________________
.
૪૦૭
શારદા સિદ્ધિ મહારાજનું આસન ચલાયમાન થયું, ત્યારે શક્રેન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો કે કોણ મહાદુષ્ટ છે કે મારું આસન ડેલાવી મારા સુખમાં ભંગ પાડી રહ્યું છે. શકેન્દ્રની આંખ ક્રોધથી લાલ બની ગઈ. બધા સામાનિક દે દોડીને આવ્યા ને શક્રેન્દ્ર મહારાજને વંદન કરીને કહ્યું મહારાજા ! અહીં તે આપને કઈ દુશમન દેખાતું નથી, ત્યારે શકેદ્ર મહારાજે ઉપયોગ મૂકીને જોયું તે ભગવાનને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જોયા ત્યારે એમને ક્રોધ શમી ગયે. પોતાના સિંહાસનેથી નીચે ઉતરીને ભગવાન જે દિશામાં હતા તે દિશામાં સાત આઠ પગલા સામા જઈને ભગવાનને વંદન નમસ્કાર કરીને ક્ષમા માંગી. અહો પ્રભુ! મેં આપને જોયા નહિ ને મિથ્યા ક્રોધ કર્યો. આપ મને ક્ષમા કરજો. આમ પ્રભુ પાસે માફી માંગીને વિચાર કર્યો કે તીર્થકર ભગવાનને આત્મા ક્ષત્રિયકુળ સિવાય બીજે ઉત્પન્ન ન થાય ને ભગવાન તે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છે. આ એક આશ્ચર્ય છે, એટલે તરત હરણગમેષી નામના દેવને બોલાવીને આજ્ઞા કરી કે માહણકુંડ નગરમાં 2ષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણીની કૂલીમાં ભગવાન મહાવીર સ્વામીને આત્મા ગભંપણે રહેલો છે તેનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ઘેર ત્રિશલાદેવી રાણીની ફૂખે મૂકો અને ત્રિશલાદેવીના ગર્ભમાં પુત્રીપણે જે ગર્ભ છે તે દેવાનંદાની કૂખે મૂકો.
બંધુઓ ! આમ બનવાનું કારણ દેવાનંદા અને ત્રિશલાના કર્મો હતા. આગલા ભવમાં દેવાનંદા અને ત્રિશલા બંને દેરાણી જેઠાણી હતા. ત્રિશલા દેવીના રત્નને દાભડો દેવાનંદાએ ચારી લીધું હતું તેથી આ ભવમાં રત્નના દાભડા કરતા અધિક વહાલા એવા એના ગર્ભનું સાહારણ થયું. અહીં શકેન્દ્રની આજ્ઞા થવાથી હરણગમેલી દેવે તે પ્રમાણે કર્યું તેથી દેવાનંદાના મુખમાંથી એક પછી એક સ્વપ્ન નીકળીને ત્રિશલા રાણીની પાસે જવા લાગ્યા, એટલે દેવાનંદાના દિલમાં ખૂબ દુખ થવા લાગ્યું કે અહે! આ શું? મારા સ્વપ્ન બધા કયાં ચાલ્યા જાય છે? આ બધું શું થઈ રહ્યું છે? એમ કરીને રડવા ને મૂરવા લાગી.
એક દેવાનંદા દુ:ખીયારી (૨) સુખના સ્વપ્ન ખૂબ નિહાળ્યા,
પામી ના કાંઇ બિચારી એવી દેવાનંદા દુખિયારી દેવે આવી ગર્ભ હર્યો ને બદલે કન્યા દીધી, દુઃખના ઉડા સાગરે હાથ ઝબોળી દીધી,
કમળ એનું કાળજુ કરાયું, સ્વપ્ન ભયંકર આવ્યું એમાં, સુખનું સ્વપ્ન ભૂલાયું, એનું નાજુક હયું નંદવાણું-એક દેવાનંદા,
ચૌદ સ્વપ્ના આવ્યા ત્યારે દેવાનંદ ખૂબ આનંદથી છલકાઈ ઉઠી હતી પણ જ્યાં એના મુખમાંથી સ્વપ્ના નીકળીને ચાલ્યા ત્યારે અત્યંત શેકાતુર બની ગઈ પણ આ તે કર્મરાજાના ખેલ છે ! કર્મરાજા એક ક્ષણમાં હર્ષના સ્થાને શોકમય વાતાવરણ સઈ દે છે જ્યાં શકય વાતાવરણ હોય ત્યાં આનંદમય બનાવી દે છે.