________________
શારદા સિદ્ધિ | દર વર્ષે પર્યુષણ પર્વ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે ને પ્રેમને પયગામ અને અવેરની આહુલેક પુકારી જાય છે છતાં આત્મા ઉપર એની અસર કેમ દેખાતી નથી. આનું કારણ શું? કઈ માણસને રેગ થાય છે ત્યારે તે ડેકટર કે વૈદ પાસે દવા લેવા માટે જાય છે. ઘણે વખત સુધી દવા લેવા છતાં જે દર્દ મટે નહિ તે તમે શું શું કહેશો? “દવા લીધી છતાં દર્દ મટયું નહિ, વૈદ મળ્યા છતાં વેદના ગઈ નહિ, તેમ અહીં પણ વર્ષોથી પર્યુષણ પર્વની ઉજવણી કરી, સંવત્સરીના દિવસે મોટા અવાજે મિચ્છામિ દુક્કડ દીધા ને પ્રાણીમાત્રની સાથે ક્ષમાપના કરી છતાં હતા તેવા ને તેવા જ રહ્યા તે મારે શું કહેવું? “ક્ષમા માગી છતાં ક્ષાર ગયે નહિ” આને અર્થ તે એ જ થયો ને કે કાંતે દવા લીધી નથી, કાં તે દવા લીધી છે તે દવા એ દવા નથી પણ દવાના નામે દગો છે. તેવી રીતે ક્ષમા માંગી છતાં ક્ષાર રહી ગયે તે માનવું પડશે કે આપણે ક્ષમા હયાથી નહિ પણ હોઠેથી માંગી છે. હૈયાથી માંગેલી ક્ષમા એ અમૃત સમાન છે, પણ આજે તે એવી દશા છે કે માણસ ક્ષમા માંગે છે પણ પાછો સામાની ક્ષતિઓ-ભૂલે જોયા કરે છે અને એ ક્ષતિઓને જોઈને સામી વ્યક્તિ ઉપર ક્ષાર રાખ્યા કરે છે. આ છે આજના જીવોની દશા, તેથી કહ્યું છે - અમૃત પીધું પણ અમર થયે નહિ, પીવાની રીત ના જાણી,
કાં તો અમૃત ઘટમાં ગયું નહિ, કાં તેં પીધું પાણી.
અહીં ક્ષમાને અમૃત સમાન ગણી છે. હે જીવ! તે ક્ષમા માંગી છતાં તારા અંતરમાંથી ક્ષાર એટલે રાગ-દ્વેષ, કષાય વિગેરે જતા ન હોય તે સમજી લેજો કે હજી સાચી ક્ષમાપના કરી નથી. સર્વ જેની સાથે ક્ષમાપના કરીને મૈત્રી સાધવાને અવસર મળે છતાં હૈયામાં ક્રોધની હળી શમી નથી. વાત્સલ્યની આવી કેટલીય વસંતે આવી ને ગઈ છતાં આપણે જીવનબાગ હરિયાળો બનેલો દેખાતું નથી. તે સમજી લેજે કે આપણને આવો ક્ષમાપના કરવાને અવસર મળ્યો તેટલું સદભાગ્ય છે પણ ક્ષમાપના કરવાની સાચી રીતને સમજ્યા નથી એટલું દુર્ભાગ્ય છે. તમે માનતા છે કે મેં મિચ્છામિ દુકકડ દીધા એટલે મારે બધા જ સાથે મત્રી થઈ ગઈ પણ એ તમારી માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે તમે તેની સાથે મિચ્છામિ દુક્કડં કરે છે? કોને ખમા છે? બપોરે તમે આલોચના કરશે ને સાંજે પ્રતિક્રમણ કરશે ત્યારે તમે મોટા અવાજે બોલશે કે સાતલાખ પૃથ્વીકાય આદિ રાશી લાખ જવાનીના જમાં કઈ પણ જીવની મારાથી વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુકડ. હવે તમે જ કહે કે તમે પૃથ્વીકાય આદિ એકન્દ્રિયના તેમ જ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવેમાં નારકી, દેવે, ગાય, ભેસ આદિ તિયની સાથે લડવા કે ઝઘડવા ગયા છે? એમની સાથે મન દુઃખ