________________
૪૧૪
શારદા સિદ્ધિ સુખમાં ગળાબૂડ ખૂંચી જવા માટે નહિ, ભોગવિલાસ માટે નહિ પણ તપ-ત્યાગ માટે છે. જે આવી અમૂલ્ય માનવ જિંદગી મોજશોખ, એશઆરામ અને ભોગવિલાસમાં ખચી નાખે છે તે અરાવત હાથી વેચીને ગધેડા, ચિંતામણી રત્ન વેચીને કાચના ટુકડા ખરીદવાનું અને કલ્પવૃક્ષને છેદીને ધંતુરાને છોડ વાવવા જેવું કામ કરે છે. કરોડો ને અબજો સોનામહોરો આપવા છતાં આ માનવજિંદગી તે શું, તેની એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. જેમ રત્નોમાં ચિંતામણી રત્ન, પક્ષીઓમાં હંસ, પશુઓમાં કેશરીસિંહ અને હાથીઓમાં ગંધહસ્તિ શ્રેષ્ઠ છે તેમ “મg માનુષ્ય મવઃ પ્રધાન: ” સર્વ ભવમાં માનવભવ પ્રધાન છે. કરોડો ચિંતામણી રત્નના મૂલ્ય એમાં સમાઈ જાય છે. એવા પૂર્વના પ્રબળ પુદયે માનવ જિંદગી મળી છે. માનવદેહ ચંદનને બગીચા સમાન મૂલ્યવાન છે. દરેક વસ્તુમાં દુર્લભ અને મોક્ષ પ્રાપ્તિમાં અસાધારણ નિમિત્ત છે. એવા માનવદેહને પામીને જે મનુષ્ય જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર અપનાવતે નથી ને વિષય વિલાસમાં, મજશેખમાં મેહાંધ બનીને માનવજીવનની અમૂલ્ય ક્ષણેને ફેગટ ગુમાવે છે તે આત્મા પુણ્યોદયે પ્રાપ્ત થયેલ ચંદનવૃક્ષના અમૂલ્ય બગીચાને બાળીને તેને કેલસા બનાવવા જેવું કાર્ય કરે છે. માનવભવ કલ્પવૃક્ષ સમાન છે, માટે આવા પવિત્ર દિવસોમાં અંતરના અંધારા ઉલેચીને જ્ઞાનની જતિ ઝગમગાવો. વેરઝેરના ભયંકર ઝંઝાવાતેના ઉકરડા દૂર કરવા હૈયામાંથી ક્રોધની દુર્ગધ દૂર કરીને સમાની સુગંધ પ્રસરાવે. દાન-શિયળ–તપ-ભાવનાના માંડવડા શણગારી પર્યુષણ પર્વની આરાધના કરી માનવજીવનને સફળ બનાવે.
દાન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અક્ષરની આદિ “એથી થાય છે. અંકની આદિ એકથી થાય છે તેમ ધર્મની શરૂઆત દાનથી થાય છે. ધર્મનું પહેલું પગથિયું દાન છે. દાન, શીલ, તપ અને ભાવ આ એકેકથી ચઢિયાતા ધર્મો હોવા છતાં દાનને ધર્મમાં પ્રથમ પગથિયાનું સ્થાન આપવામાં આવ્યું છે તો એ દાન કેવું દિવ્ય અને ભવ્ય હશે તેને આપણે વિચાર કરે જોઈએ. સર્વપ્રથમ દાન એટલે શું ? એ આપણે વિચારીએ. સંસ્કૃતમાં “વ શોધ” આ ધાતુ ઉપરથી દાન શબ્દ બન્યો છે. એટલે દાનને આત્માની શુદ્ધિ કરવાની પ્રક્રિયાનું પ્રથમ પ્રતીક ગણી શકાય. “પાપના પરિગ્રહને મેલ ધોઈને આત્માને જે નિર્મળ બનાવે તે દાન, પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત એટલે દાન.” જેમ ધર્મની આદિ દાનથી થાય છે તેમ અધર્મની આદિ અર્થથી થાય છે. અર્થ એટલે પિસે, અર્થની વાસના ઘણને જીવનના અંત સુધી હોય છે. અર્થવાસના રૂપી તેફાની ઘેડાને બાંધવામાં ન આવે ત્યાં સુધી દાન ધર્મ રૂપી પવિત્ર ધરતી ઉપર મનુષ્ય પ્રવાસ ખેડી શકતા નથી. દાન એ અર્થના અશ્વને કાબૂમાં લેવા માટેની લોખંડી લગામ છે માટે એ ધર્મની આદિ ગણાય છે.
આપણે દાનને સામાન્ય રીતે એટલો જ અર્થ કરીએ છીએ કે “દઈ દેવું”