________________
૩૮૧
શારદા સિદ્ધિ મધુરતાને ન હોય તે ન ચાલે. સામાની ભૂલે પચાવી જાય પણ સ્વભાવમાં કડવાશ હેય ને મધુરતા ન હોય તે બધા ગુણે ઝાંખા પડી જાય છે. સ્વભાવ તે હંમેશા મીઠે ને મધુરે હે જાઈએ. જે મેટાઈ જોઈતી હોય તે વાણી મુલાયમ અને મીઠી મધુરી લો. વ્યવહાર પણ મધુર રાખો. તેમાં પણ જ્યારે પોતે કોઈ ઉંચી પદવી પર બેઠા છે ત્યારે તે ખાસ મધુરતા જોઈએ. આ ચારે ગુણો જ્યારે જીવનમાં આવે છે ત્યારે તે મેટાઈ મેળવી શકે છે. તેનું જીવન ગુલાબના ફૂલની માફક સુગંધિત બને છે. તેને માનવ જીવનને આટો સફળ બને છે અને તે કર્મના ભારથી હળ બને છે.
પર્યુષણ પર્વના દિવસોમાં કર્મના કચરાને દૂર કરવાને છે. તે કચરાને દૂર કરવા તપ રૂપી સાવરણની જરૂર છે. આ દિવસમાં દાન, શિયળ, તપ અને ભાવનાને જે વેગ હોય છે તે બીજા દિવસોમાં નથી આવતું. પોતાની શક્તિ પ્રમાણે દાન દેવાનું મન થાય છે. આ દિવસેમાં આપણે વીર ભામાશાહ, જગડુશાહ, ખેમો દેદરાણી વિગેરેને યાદ કરીએ છીએ. શા માટે? શું તેમની પાસે લક્ષમી હતી તેટલા માટે ? નાના
હરગીઝ નહિ. કંઈક ધનવાન પુરૂ થઈ ગયા પણ તેમને કોઈ યાદ કરતું નથી. તેઓ જન્મે છે ને મરે છે. તેમને કઈ ભાવ પૂછતું નથી, અને આ પુરૂષને યાદ જ કરીએ છીએ તેનું કારણ શું? તેઓએ પિતાની લક્ષ્મી સમાજનું દુઃખ દૂર કરવા સમાજને ચરણે ધરી હતી. મહારાણા પ્રતાપ જ્યારે જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે વીર ભામાશાહે પિતાને આ ભંડાર તેમના ચરણે ધર્યો અને કહ્યું કે આ લક્ષ્મીથી આપ લશ્કર એકઠું કરીને મેવાડને સ્વતંત્ર કરે. આથી મહારાણા પ્રતાપમાં હિંમત આવી. તેમણે તે ધનથી લશ્કર ભેગું કર્યું અને મેવાડને ગુલામીના પંજામાંથી મુક્ત કર્યું.
ચાંપાનેરમાં ચાંપશી મહેતા નામના મહાજન થઈ ગયા. તેઓ એક વાર બાદશાહના દરબારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ચારણે તેમનું સ્વાગત કરવા કહ્યું, પધારશે શાહ પહેલે અને બાદશાહ પછી”. બાદશાહે આ શબ્દો સાંભળ્યા તેથી તેમને ચાનક લાગ્યું. શું મારા કરતા વણિક ચઢી જાય ? ઠીક. સમય આવ્યે જોઈ લઈશ. એક વખત એ પ્રસંગ આવ્યો કે દેશમાં ભયંકર દુષ્કાળ પડશે. જોકે, ભૂખ તરસથી તરફડવા લાગ્યા. જીવન જીવવું પણ મુશ્કેલ થઈ પડ્યું. પ્રજાએ રાજાને અરજ કરી કે અમારું રક્ષણ કરે. બાદશાહે કહ્યું પ્રજાનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે પણ બાદશાહથી શાહ મોટા છે તે પ્રજાનું રક્ષણ કરે. બાદશાહ શાહને બોલાવીને કહ્યું આ દુષ્કાળમાં પ્રજાજનોને અનાજ પૂરું પાડે. જે નહિ પાડી શકે તે તમારું શાહ પદ લઈ લેવામાં આવશે. આ વણિકે ઢીલા પિચા ન હતા. ખમીરવંતા હતા. પિતાના શાહ પદને શેભાવવા પિતાનું સર્વસ્વ દઈ દેવું પડે તે દેવા તૈયાર હતા.
શાહ નામને શોભાવવા વણિકે એ કેડ બાંધી. ગામેગામ ફરીને ટીપ કરવા લાગ્યા.