________________
શારદા સિદ્ધિ
ક્ષમા
ક્ષમા નહિ આપું. આપણે કોઈની પાસે ક્ષમા માંગીએ પણ જે સામી વ્યક્તિ ન આપે તે। એ શા માટે ક્ષમા નથી આપતા તે જાણવુ' ને પછી તે કારણ દૂર કરી તે આત્માને સતાષ થાય તે રીતે ક્ષમા માંગીએ છતાં પણ એ ક્ષમા ન આપે તે એના ભાવે પણ આપણે તે ક્ષમા માંગી લેવી જોઈએ. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને પૂછયુ કે ભાઈ ! હું... શું કરુ' તા તું મને ક્ષમા આપે? ત્યારે કહે છે કે તમે મારી દાસીને લઈ લીધી છે તે મને પાછી આપી દે તા હું તમને ક્ષમા આપીશ. જેને સાચી ક્ષમાપના કરવી હતી તેવા ઉદાયન રાજાએ જે દાસી માટે ભયકર યુદ્ધ કર્યુ હતુ. ને ચડપ્રદ્યોતને પકડી લીધેા હતા, જે પેાતાના કટ્ટો દુશ્મન હતા તેને એની દાસી પાછી આપી દીધી, અને ચ'ડપ્રદ્યોત પાસેથી ક્ષમા લીધી. આ આત્માઓને મન ક્ષમાપનાનું કેટલુ' મહત્ત્વ હશે ? તેના વિચાર કરે, અને આવી ક્ષમાપના કરતા શીખો. આજે રાજા મહારાજા જેવી લડાઈ અને વૈર ન હોય, સામાન્ય એલાચાલીથી મનદુઃખ થયેલુ હાય છે છતાં મનની મડાગાંઠ છૂટતી નથી. તે છોડી દેવી જોઈએ. કઈક પવિત્ર આત્માએ આ પવિત્ર પર્વની પ્રેરણા લઈને મનની મડાગાંઠને છોડી દે છે. એક નાનકડું દૃષ્ટાંત આપું. સાંભળે.
re
એક ગામમાં દિનેશ અને મિનેશ નામના બે મિત્રા રહેતા હતા. બ'ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. અને એક સાથે અભ્યાસ કરતા. હરવા ફરવા ગમે ત્યાં જાય તે પણ તેઓ સાથે ને સાથે રહેતા હતા. બંનેને એકબીજા વિના ચાલતું ન હતુ. એવી ગાઢ મિત્રતા હતી. આમ કરતા પરીક્ષાના દિવસેા નજીક આવ્યા એટલે ખ'ને જણા એકબીજાને ઘેર વારાફરતી વાંચવા માટે જતા હતા. આમ કરતા પરીક્ષાના દિવસ આવી ગયા. અને જણા પરીક્ષા આપવા માટે ગયા. પરીક્ષામાં ગણિતનુ' પેપર આવ્યુ. દિનેશ ગણિતના વિષયમાં કાચા હતા ને મિનેશ ખૂબ હાંશિયાર હતા. બ'નેના બેસવાના નબર સાથે હતા. દિનેશે મિનેશને ઈશારા કરીને કહ્યું કે તું મને આ દાખલાના જવામ લખી આપ, મને આવડતા નથી.
મિનેશ બહુ સત્યવાદી અને સુશીલ હતા. પરીક્ષામાં ચારી કરવી અને કરાવવી એમાં બહુ પાપ માનતા હતા. ચારી કરીને કે કોઈને જવાબ કહી દઈને પાસ કરાવવામાં એ આનંદ માનતે નિહ. એ એમ માનતા હતા કે ચારી કરીને પાસ થવું એમાં આન હશેને ? પેાતાની મહેનતથી ભણીને પાસ થવાય એમાં જ સાચા આનંદ છે તેથી એણે તરત જ દિનેશને દાખલાના જવાબ લખી આપવાની ના પાડી, એટલે દિનેશને ખૂબ દુ:ખ થયુ કે અહા! અમારા અને વચ્ચે કેટલો પ્રેમ છે! અમે ખ'ને જીગરજાન મિત્રો છીએ છતાં એણે મને આટલી મદદ ન કરી ? દુઃખમાં સહાય કરે એને મિત્ર કહેવાય. મિનેશે મારા માટે એટલે વિચાર પણ ન કર્યાં કે દિનેશ એક પેપર માટે નાપાસ થશે તેા ?