________________
શારદા શિહિ આ પ્રસંગ બને ત્યારથી દિનેશ અને મિનેશ વચ્ચે અબેલા થઈ ગયા. બંને વચ્ચેથી મિત્રતાને તાર તૂટી ગયે. જેઓ જિગરજાન મિત્રો હતા, જેમને એકબીજાને મળ્યા વગર ચાલતું નહિ એવા દિનેશ અને મિનેશ બંને દેસ્ત મટીને એકબીજાને દુશ્મન જેવા બની ગયા. એકબીજા સામા મળે તે પણ આવું જોઈને ચાલ્યા જતા, પણ એકબીજાની સાથે બેલતા ચાલતા નથી. સ્કૂલના છોકરાઓના મનમાં થયું કે આ તે બંને જિગરજાન દેતે હતા ને આ શું થઈ ગયું? કેમ એકબીજા સાથે બોલતા નથી? ઘણું દિનેશ–મિનેશને પૂછવા લાગ્યા પણ અંતરની સાચી વાત કોઈને કહેતા નથી. એટલી એમનામાં ખાનદાની હતી. સમય જતાં માસું આવ્યું. આ વખતે ગામમાં કઈ જ્ઞાની સંતનું ચાતુર્માસ હતું. બંને મિત્રો જૈનના દીકરા હતા એટલે ઉપાશ્રયે જતા આવતા હતા. આમ કરતાં આવા પર્યુષણ પર્વના પવિત્ર દિવસે આવ્યા.
સંતની ચિઠ્ઠી રૂપી પ્રભાવનાએ છોડાવેલા વર”:-પર્યુષણના દિવસોમાં દિનેશ અને મિનેશ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. વ્યાખ્યાન બાદ દરરોજ પ્રભાવનાઓ થતી હતી. સંવત્સરીના દિવસે સંત કહે કે આજે આલોચના કરી છે માટે અમારી પ્રભાવના લેતા જાવ. અમારી પ્રભાવના તમારા જેવી નથી હોં. અમારી પ્રભાવનામાં ચિઠ્ઠી રાખી છે. એ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે નિયમ તમારે લેવાને. મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું એટલે બધાએ આ ચિઠ્ઠીની પ્રભાવના લીધી. પ્રભાવનાની ચિઠ્ઠીમાં
કોઈને ઉપવાસ, કેઈને આયંબીલ, એકાસણું, નવકારશી, માળા, નાટક સિનેમાને - ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન કરવું વિગેરે ઘણી જાતના નિયમે લખેલા હતા. એ સિવાય
અમુક ચિઠ્ઠીઓમાં એવું લખ્યું હતું કે “તમારે જેની સાથે વેર થયું હોય તેની સાથે સાચી ક્ષમાપના કરજે.” કુદરતે દિનેશ-મિનેશને આવા લખાણવાળી ચિઠ્ઠી આવી. હવે શું કરવું? ચિઠ્ઠીમાં જે લખ્યું હોય એ નિયમ તે લે જ પડે. બંને ધર્મિષ્ઠ છેકરા હતા. ચિઠ્ઠીને નિયમ હવામાં ઉડાડી દે તેવા ન હતા. દિનેશ ચિઠ્ઠી લઈને મિનેશ જ્યાં બેઠે હતું ત્યાં આ ને પ્રેમથી પૂછયું મિનેશ! તારે ચિઠ્ઠીમાં શું આવ્યું? મિનેશે પિતાની ચિઠ્ઠી બતાવી એટલે દિનેશે માન છેડીને મિનેશને કહ્યું ભાઈ! હું તારી પાસે ક્ષમા માંગું છું. તારી તે ભૂલ હતી જ નહિ. મારી જ ભૂલ હતી કે ચેરી કરીને પરીક્ષામાં પાસ ન થવાય છતાં મેં તારી પાસે જવાબ માંગ્યો, પણ તું ખરેખર સત્યવાદી રહ્યો ને મને પણ સત્યવાદી બનવાને આદર્શ શીખવાડ, છતાં મેં તારા ઉપર અત્યાર સુધી રેલ રાખે. પ્રાણ સમા મિત્રને શત્રુની દૃષ્ટિથી જે, માટે તું મને ક્ષમા આપ. મિનેશે કહ્યું ભાઈ! આપણે બંને ભૂલને પાત્ર છીએ. તું મારી સાથે ન બેલ્યો તે હું પણ તને બેલાવવા ન આવ્યું ને? એ મારી પણ ભૂલ છે. આપણે બંને પરસ્પર ક્ષમા માંગી લઈએ. એમ કહીને બંને એકબીજાને ભેટી પડયા અને બંનેના અંતરમાં પહેલાંની જેમ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેવા લાગ્યું. આ છે સંતની પ્રભાવનાને ને પર્યુષણ પર્વને પ્રભાવ.