________________
૪૩૮
શારદા સિદ્ધિ
શિરામણી છે. સ`સારમાં વિષય-કષાય, મેહ, પ્રમાદ, હિં'સા, અસત્ય આદિ પાપાને ભાર આત્મા ઉપર પડયા કરે છે. આ પાપકર્માંના ભાર હળવા બનાવવામાં પર્યુષણ પવની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજ પની આરાધના એ પવિત્રતા શીતળતા અને શુદ્ધિ માટેનુ' ગંગાસ્થાન છે. બાર બાર મહિનાથી વેર, રાગ, ઈર્ષ્યા, નિદા વિગેરેના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજમાં કરેલી આરાધના વિશુદ્ધ બનાવે છે. ક્ષમાપના એ પર્વાધિરાજના પ્રાણ છે. બાર મહિનામાં જે કોઈની સાથે કંઈ પણ મમતાના કારણે કદાગ્રહ, સ્વાર્થ, રાગ દ્વેષ, ઇત્યાદિના ચેાગે ખેલવા ચાલવામાં, લેવા મૂકવાના વ્યવહારમાં વરભાવ બધાઇ ગયેા હાય તે વર મનના મળ કે હૃદયના ભેદો ટાળી સાત પેઢીના દુશ્મને સાથે પણ હૃદયની સરળતાપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવા બનાવવા જોઈ એ. ક્ષમા માંગનાર મહાન છે અને અ'તરના વૈર દૂર કરી ક્ષમા આપનાર પણ મહાન છે. આ રીતે પરસ્પર ક્ષમાપના કરનાર જીવનની ક્ષણભંગુરતા, સ'પત્તિની ચંચળતા તથા સ`સાર સંબધાની અસારતાનુ જેને સતત ભાન છે એવા જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારની તૈયારીએ કરી રાખે છે, અને બાર મહિનાની પુણ્ય-પાપની પ્રવૃત્તિઓનુ· સરવૈયું કાઢીને પરસ્પર વૈર વિરાધની ક્ષમાપના કરીને માનવજીવનને ઉજ્જવળ બનાવે છે. ક્ષમા એ મેાક્ષનુ ભવ્ય દ્વાર છે, માટે આજના પવિત્ર દિવસે દરેક જીવાએ જેને જેની સાથે વરભાવ હોય, એકબીજા સાથે મનદુઃખ થયેલુ હોય તેણે દિલના દરવાજા ખોલીને અંતઃકરણ પૂર્વક ક્ષમાપના કરી લેવી જોઈએ. હૈયામાં વેરની આગ સળગતી હાય તે બૂઝાવીને સામી વ્યક્તિ સાથે ક્ષમા ન કરે ત્યાં સુધી તેની આરાધના આરાધક ભાવને પામતી નથી. પછી ભલે તે તપસ્વી, ત્યાગી, જ્ઞાની કે ધ્યાની હાય. ભગવાને જે ખમાવે તેને આરાધક અને ન ખમાવે તેને વિરાધક કહ્યા છે. જેમ કે ચંદનબાળા અને મૃગાવતીજી. જેવી રીતે મૃગાવીજીએ પોતાના ગુરૂણીજી ચંદનબાળાને ખમાવ્યા ને પેાતાની ભુલના પશ્ચાતાપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે ચંદનબાળાએ પણ ક્ષમાપના કરીને કેવળજ્ઞાન મેળવ્યું તેમ આપણે પણ પરસ્પર ખમતખામણા કરવા જોઈએ. જો એ પ્રમાણે એકબીજા સાથે ક્ષમાપના ન કરીએ તેા ભવની પર’પરા વધી જાય અને આત્માને ભવેાભવમાં મહાન દુઃખા લાગવવા પડે,
ઉઢાયન રાજાને ચ'ડપ્રદ્યોત રાજા સાથે ભ'કર યુદ્ધ થયુ'. એમાં ચ'ડપ્રદ્યોત રાજાને ઉદાયન રાજાએ જીતી લીધા. એમને પાંજરામાં પૂરી સાથે લઈને પેાતાના ગામ આવતા હતા ત્યાં વચમાં સંવત્સરીનો દિવસ આવી ગયા. માણુસ સ`વત્સરી પ્રતિક્રમણના અધિકારી કયારે બની શકે ? જેની સાથે વેર વિરાધ થયા હોય તેની સાથે ક્ષમાપના કરે ત્યારે. ઉદાયન રાજા પ્રતિક્રમણ કરતા પહેલાં ચ'ડપ્રદ્યોતની પાસે ક્ષમા માંગવા ગયા ને કહ્યું કે ભાઈ ! હું તારી પાસે ક્ષમા માંગું છું, ત્યારે ચંડપ્રદ્યોતે કહ્યુ કે હુ' તમને