________________
૩૭૨
શારદા સિદ્ધ ભીત તેડીને ભાગી છુટેલે રામસીંગ” ખૂબ વિચારને અંતે રામસીંગને જેલમાંથી નાશી છૂટવાને એક રસ્તે મળી ગયા. જેલના પાછલા ભાગમાં એક કાચી ભીત હતી. પોતાનું બળ અજમાવી હાથે પગની બેડીઓ તોડી નાંખી અને પગથી ભીંતમાં એવી જોરથી લાત મારી કે એ ભીંતમાં એક બાકોરું પડયું. બાકોરામાંથી બારી અને બારીમાંથી બારણું બનાવવાની કળામાં એ પાવરધો હતે. એક રાત્રે રામસીંગ આ બારામાંથી ભાગી છૂટ. બીજા દિવસે ચેકીયાતો જેવા ગયા તે ભીતમાં મોટું બાકોરું જોયું અને રામસીંગને ન જે. રામસીંગ બહારવટિયાની બહાદુરીને બિનહરીફના બિરૂદથી બિરદાવતી આ ઘટના ગામમાં ફેલાઈ ગઈ. જેણે આ વાત સાંભળી તેમને બધાને હદયમાં એક આંચકો લાગે. શું દીવાલે તેડીને રામસીંગ ભાગી છૂટયા ? સમુદ્રને પાર થયેલી કિનારે આવેલી નૌકા ડૂબી જાય ને જે આઘાત લાગે તે આઘાત રાજાના દિલમાં લાગે. દરિયાના પાણીમાં હાથથી સરકી ગયેલી માછલી જે હાથમાં આવે તે રામસીંગને ફરી પકડી શકાય.
“રાજાનું કડક ફરમાન”:-હવે ગામમાં શું બને છે તે જોવા માટે રામસીંગ વેશ પરિવર્તન કરીને ગામમાં ફરે છે. લોકે રામસીંગના બળ-કળની પ્રશંસા કરતા
હતા. રામસીંગ એની કીર્તિકથા સાંભળો ત્યારે પોતે ખૂબ ગૌરવ અનુભવતે. રામસીંગને * પકડવા માટે બધા ત્રણ ત્રણ દિવસ ગામમાં ફર્યા પણ બધાના પ્રયત્ન નિષ્ફળ ગયા. કઈ રામસીંગને મેળવી શકયું નહિ. આથી રાજા ખૂબ ગુસ્સે ભરાયા. તેમને કોઇ હદ વટાવી ગયે. લૂંટારા પર કોઈ સિપાઈએ પર ઉતર્યો. રાજાએ ચેકીદારને કહ્યું રામસીંગ ભાગી ગયે એમાં તમારે હાથ લાગે છે. તમે ભગાડી મૂક લાગે છે. તમારી ચેક કડક હેત તે એની શી તાકાત હતી કે જેલની દીવાલે તેડી શકે. જે ત્રણ દિવસમાં તમે રામસીંગને પકડીને હાજર નહિ કરે તે ચોથા દિવસની સવાર તમારા માટે ગેઝારી નીવડશે અને તમને ફાંસી આપવામાં આવશે. આ કઢક શિક્ષા સાંભળીને બધા પ્રજી ઉઠયા. ચોકીદારોને તે મતિયા જ મરી ગયા. હવે મૃત્યુ આંખ સામે દેખાવા લાગ્યું. જયાં ભલભલા સિપાઈઓ પણ રામસીંગને મેળવવામાં હાર પામ્યા હતા ત્યાં ચોકીદારનું શું ગજું !
મૃત્યુદંડની આ ભયંકર શિક્ષા જેના કાને અથડાઈ એ બધાના દિલ દ્રવી ગયા. પ્રજા તે જાણે ઠીક પણ ખુદ રામસીંગનું કાળજું પણ કરૂણાથી પીગળી ગયું. મૃત્યુ દંડની આ સજા રામસીંગના દિલમાં એક આંદોલન જગાવી ગઈ. તેનું હૈયું કરૂણાથી છલકાઈ ગયું. શું મારા એકના પાપે ૪૦ જીની હત્યા! ગુને મારે અને શિક્ષા બીજાને ! આ દુનિયાની દષ્ટિએ હું કદાચ નિર્દોષ ઠરીશ પણ મારા દોષને દંડ પરભવમાં મને અનેક ગણો મળ્યા વિના રહેવાનું નથી. તેના અંતરમાં મંથન શરૂ થયું. શું કરું ? દ્રવ્ય મન કહે છે ભલે, એ બધા મરે. હું તે બળથી છૂટ છું. કયાં