________________
૪૨૮
શારદા સિદ્ધિ મળવાના છે. તે શું અહીં તમને શ્રદ્ધા નથી? જિનશાસન મળ્યા પછી લાખો શું કરેડને કરેડે મળવાના છે. માત્ર ફરક એટલો છે કે ચૂંટણીમાં થોડા કાળમાં મળે છે ને અહી જરા વિલંબે પરલોકમાં મળે છે. જેના હૈયામાં જિનશાસન ઓતપ્રેત વસી ગયું છે એને કોડેનું ધન તુચ્છ લાગે, ભારભૂત અને આત્માને કર્મબંધન કર્તા લાગે. કંઈક જ એવા છે કે જિનશાસનમાં પ્રવેશ મળવા છતાં વિષયના એંઠવાડની આસક્તિ છોડી શકતા નથી. તેમની દશા કેવી થાય છે એક ન્યાય આપીને સમજાવું.
એક વખત એક ગરીબ ભિખારીને રાજમહેલમાં પ્રવેશ મળી ગયા. મહારાજાની એના પર દૃષ્ટિ પડી, એટલે રસેડાના મેનેજરના મનમાં વિચાર આવ્યું કે આ ભિખારીને રજવાડો જોઈ ખૂબ ચમત્કાર લાગે છે ને આનંદ પણ થાય છે. તે, લાવ હું એને દૂધપાકનું જમણ જમાડું. એમ વિચારીને ભિખારીને દૂધપાક લેવા માટે બેલાવે છે પણ ભિખારીને એના પર વિશ્વાસ નથી બેસતો. એટલે ફરી વાર મેનેજર કહે છે ભાઈ! તું તારા રામપાત્રમાં જે એંઠવાડ છે તે ફેકી દે ને તારું રામપાત્ર જોઈને એમાં આ સુંદર દૂધપાક લે. આ વાત સાંભળતા ભિખારીના મનમાં શંકા થઈ કે મારે ઘણા દિવસ સુધી ચાલે એવો સારે એંઠવાડ ફેંકાવી દઈને મને ભૂખ્યો તે નહિ. રાખે ને? *. બંધુઓ ! જુઓ, આ ભિખારીની કેવી દુર્દશા ! કેટલાય દિવસના એંઠા દાળ ભાત ને તેય પણ સડી ગયેલા, છતાં એને સારા લાગે છે ને એની સામે સુગંધિત સુંદર દુધપાક મળે છે છતાં એ સારો નથી લાગતું. રસોડાને મેનેજર ખૂબ દયાળ છે. એના મનમાં એમ થાય છે કે આ જીવ અભાગિયે લાગે છે. એણે પહેલા એંઠવાડ ખૂબ ખાધે છે તેથી તેને અજીર્ણના કારણે એને આવા સુંદર દૂધપાકનું પણ મન થતું નથી. એને દૂધપાક કરતા એંઠવાડ સારે લાગે છે, માટે લાવ, એને અંજન આજે ને એની દષ્ટિ જે સુધરે તે એઠવાડ અને દૂધપાકને ભેદ તે ખ્યાલ આવે. એમ વિચારીને એક સળી પર અંજન લઈ ભિખારીને આંજવા જાય છે. ભિખારીના મનમાં ડર છે કે કદાચ આ મારા રામપાત્રની વસ્તુઓ ફેંકી દઈને એમાં એને માલ નાંખશે તે? એ ડરથી તે રામપાત્ર મજબૂત પકડી આંખો બંધ કરીને ઉભો રહ્યો. આંખ ખોલે તે અંજન અંજાય ને? | મેનેજર ખૂબ હેશિયાર હતા એટલે તેણે યુક્તિથી એની આંખ જરા ખોલી અંજનની સળી ફેરવી દીધી. આંખમાં અંજન જતાં ભિખારીને ઠંડક વળી, તેથી એના મનમાં થયું કે આ માણસ સારે છે. એણે મારી બળતી આંખમાં ઠંડક કરી. હવે દષ્ટિ નિર્મળ થતાં આંખ ખોલીને જોયું તે દૂધપાક સારો દેખાયો ને રામપાત્રના માલમાં શંકા પડી કે આ મારો માલ મને રેગ કરનાર તે નહિ હોય ને ? મેનેજર પ્રત્યે હવે તેને વિશ્વાસ બેઠે એટલે કહે છે કે આ તમે શું આ યું? મને સારું