________________
૩૯૨
શારદા સિદ્ધિ અને તેટલા સત્સંગ કરતા હતા. આ નગરના રાજા પોતાના પ્રજાજના સહિત સ`તના દર્શને આવ્યા. દન કરીને પ્રવચન સાંભળવા બેઠા. આચાર્ય શ્રી ધમ દેશનાના મેઘ વરસાવી રહ્યા હતા. રાજા અને પ્રજાજના એકાગ્ર રીતે ઉપદેશનુ અમૃત ઝીલી રહ્યા હતા. જેમ ચાતક' પક્ષી વરસાદનું પાણી અદ્ધર ઝીલી લે છે તેમ જનતા આચાર્યશ્રીની અમૃત વાણી ઝીલી રહી હતી. આ સમયે આસપાસમાં ઝાડ ઉપર કૂદાકૂદ કરતી એક વાંદરી ઝાડ ઉપરથી નીચે ઉતરીને આચાર્ય મહારાજની ખરાબર સામે આવીને બેસી ગઈ, અને એક ચિત્તે ધર્માંપદેશનુ... શ્રવણ કરવા લાગી. જેવી આચાય મહારાજની ધ દેશના પૂરી થઈ એવી જ વાંદરી ઉભી થઈ ને આચાર્ય મહારાજની સામે ઉભી રહીને નાચવા ને કૂદવા લાગી.
“નગરજનાને થયેલ આશ્ચય :”-આ દૃશ્ય જોઈને રાજા તથા નગરજને ને ખૂબ આશ્ચર્ય થયુ કે અહે, આ શુ'? મનુષ્યા તેા મહારાજના વ્યાખ્યાનમાં આવે પણ આ વાંઢરી કે જે એક ઠેકાણે એસે નહિ, એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ કરે એ અહીં આવીને આટલી વાર બેઠી ને એક ચિત્તે વ્યાખ્યાન સાંભળ્યુ' અને સાંભળ્યા પછી એના હષ વ્યક્ત કરતી હાય તેમ આચાય ભગવતની સામે નાચે છે તે કૂદે છે. આ શું? આ આશ્ચર્યકારી દૃશ્ય જોઈને રાજાએ વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યુ, ભગવંત ! આ વાંદરીએ પહેલા એક ચિત્તે આપનું વ્યાખ્યાન સાંભળ્યુ' ને પછી આપને જોઈને વારવાર નાચે છે, કૂદે છે ને હર્ષોંને અનુભવ કરે છે. એનુ' કારણ શું ? અને તે ઘણી વાર આ ઉદ્યાનમાં આપના જેવા ગુરૂ ભગવ ́ત પધારે છે ત્યારે દર્શન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવીએ છીએ પણ આવી રીતે વાંદરી ઉપદેશ સાંભળવા માટે આવી હોય અને કોઈ સાધુને જોઈને આવી ષિત બની હોય એવું અમે જોયુ નથી, તેથી અમને ખૂબ આશ્ચય લાગે છે. તે આ બાબતમાં શુ' સત્ય છે તે કૃપા કરીને અમને કહેા. રાજા તથા નગરજનોને આશ્ચર્ય ના પાર નથી. હવે ગુરૂદેવ શુ' કહે છે તે સાંભળવા માટે બધા આતુર બની ગયા છે.
આવુ' જ આશ્ચર્ય મહાવિદેહક્ષેત્રમાં ત્યાંના ચક્રવર્તિને થયેલ, તે કેવી રીતે ? કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી શ્રૃક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્નકુમારને તેના જન્મ થયા પછી છઠ્ઠી રાત્રે કોઈ પૂર્વભવના વૈરી દેવ તેનું અપહરણ કરીને લઈ ગયા. તે વખતે શ્રૃક્ષ્મણી ભરનિદ્રામાં હતી. જ્યારે જાગી ત્યારે પડખામાં પોતાના પુત્રને ન જોયા ત્યારે પેાતાની દાસીએ અને સખીઓને પૂછ્યું કે મારા લાલને રમાડવા કેાઈ લઈ ગયુ છે ? બધાએ ના પાડી એટલે શ્રૃક્ષ્મણીને ખૂબ આઘાત લાગ્યા કે મારા લાલને નક્કી કોઈ ઉઠાવી ગયુ' લાગે છે, એટલે ઋક્ષ્મણી કાળા કલ્પાંત કરવા લાગી. આ વાતની કૃષ્ણ વાસુદેવને ખબર પડી એટલે તે દોડતા ઋક્ષ્મણીના મહેલે આવ્યા ને ઋક્ષ્મણીને આશ્વાસન આપતા કહ્યું કે હે ઋક્ષ્મણી ! તું રડીશ નહિ, ઝૂરીશ નહિ. કલ્પાંત કરીશ નહિ. હું ત્રણ