________________
શારદા સિદ્ધિ
४२७ વિષેના કારણે અહીં આ જન્મમાં પણ ચિંતા, શોક, સંતાપ, વ્યાધિ, ઉપાધિ, આદિ કેટલાય દુઃખ પેદા થાય છે ને પરલોકમાં અહી એનાથી (વિષયેથી) બંધાયેલા કર્મો દુઃખી કરે છે. તેમજ વિષયે રાગ-દ્વેષ, આસક્તિ, તિરસ્કાર, ક્રોધ, માન આદિ કષાયે રૂપી રોગો ઊભા કરે છે. આ જીવરૂપી ભિખારી વિષયેના એંઠવાડ ભેગવી કર્મસંચયના અજીર્ણ અને રાગાદિ રોગવાળો બન્યો છે.
પુણ્યદયે મળેલું જિનશાસનરૂપી રાજ્ય : આ જીવરૂપી ભિખારી સંસારની શેરીઓમાં ભટકતે ભટક્ત મહાન પુણ્યદયે જિનશાસનરૂપી રાજ્યમાં આવી ચઢ છે. આ જિનશાસનરૂપી રાજ્યના સમ્રાટ મહારાજા અરિહંત ભગવાન છે. જીવના કર્મોમાં કંઈક ગાબડું પડયું એટલે જિનશાસનરૂપી રજવાડામાં પ્રવેશ મળે. જંગલમાં ભટકતા મુસાફરે જેણે કઈ દિવસ રાજ્યની શોભા જોઈ ન હોય એને પ્રસંગોપાત જેવા મળે તે કેટલો આનંદ થાય ? આચારાંગસૂત્રમાં ભગવાને કાચબાને ન્યાય આપે છે. શેવાળથી આચ્છાદિત જળમાં એક દિવસ જોરદાર પવન આવતા શેવાળનું પડ ખસ્યું તેથી કાચબો બહાર આવ્યું, ત્યારે શરદૂ પૂર્ણિમાને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હતું. તે સુંદર દશ્ય જોતા એને અપૂર્વ આનંદ આવ્યો, કે અહે ! આ તે ક્યારેય મેં નહિ જોયેલું અનુપમ, આહાદક, રમણીય દશ્ય છે. તે રીતે જીવરૂપી ભિખારીએ જિનશાસનરૂપી રાજ્યની શોભા જોઈ. એના મનમાં થયું કે અહ! આ તે મેં પહેલા કયારેય જોયું નથી. કેવું સુંદર ! જેમ રજવાડામાં પ્રધાને હેય, દિવાને હેય, રત્નેને ખજાને હોય તેમ આ રાજ્યમાં જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી રન્નેના ગંજ છે. મહાન ગણધરે, આચાર્યોરૂપી પ્રધાન છે. મુનિઓ રૂપી ભડવીર સુભટ છે. સિદ્ધાંતને એમાં કિંમતી ખજાને છે. ઉપાશ્રયો એમાં મહેલાતે છે. ચારિત્રરૂપી અદ્ભૂત ઔષધિ છે જે રાગાદિ સર્વ રોગને નિવારી અદૂભૂત તાજગી આપે છે. આ જિનશાસનરૂપી રાજ્યની શેભા કેઈ અલૌકિક છે. તમને એમાં પ્રવેશ મળી ગયે તે તેને આનંદ છે કે નહિ? તમને એમ થાય છે કે અહો ! એક વખતને હું સંસારરૂપી શેરીઓના વિષયના એંઠવાડને ભિખારી, અને મને શું આ જિનશાસનમાં પ્રવેશ મળી ગયો !
બંધુઓ ! આપ દુનિયામાં દષ્ટિ કરે તે આપને જણાશે કે જિનશાસન કેટલાને મળ્યું છે. તેની સંખ્યા બહુ અલ્પ છે. એ તમને અનાયાસે મળી ગયું છે. એટલે જિનશાસન શેધવાને પરિશ્રમ નથી કર્યો પરંતુ જૈનકુળમાં જન્મવા માત્રથી તમને એ મળી ગયું છે. તે એને આનંદ કે હેય! જિનશાસનરૂપી નિધાન મળ્યા પછી એ આત્માને દુન્યવી અગવડમાં દુઃખ બહુ ન લાગે પણ નહિવત્ લાગે. ચૂંટણીના પ્રસંગમાં લાખો, કરે રૂપિયા ખર્ચાઈ ગયા ને પછી પ્રધાનની સીટ મળી તે એને આનંદ એટલો બધે હોય છે કે લાખે, કરોડો રૂપિયાને ધુમાડે કર્યો તેનું દુઃખ નથી લાગતું, કારણ કે એ સમજે છે કે પ્રધાન બન્યા પછી લાખોના લાખો રૂપિયા