________________
શારદા સિદ્ધિ
૪૩૭ થયું છે કે એને ખમાવે છે? પંચેન્દ્રિયમાં મનુષ્ય આવી ગયા પણ ચૌદ લાખ મનુષ્યમાં તમારે બધાની સાથે વૈર થયું છે? એ કે તમે એક પરંપરાગત વ્યવહારથી ખમાવ્યા પણ જેની સાથે તમારે મનદુઃખ થયું છે, વૈર થયું છે તેની સાથે તમે ક્ષમાપના કરે તે સાચી ક્ષમાપના કરી કહેવાય ને બધા જ સાથે તમારે મૈત્રીભાવ જામે, બાકી તે આવી ક્ષમાપના વર્ષો સુધી કરતા રહેશે તે પણ મૈત્રીભાવ સંધાવાને નથી. આ દવા પીધી છે ત્યારે જ પ્રમાણુ કહેવાય કે જ્યારે દર્દીનું દર્દ દફનાઈ જાય. સાચા વૈદ ત્યારે જ મળ્યા કહેવાય કે જ્યારે દેહની વેદના વિદાય થઈ જાય, એવી રીતે ક્ષમાયાચના સાચી ત્યારે જ કહેવાય કે જ્યારે આત્મામાંથી કષાયને ક્ષાર ક્ષીણ થઈ જાય. દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય. બાકી તે ઉપરથી ક્ષમાપના કરી છે. આપણું પરમપિતા ભગવાન મહાવીર સ્વામીને દીક્ષા લીધા પછી દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સબંધી કેવા કેવા કઠેર ઉપસર્ગો અને ઉપદ્રો સહન કરવા પડયા છતાં કોઈ જીવો ઉપર કોધ કે દ્વેષ કર્યો છે? “ના”. મારનાર ઉપર પણ ક્ષમાનું અમૃત વરસાવ્યું ને પૂજનાર ઉપર પણ રાગ ન કર્યો. અઘાર કષ્ટો આપનારને, પણ ક્ષમા આપી. આટલું કષ્ટ સહન કર્યું ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ને પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી, અને જગતના જીવને ક્ષમા આદિ ધર્મોનું પાલન કરીને મોક્ષમાં જવાને માર્ગ બતાવ્યો. આપણે આવા ભગવાનના સંતાન છીએ. તે આપણા જીવનમાં એવી ક્ષમા આવવી જોઈએ ને? એવી ક્ષમા આવે તે જ આપણું આ અનંત કાળના જન્મ-મરણના ફેરા ટળશે ને મોક્ષ મળશે.
આત્માને જાગૃતિ આપતું પર્વ” –બંધુઓ ! આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસે માનવજીવનને પવિત્ર અને ધન્ય બનાવનાર છે, માટે આ દિવસે માં આપણે ખૂબ જાગ્રત બનીને ધર્મારાધના કરી લેવી જોઈએ. માનવજીવન એ ધર્મની આરાધના કરવા માટેની સીઝન છે. જેમ વહેપારની સીઝનમાં વહેપારીઓને વહેપાર કરવાને ખૂબ રસ હોય છે તેથી તેઓ ભૂખ-તરસ-ઊંઘ વિગેરેને દૂર કરીને અપ્રમત્તભાવે કામ કરીને નાણાં કમાઈ લે છે, તેમ સર્વ મનુષ્યએ પણ પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં ખાવું, પીવું, હરવું, ફરવું બધું છોડીને દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સંયમ, જ્ઞાન, ક્ષમા આદિ ધર્મોની અપ્રમત્ત બનીને આરાધના કરી લેવી જોઈએ. જેઓ રેજ ધર્મની આરાધના કરતા નથી એવા મનુષ્ય પણ આ પર્વના દિવસોમાં ધર્મારાધના કરવા સહેજે ઉત્સુક બને છે. પર્વના દિવસોમાં વાતાવરણ, વાતચીતે, ધર્મ કરવા માટે ઉત્સાહ વધારે તેવા હોય છે, તેથી આ પર્વના દિવસોમાં સમ્યગ જ્ઞાન તથા સમ્યગ ચારિત્ર ધર્મની આરાધના કરીને પોતાના પાપરૂપી મળને ધોઈને જીવનને નિર્મળ અને નિષ્પાપ બનાવે છે.
સંવતસરીના દિવસે શું કરશો”? –પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં