________________
૪૪૫
શારદા સિદ્ધિ કઈ દુઃખી માણસ આવે ત્યારે એના દુઃખને જોઈને એમનું હદય ફૂલ કરતાં પણ અધિક કેમળ બનાવી દે છે, એટલે સંતેનું હદય કર્મો ક્ષય કરવાની અપેક્ષાએ વજીથી પણ કઠેર હોય છે ને દુઃખીઓના દુઃખ મટાડવામાં ફૂલથી પણ કમળ હોય છે આ વાત કોણ જાણી શકે છે? જે જ્ઞાની હોય તે જ જાણી શકે. અહીં પેલા માણસને રડતે ને સૂરતે જઈને ચારણ મુનિનું હદય કરૂણાથી પીગળી ગયું. એને પૂછ્યું ભાઈ! તું કોણ છે ને શા માટે રડે છે? તું કહે છે કે બચાવે બચાવે...તે શું કેઈ દુશ્મને તારી પાછળ પડયા છે? કોઈ ચોર લૂંટારુ તારી પાછળ પડયા છે? શેનાથી તારે બચવું છે? ત્યારે કહે છે ના. મહારાજ! મારી પાછળ કઈ દુશ્મન, શત્રુ કે ગુંડા પડયા નથી. એનાથી બચાવવાનું હું કહેતું નથી, પણ મને મારા પાપકર્મોથી બચાવે. મારા કરેલા પાપકર્મોની મારા હૃદયમાં ખૂબ બળતરા થાય છે. એ મારા પાપકર્મોથી મને બચાવવા માટે તમે જે કહેશે તે કરીશ. ભૂખ્યા રહેવાનું કહેશે તે ભૂખ્યા રહીશ. તમે કહેશે કે ધગધગતી શીલા ઉપર સૂઈ જા. તે હું એ કરવા તૈયાર છું, પણ મને પાપથી બચાવે. આટલું બોલતાં પેલો માણસ મુનિના ચરણમાં પડીને રોધાર આંસુએ રડવા લાગ્યું, ત્યારે મહારાજે કહ્યું ભાઈ! તેં શું પાપ કર્યું છે એ તે કહે.
“ અંતરથી પાપને પકાર કરતે લૂંટાર” - પેલો માણસ કહે છે મહારાજ ! મારા પાપની તે કોઈ સીમા જ નથી. હું જે તે નથી પણ એક ભયંકર લૂંટારો છું. મારું નામ સાંભળીને લોકે ધ્રુજી ઊઠે અને નાના બાળકે રડતા હોય તે મારું નામ સાંભળીને ચૂપ થઈ જાય છે. કોઈને એમ ખબર પડે કે આ લૂંટારો આવ્યો તે ગામ અને ઘર છોડીને ભાગી જાય છે. હું જેને ઘેર ધાડ પાડવા જાઉં એનું ધન તે લૂંટી લઉં. એને બધી રીતે સાફ કરી નાંખું ને ઉપરથી તલવારના એક ઝાટકે માણસના બે ટુકડા કરી નાંખ્યું. મારે મન ચીભડા ચીરવા ને માણસ ચીરવા સરખા છે. દયાનું તે મારા દિલમાં બિલકુલ સ્થાન કે માન નથી. એ હું ભયંકર પાપી રાક્ષસ છું. મહાત્મા! મેં આજ સુધી ઘણાં માણસોને લૂંટયા ને ઘણને માર્યા પણ આજે હું જે પાપ કરીને આવ્યો છું તેનાથી મારું હૃદય વલોવાઈ જાય છે. એ પાપકર્મથી મારા હદયમાં જે ધ્રુજારી છૂટી છે તે કેમે ય કરી બંધ થતી નથી. સાંભળો એ પાપની કહાની. ' હું આ સામેના નગરમાં મારા સાગરિતોને લઈને ચોરી કરવા માટે ગયે હતે. આ નગરનું નામ કુશસ્થળ છે. મેં મારી ટોળીને લઈને જ્યાં કુશસ્થળ નગરમાં પ્રવેશ કર્યો ત્યાં આખા નગરના લોકે ભયભીત બની ગયા ને આ પાપીના પંજામાંથી છૂટવા માટે ચારે તરફ ભાગાભાગ કરવા લાગ્યા. હું તે એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં ગયે. મને ખબર નહિ કે આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે. એ બ્રાહ્મણનું નામ દેવશર્મા હતું. એને એક પત્ની અને બે બાળકો હતા, અને એક સુકલકડી ગાય એના આંગણામાં