________________
શારદા સિદ્ધિ
૩૯૩ ખંડને અધિપતિ વાસુદેવ છું. તારા પુત્રને ગમે તે ઉઠાવી ગયું હશે તે પણ હું તેને શોધી લાવીશ. કૃણે પિતાના પુત્રની શોધ કરવા પિતાના ખાસ સુભટોને ચારે દિશામાં દોડાવ્યા. સુભટો ચારે બાજુ કૃષ્ણની જ્યાં હાક વાગે ત્યાં નગર, ચૌટા, ચેરા, બજારે, પર્વત, ખીણ, જંગલ, નદી, નાળાં દરેક ઠેકાણે તપાસ કરીને પાછા આવ્યા, પણ કયાંય પ્રદ્યુમ્નકુમારને પત્તો પડશે નહિ, તેથી કૃષ્ણ વાસુદેવ, દાસ-દાસીઓ, નેકર ચાકરે, આદિ સારે પરિવાર ઉદાસ બની ગયે. સારી દ્વારકા નગરીમાં હાહાકાર મચી ગયે. અત્યાર સુધી હૈયામાં હામ હતી પણ પિતે ખૂબ તપાસ કરી ને સુભટ દ્વારા તપાસ કરાવી છતાં જ્યારે પત્તો ન પડે ત્યારે કૃષ્ણજીના પગ ઢીલા થઈ ગયા કે અહો ! હું એક હાકે ધરતી ધ્રુજાવનારે ને મહેલને આટલે સખ્ત ચેકી પહેરે હોવા છતાં મારા લાલને કેણ લઈ ગયું?
કૃણુજીને પ્રશ્ન કરતા નારદજી” :- કૃષ્ણ વાસુદેવ, રૂમણું અને આ પરિવાર નૂરે છે, કયાં જાઉં ને શું કરું? રૂક્ષમણીએ ખાવાપીવાનું છોડી દીધું બધા કાળો કલ્પાંત કરે છે. તે સમયે નારદઋષિ આકાશગમન કરતાં દ્વારકામાં કૃષ્ણજીના મહેલે આવ્યા. કૃષ્ણજીને ઉદાસ જોઈને નારદજીએ કહ્યું અહો ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ! આજે આપ આટલા બધા ઉદાસ કેમ છે? ત્યાં કૃષ્ણએ ઉચે જોયું ને, ઉભા થઈને નારદજીને સત્કાર કરી આસન ઉપર બેસાડયા. કૃષ્ણજીના મનમાં થયું કે નારદજી તો ગગનવિહારી છે, એ જરૂર મારું દુઃખ દૂર કરશે. તેથી કહ્યું–ત્રાષિશ્વર ! રૂક્ષ્મણીની કૂફીથી ઉત્પન્ન થયેલા મારા પુત્રનું કઈ દેવ અગર દાનવે અપહરણ કર્યું છે, તેથી મારું મન અત્યંત વ્યાકુળ છે. ખૂબ તપાસ કરાવી છતાં પત્તી પડતું નથી. હવે મારે શું કરવું? કંઈ સૂઝ પડતી નથી. કૃષ્ણના દુઃખમય વચને સાંભળીને નારદજીને પણ ખૂબ દુઃખ થયું પણ હિંમત કરીને કહ્યું કે હે ત્રિખંડ અધિપતિ ! તમે શાંતિ રાખો. આપની ચિંતા મને સંપી દે. હું આપના પુત્રની શોધ કરી લાવીશ. આપ સુખેથી પ્રજાનું પાલન કરે. આ પ્રમાણે નારદજીના વચન સાંભળીને કૃષ્ણજીને શાંતિ મળી. હિંમત આવી અને તેમનું હૈયું હળવું બન્યું એટલે નારદજીને કહ્યું કે હું તે કંઈક શાંતિ રાખી શકું છું પણ પુત્ર વિયોગથી દુઃખી બનેલી રૂકમણીનું મન કઈ રીતે વળતું નથી તે આપ એને સાંત્વન આપીને સમજાવો.
રૂક્ષ્મણુને આશ્વાસન આપતા નારદજી”: કૃષ્ણજીનું વચન સાંભળીને નારદજી રૂક્મણીના મહેલે ગયા. રૂક્ષમણીએ એમને વિનયપૂર્વક આદરસત્કાર કરીને યેગ્ય આસને બેસાડયા. આવા પુત્ર વિયેગના દુઃખમાં પણ રૂક્ષ્મણને વિનય જોઈને નારદજી પ્રસન્ન થયા અને રૂક્ષમણીની પ્રશંસા કરતા કહ્યું બેટા! તું તે મારી દીકરી છે. તું ચિંતા ન કરીશ. તારું દુઃખ દૂર થઈ જશે. તારો પુત્રનું કઈ દેવે હરણ કર્યું લાગે છે. તારે પુત્ર ગમે ત્યાં હશે તે તે મહાન સુખમાં હશે. તું રડીશ નહિ, શા. ૫૦