરેખર માર માલ રેગકારી અને આ ભાઈને માલ દૂધપાક, અંજન, દિવ્ય પાણી વિગેરે આરોગ્યકારક છે. મેનેજર કહે. લે, ત્યારે તારો આ ગભર્યો એંઠવાડ ફેકી દે. તારું પાત્ર ધોઈ નાખ ને આ દૂધપાક લઈ લે. બોલો, હવે ભિખારી શું કરશે ? દૂધપાક લેશે? ના. પિતાને વસ્તુની ખરાબી સમજાવા દે. છતાં એ છૂટતું નથી. એ તે શું વિચારે છે ? મારી ચીજ તે ઘણી મહેનતથી મેળવેલી, કેટલીય શેરીઓમાં રખડે, ઘર ઘર ભીખ માંગી, કંઈકના અપમાનતિરસ્કાર વેઠયા એમ કરતાં મારું આ પાત્ર ભરાયું છે તે શું હવે ફેંકી દેવાય? જે ફેંકી દઉં તે જ્યારે મને ભૂખ લાગે ત્યારે શું ખાઉં! ભૂખે જ મરવું પડે. કેટલી ઘેલછા છે ભિખારીની! સામે સારે સુંદર સ્વાદિષ્ટ દૂધપાક આપે છે તેની કિંમત નથી ને પિતાના કેટલાય દિવસોના ભેગા કરેલા ને સડી ઉઠેલા એંઠવાડિયા દાળભાતની કિંમત છે. દાળભાત ભેગા કરતાં ખૂબ મહેનત પડી છે માટે એની કિંમત આંકે છે ને દૂધપાક વગર મહેનતે મળે છે માટે એની કિંમત નથી. કેટલી મૂઢતા!
બસ, સંસારી જીની આવી દશા છે. ઈન્દ્રિયના વિષયે, ધન-માલ, પરિવાર જે કર્મબંધન કરાવે છે તેમજ રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લોભ વિગેરે રોગોને ઉભા કરે છે તેથી એ એંઠવાડ સમાન છે. મહેનત કરીને મેળવેલ ધન, માલ મહત્વના લાગે છે ને આપની સામે ગુરૂઓ મફતમાં ધર્મ બતાવે છે કે જે ધર્મ આત્માનું ઉત્થાન કરાવે છે તેને ભાવ રોગને દૂર કરે છે એવા ધર્મની કિંમત નથી સમજાતી. વિષયમાં ગ્રુધ બનેલો જીવ એમ કહે છે આ લક્ષ્મી, માલ મિલ્કત બહુ મહેનતે મળ્યા છે માટે એને ન છેડાય પણ એને ભાન નથી કે પેલા ભિખારીની જેમ આ જીવને ભવાટવીમાં વિષયની ભીખ માંગતા ભટકતા ભટક્તા મહામહેનતે જિનશાસન મળ્યું છે તે તેની કિમત ખરી કે નહિ? પૂર્વભવોની કેટલીય આરાધનાથી આ જિનશાસન જોવા મળ્યું છે તે હવે વિષયમાં ગૃદ્ધ બનવું શેભે ?