________________
૩૯૬
શારદા સિદ્ધિ જાય તે પણ એમને એમને પુત્ર નહીં મળે, કારણ કે કર્મ બળવાન છે. રૂક્ષ્મણીએ પૂર્વ ભવમાં મેરિલીના ઈંડાંને મેંદીવાળા હાથે ઉંચકયા હતા ને મેંદી રંગ લાગી જવાથી મોરલીએ સોળ ઘડી સુધી ઇંડાને સેવ્યા નહિ. તે સમયે એણે કર્મ બાંધ્યું છે તેથી કર્મ પૂરું થયા વિના લાખ ઉપાય કરવા છતાં પુત્ર નહિ મળે, માટે અત્યારે શાંતિથી ધર્મધ્યાન કરે તેમ કહેજે.
બંધુઓ ! જેમ નારદજીને જોઈને મહાવિદેહક્ષેત્રના ચક્રવતિને આશ્ચર્ય થયું તેવી રીતે અહીં વાંદરીને જોઈને ગુરૂદેવની વાણી સાંભળવા આવેલા રાજા તથા પ્રજાજનોને ખૂબ આશ્ચર્ય થયું, તેથી આચાર્યશ્રીને પૂછયું કે ભગવંત! એ વાંદરી કોણ છે? સંત અસત્ય બોલે નહિ. સંતે રાજા અને પ્રજાજનેની વચ્ચે સત્ય વાત રજૂ કરતાં ફરમાવ્યું કે હે રાજન ! જગતમાં મેહનીય કર્મની ગતિ વિચિત્ર છે. કર્મના ખેલ આગળ રાજા, રંક, શેઠ, કર કેઈનું ચાલતું નથી.
પૂર્વભવ કહેતા આચાર્યશ્રી વાંદરી મારી પૂર્વભવની પત્ની છે, અને આ સામે બેઠેલી ધનવતી મારી પુત્રી છે ને ધનદત્ત મારે જમાઈ છે. એક વખત અમારા નગરમાં એક મહાન પ્રતિભાસંપન્ન મહાન જ્ઞાની, આચાર્ય ભગવંત વિશાળ પરિવાર સાથે પધાર્યા. એમની વાણીમાં એવી શક્તિ હતી કે એક વખત વાણી સાંભળે ને તેને સસ્સારની અસારતાનું ભાન થઈ જાય ને દીક્ષા લેવા તૈયાર થઈ જાય. અમારા નગરમાંથી ઘણાં આત્માઓ વૈરાગ્ય પામી ગયા. મને પણ જ્ઞાની ગુરૂની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો એટલે મેં મારી પત્ની પાસે દીક્ષાની આજ્ઞા માંગી, પણ મારા પ્રત્યે પત્નીને ખૂબ અનુરાગ હોવાથી દીક્ષાની રજા આપતી ન હતી. છતાં ખૂબ સમજાવીને મેં દીક્ષા લીધી. દીક્ષા લઈને ઉગ્ર તપ અને સંયમની સાધના કરવા લાગે. ગુરૂકૃપાથી હું અનેક શાસ્ત્રોમાં પારંગત બન્યો. ગુરૂ આજ્ઞામાં રહીને જ્ઞાન ભણતાં વિનય, તપશ્ચર્યાદિ કરતા જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયોપશમ થતાં મને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું, પછી મારા ગુરૂદેવે મને આચાર્ય પદવી આપી અને ઘણું શિષ્ય પરિવાર સાથે જુદા વિચારવાની આજ્ઞા આપી તેથી આત્મકલ્યાણની ભાવના સાથે અનેક જીવને જિનવાણીનું અમૃતપાન કરાવતાં કરાવતાં અમે તમારા નગરમાં આવી પહોંચ્યા. - આ તરફ મારા દીક્ષા લીધા પછી મારી પત્ની મારી પાછળ ખૂબ ઝૂરવા લાગી ને ઝૂરતી મૂરતી થોડા વખતમાં મરીને માછલી થઈ. ત્યાં થોડું આયુષ્ય ભોગવીને બીજા ભવમાં તે આ વાંદરી થઈ. પ્રાયઃ કરીને આર્તધ્યાનથી જીવ તિર્યંચ ગતિમાં જાય છે. રૌદ્રધ્યાનથી નરકગતિમાં, ધર્મધ્યાનથી દેવગતિમાં ને શુકલધ્યાનથી મોક્ષમાં જાય છે. શુભ પરિણામથી મનુષ્યગતિ પામે છે. એ અનુસાર મારી પાછળના આર્તધ્યાનના કારણે આ વાંદરી બની છે, તેથી મને જોઈને મારા પૂર્વભવના સ્નેહનાં કારણ હરખાય છે,