________________
૪૪૧
શારદા સિદ્ધિ
બંધુઓ! સંવત્સરી મહાપર્વને કે પ્રભાવ છે! કંઈક જ વીતરાગ પ્રભુને પ્રવચનની પ્રભાવના લઈને ઘણાં વર્ષોના જૂના વૈરનું વિસર્જન કરીને જીવનમાં સનેહનું સર્જન કરે છે. ક્ષમાપના એટલે શું? “દુશ્મનાવટનું રાજીનામું, વૈરનું વિસર્જન, સ્નેહનું સર્જન, હૃદયની વિશાળતા અને વિશુદ્ધિને માપવાને માપદંડ.” બીજાએ કરેલા અપરાધ કે ભૂલને શુદ્ધ દિલથી માફ કરવી, માફી આપી દેવી અને પિતે કોઈને અપરાધ કર્યો હોય તે પિતે સામા પગલે જઈને પિતાની ભૂલને
એકરાર કરીને નમ્રભાવે તેને પ્રત્યેને દુર્ભાવ દૂર કરીને શુદ્ધ હૃદયથી ક્ષમાયાચના કરવી, તેનું નામ છે સાચી ક્ષમાપના. ધર્મિષ્ઠ મનુષ્યથી હૃદયમાં વૈરની ગાંઠ ન રખાય. શત્રુ સાથે શત્રુતા હોય તે છેડી દેવી જોઈએ. સાચે જૈન એમ માને કે આ જગતમાં મારે કઈ દુશ્મન જે હોય તે તે મારા અશુભ કર્મો છે, અને એ જ મારું બગાડે છે. બીજા તે તેમાં નિમિત્ત માત્ર છે.
એક વખત સાચા હૃદયથી ક્ષમાનું આદાન પ્રદાન કરી લીધા પછી ફરીને એ કઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે એ વાત સામી વ્યક્તિને આપણાથી યાદ ન કરાવાય. દોષિત વ્યક્તિના જે દેને (ભૂલોને આપણે માફ કરી દીધા પછી તેને તેના અપરાધે ફરી યાદ ન કરાવાય. તેની ભૂલને સાવ ભૂલી જ જવાની. સામી વ્યક્તિ , દેષિત હતી તે વાત ભૂલી જ જવાની, અને તેની સાથે સદ્વ્યવહાર રાખવાને. પર્યુષણ પર્વ એટલે વૈરનું વમન કરવાનું પર્વ. વૈરનું વમન કર્યા વિના વીતરાગ વચન હદયમાં નહિ ઉતરે અને વીતરાગ શાસનની સમ્યમ્ સેવા અને આરાધના નહિ થાય. વૈરની મડાગાંઠ છૂટ્યા વિના ગાઢ બંધને નહિ છૂટે. અંતરમાં વેરભાવને રાખી મૂકવું તે મહાપાપ છે. આ મહાપાપથી પાછા ફર્યા વિના આપણા ભવના ફેરા નહિ ટળે. આપણા પર્વાધિરાજ પર્યુષણ પર્વ સંસારના જીવોને ક્ષમાધર્મના ગીત ગાવાની હાકલ કરે છે, અને શત્રુને નહિ પણ શત્રુમાં રહેલી શત્રુતાને પ્રેમની તાતી તલવારથી તેડી નાંખવાનું એલાન કરે છે કે પ્રેમનું પાણી પીવડાવે, ક્ષમાનું શરબત ધરે, પ્રીતિના પુષ્પથી વધાવો પછી જેઈ લો. શત્રુ તમારા ચરણોમાં આળેટશે, શત્રુતા કબરમાં દટાઈ જશે ને મિત્રતાની મહેબત સધાઈ જશે. તેનાથી એ મહાન લાભ થશે કે તમારે અનંત સંસાર કપાઈ જશે.
બંધુઓ ! ખાટલાના પાયા ચાર હોય છે તેમ આ સંસારના પાયા પણ ચાર છે. ક્રોધ, માન, માયા અને લોભ. એ ચાર સંસારના મજબૂત પાયા છે. આ ચાર પાયા જેટલા મજબૂત તેટલો સંસાર પણ મજબૂત એમ સમજી લેજે. કોધને વશ થયેલા છ અનેક સાથે વૈરભાવ બાંધે છે. જે જીવનમાં ક્ષમાધર્મની પ્રાપ્તિ થઈ જાય તે વૈરભાવને નાશ થયા વિના રહે નહિ. આપણા જૈન ધર્મમાં તે ક્ષમાવત મહાન પુરૂષના અનેક દષ્ટાંતે છે, પણ ઈતર ધર્મોમાં પણ ક્ષમાનું મહત્વ બતાવતાં ઉદાહરણ શા. ૧૬