________________
૪૦૧
શારદા સિદ્ધિ માથેથી કામના કરજ ઉતારી નાંખ્યા. એમને ભવના ફેરાને થાક અને માથે કર્મના કરજને ભાર લાગ્યું હતું એટલે જમ્બર પુરૂષાર્થ કરી કર્મને બે જે ઉતાર્યો અને આપણને કર્મનો ભાર ઉતારવાને ઉપદેશ આપે છે.
તારે માથે (૨) છે કમની હેલ, એને ઉતારી અળગી મેલ, હે ભવ્ય છે ! અનાદિકાળથી તમે કર્મના કરજમાં ફૂલી રહ્યા છે તે હવે માથેથી કામના કરજને ભાર ઉતારે. આ ભવમાં નહિ ઉતારે તે ક્યારે ઉતારશે? આગળના જમાનામાં બહેનોને માથે પાણીના બેડા ભરીને લાવવા પડતા હતા. આજે તે ઘરઘરમાં નળ આવી ગયા. હજુ કઈ કઈ ગામડામાં દૂર દૂર કૂવેથી પાણી ભરી લાવવા પડે છે. તે ત્રણ ચાર વખત બહેને પાણીના બેડા ભરી લાવે તે થાકી જાય છે, માથું તપી જાય છે. એ સમયે એના માથેથી કોઈ એક ઘડે ઉતારી લે તે એને ભાર હળવે થઈ જાય છે પછી ઘરમાં આવીને સંપૂર્ણ ભાર ઉતારી નાખે છે ત્યારે હાશ કરીને બેસી જાય છે. જ્ઞાની પુરુષે કહે છે હે જીવ! પાણીના બેડાને ભાર ઉતારનાર તને કોઈને કઈ મળી રહેશે પણ અનાદિકાળથી માથે કર્મના ભારા ઉંચકીને ફરે છે તે તારા પુરૂષાર્થથી ઉતારી શકાશે. આ કર્મને ભાર પ્રત્યેક સંસારી જીના માથે ૨૫, ૩૦ વર્ષોથી નથી પણ અનાદિકાળથી છે. આ ભાર ઉપાડીને જીવ કાળ રૂપી ચક્કીના પિડા નીચે પીસાઈને જન્મ મરણ કર્યા કરે છે. એમાંથી બચવું હોય તે ૧૮ પા૫ છેડે. જડ પુગલો પ્રત્યેની મમતા ઘટાડે. આ સંસારમાં આત્મા સિવાયના પ્રત્યેક પુદ્ગલો પર છે. એ પર પુદ્ગલની મમતા જીવને પિતાના સ્વરૂપનું ભાન થવા દેતી નથી.
રત્નત્રયીને વહેપારી (૨) પરની માંગે બની ગયો છે ભિખારી,
- પર્યાયે તું સંસારી (૨) દ્રવ્ય લક્ષે શિવપદને અધિકારી, નિશ્ચયની દૃષ્ટિથી સુખને સ્વામી છે, કર્તબુદ્ધિ એ તો ભવને ગામ છે,
તમારા સંસારમાં હીરાને વહેપારી ઝવેરી કહેવાય છે ને? તેમ આપણે આત્મા પણ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નને ઝવેરી છે. એના વહેપારમાં કદી ખોટ આવતી નથી ને સુખમાં ઓટ આવતી નથી, પણ અજ્ઞાન દશાના કારણે પર પુદ્ગલના રાગે એ રંગાઈ ગયે છે કે પોતાના સ્વરૂપનું ભાન ભૂલીને ખોટને બંધ કરી ખુવાર બની ગયા છે. ભિખારી જે કંગાલ બનીને બહાર સુખની માંગણી કરી રહ્યો છે. જીવ પર્યાય દશામાં ભલે સંસારી હોય પણ આત્મદ્રવ્યના લક્ષે મોક્ષના શાશ્વત સુખને અધિકારી છે. અનંત સુખને સ્વામી છે પણ સંસાર સુખમાં મારાપણાની બુદ્ધિથી ભવની પરંપરા વધારીને ભવમાં ભમી રહ્યો છે. બાકી આત્માની શક્તિ કંઈ જેવી તેવી નથી. જે ભગવાન મહાવીર સ્વામીને આત્મા છે તે જ આપણે આત્મા છે. એમણે જે આત્મપ્રકાશ પ્રગટ કર્યો તે આપણે કરી શકીએ તેમ છે. એમનામાં ને આપણામાં કોઈ ફરક નથી. ફરક હોય તે તે એટલો જ છે કે એમણે સમ્યફ પુરૂષાર્થ શા, ૫૧