________________
૪૩૪
શારદા સિતિ ગુરૂ ચરણમાં જઈને આલોચના કરી લીધી. અહીં વિચારવાનું એ છે કે છત્મસ્થ અવસ્થામાં આત્મા કયારેક ભૂલ કરી બેસે પણ ભૂલને ભૂલ માનીને તરત ગુરૂ ચરણમાં જઈને આલોચના કરી લેવી જોઈએ. કયારે પણ પાપ છૂપાવવા નહિ. આત્માએ એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. પાપ છેડવામાં કયારે પણ અકડાઈ રાખવી નહિ. થયેલા પાપને નિકાલ કરવા આળસ છોડીને ઝટ ગુરૂના શરણે પહોંચી જવાનું, અને હું ગુરૂ પાસે કેમ કહું એવી અકડાઈ દૂર કરી નિર્દોષ ભાવે કહી દઈ પ્રાયશ્ચિત લેવાનું. આલોચના અને પ્રાયશ્ચિતની વિધિ તે મહાન જબરદસ્ત રસાયણ છે. એનાથી પાપને તે ક્ષય થાય અને તે ઉપરાંત શુભ અધ્યવસાયના કારણે બીજા કંઈક અશુભ કર્મો ક્ષીણ થાય છે ને અશુભ કર્મો ક્ષીણ થવાથી આત્મહિતની મહાન કમાણી થાય છે.
આપણે લાખ રૂપિયાનું ખાઈ એ છીએ, પહેરીએ છીએ ને ભોગવીએ છીએ પરંતુ એના પર કરેડ, અબજો રૂપિયાથી પણ અધિક આત્મહિતની કમાણી કરવાની ચીવટ અને એકસાઈ રાખીએ છીએ ખરા? આત્મહિતની કમાણીમાં પ્રથમ તે એ આવે કે બધી સુખ સગવડ પર હૈયામાં વૈરાગ્ય ઝળહળતું રહે. તેના મનમાં એમ થાય કે મને તે શું મળ્યું છે? આના કરતાં લાખ કરોડગણું વધારે ભરત ચક્રવર્તિને મળ્યું હતું છતાં એ એને તુચ્છ ગણુતા, એ સુખસગવડે આત્મહિતના ઘાતક અને મારક દેખાતા. તે જ અરિસાભવનમાં સમય આવતાં એક મિનિટમાં એને મોહ ઉતારી વીતરાગી બનીને કેવળજ્ઞાન પામી ગયા. ભરત ચક્રવર્તિએ જડ દષ્ટિના હિસાબે એક ૬ મિનિટમાં પડતા મૂકયા અને આત્મભાવની વિચારધારાએ ચઢી એક મિનિટમાં શું કેવળજ્ઞાન પામે એમ બની શકે ? તે પછી ભલેને આપણે જીવનભર જડ દષ્ટિએ ગાડું હુંકા રાખી અંતકાળે એક મિનિટમાં આત્મદષ્ટિએ હિસાબ માંડીને ન્યાલ થઈ શકીએ ને? ના...ના...ખેને જોજો એવું સમજતા. ભરત ચક્રવતિ એમ ન્યાલ થઈ ગયા નથી. એ તે એમણે તેમના પિતા રાષભદેવ ભગવાનના ઉચ્ચ વૈરાગ્યમય જીવનને જોયું પછી ભગવાનનું કઠોર સંયમી જીવન જોઈ તથા ભગવાન તીર્થકર બન્યા પછી એમને ઉપદેશ સાંભળી એમાંથી વૈરાગ્યની પ્રેરણું લેતા રહ્યા હતા અને વર્ષોના વર્ષો જડ દૃષ્ટિની વચ્ચે આત્મદષ્ટિના હિસાબ માંડી વેરાગ્યભાવને વિશેષ વિશેષ ઝગમગાવતા રહ્યા હતા. એનું ફળ અરિસા ભુવનમાં જડ દષ્ટિમાંથી એક મિનિટમાં આત્મદષ્ટિના હિસાબમાં ચઢી જતા કેવળજ્ઞાન પામ્યા. આપણે પણ જેમ જેમ જડ દષ્ટિના હિસાબ ઓછા કરી આત્મદષ્ટિના હિસાબમાં આગળ વધશું તેમ આત્મગુણેની વધુ ખીલવટ કરી શકશું. આ કરવા માટે આ માનવજીવન એ સુંદર અમૂલ્ય સમય છે. આત્મા પર ભવભવના કર્મો અને અનંત ભવની કુવાસનાઓના જંગી ભાર લદાયેલા છે. એને નિકાલ કરવાને આ ઉત્તમ માનવભવ છે. ધ્યાનમાં રાખજો કે અનેક યુગના અંધારપટ પછી પ્રાપ્ત થયેલ આ ટૂંકે પ્રકાશકાળ ભાવિદીર્ઘ અંધારિયા કાળને સર્જનાર ન બને,