________________
૩૯૪
શારદા સિદ્ધિ સૂરીશ નહિ. હું તારા પુત્રને થોડા સમયમાં જરૂર શેકી લાવીશ. રૂક્ષ્મણીએ કહ્યુંમુનિશ્વર ! ત્રિખંડ અધિપતિએ ત્રણે ત્રણ ખંડના ખૂણે ખૂણે તપાસ કરાવી છતાં કઈ જગ્યાએ પત્તો પડશે નથી. એટલું જ નહિ પણ એના કાંઈ સમાચાર પણ નથી. આટલું બોલતાં તે તેની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા. નારદજીએ રૂક્ષ્મણને હિંમત આપતા કહ્યું, દીકરી ! ગભરાઈશ નહિ. હું મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે જઈને તારા પુત્ર વિષે પૃચ્છા કરીને તેના સમાચાર લઈને આવીશ. ત્યાં કોઈ પગે ચાલનાર માનવી જઈ શકતું નથી પણ હું તે આકાશમાગે ગમન કરનારે છું.
બંધુઓ! નારદજી શુદ્ધ બ્રહ્મચારી હતા. એમનું બ્રહ્મચર્ય એવું ઉત્તમ કેટીનું હતું કે એ ગમે ત્યારે ગમે તે રાજાના અંતેઉરમાં જાય પણ એમના વિષે કેઈને શંકા ન હતી. ખુદ ઈન્દ્રની અપ્સરા એમને ચલાયમાન કરવા માટે આવે તો પણ એમનું મન ચલે નહિ એવું એમનું શુદ્ધ બ્રહ્મચર્ય હતું. એવા બ્રહ્મચર્યના પ્રભાવથી આકાશગમન કરવાની શક્તિ પ્રગટ થઈ હતી. એવા બ્રહ્મચારી નારદજી રૂક્ષમણીને આશ્વાસન આપીને દ્વારકા નગરીથી આકાશગામિની વિદ્યાના બળથી ઉપડયા. અનેક પહાડ, પર્વતે બધું જોઈ વન્ય પણ કયાંય પ્રદ્યુમ્નકુમારને પત્તો પડે નહિ, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન પાસે ઉપડયા. એમને આકાશમાગે ઉડતા શી વાર?
મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિરી નગરીમાં જ્યાં સીમંધર સ્વામી ભગવાન બિરાજમાન હતા ત્યાં નારદજી પહોંચી ગયા. ભગવાન સમવસરણમાં બેસીને બાર પ્રકારની પર્ષદાને ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા. સમવસરણની શેભા અપૂર્વ લાગતી હતી. નારદજી ભગવાનને વંદન કરી, સ્તુતિ કરીને યોગ્ય સ્થાને બેસી ગયા. ભગવાનની અમીરસ વાણીને વરસાદ વરસી રહ્યો હતો. સાંભળતાં સૌના હૈયા હરખાઈ રહ્યા છે ત્યાં નારદજીને વિચાર આવ્યો કે અહીંના મનુષ્યના શરીર મોટા ભાગે પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા છે, અને હું દશ ધનુષ્યની કાયાવાળો છું. એમના દેહમાન આગળ તે હું કીડી મંકડા જેવો છું. આ લોકેના પગ નીચે ચગદાઈ જઈશ. આમ વિચાર કરીને નારદજી પિતાનું રક્ષણ કરવા સીમંધર પ્રભુના સિંહાસનની નીચે જઈને બેસી ગયા.
“પદ્મ નામના ચકીને થયેલું આશ્ચર્ય- જેમ આપણા ભરત ક્ષેત્રમાં ચક્રવતિ હોય છે તેમ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં પણ ચક્રવતિ હોય છે. ત્યાંના પદ્મ નામના ચક્રવતિ ભગવાનની દેશને સાંભળવા આવ્યા હતા. પ્રભુના સિંહાસન નીચે આવું અદષ્ટ પૂર્વ રૂપ જોઈને વિચાર કરવા લાગ્યા કે અહો ! દેવ, મનુષ્ય કે તિર્યંચમાંથી આ કેણ હશે? આ કઈ જાતનું જીવડું કે પક્ષી હશે તે સમજાતું નથી. એની આકૃતિ મનુષ્ય જેવી છે પણ મનુષ્યના આકારનું કઈ જીવડું લાગે છે એમ