________________
શારદા સિદ્ધિ
૪૦૯ જગતને પ્રીતિપાત્ર બનશે. એનું દર્શન સૌને પ્રિય લાગશે. (૭) સાતમાં સ્વપ્નમાં સૂર્યને જે તે એવું સૂચવે છે કે તમારે લાડીલે દેદિપ્યમાન કાંતિ અને મહાતેજથી ભૂષિત થશે ને સૂર્યની જેમ પ્રતાપી બનીને તેજ વહાવશે. (૮) આઠમા સ્વપ્નમાં અનુપમ દવાને જોઈ. એનાથી એવું સૂચિત થાય છે કે એ સુપુત્ર ધર્મધુરંધર બનીને જગતમાં ધર્મની દવજા ફરકાવશે. (૯) નવમા સ્વપ્નમાં કળશ જે એનું ફળ એ છે કે આપને પુત્ર ધર્મની પૂર્ણતાએ પહોંચશે. (૧૦) દશમા સ્વપ્નમાં જોયેલા પત્ર સરેવરનું રહસ્ય એ છે કે તમારે સહદય પુત્ર દેવરચિત સુવર્ણ કમળ પર પદાર્પણ કરી વિહરનારો થશે. (૧૧) અગિયારમાં સ્વપ્નમાં જોયેલા ક્ષીરસમુદ્રનું ફળ એ છે કે શક્તિસંપન્ન આપને એ પુત્ર પરિપૂર્ણ જ્ઞાનને અધિપતિ સર્વજ્ઞ બનશે. (૧૨) બારમા સ્વપ્નમાં જોયેલા દેવવિમાનની ફલશ્રુતિ એવી છે કે ભવનપતિ, વાણુવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવે એની સેવા કરશે ને પૂજા કરશે. (૧૩) તેરમા સ્વપ્નમાં ચમકતા રત્નરાશિને જોવાથી તેનું ફળ એવું જણાય છે કે દિવ્ય લક્ષમીથી સુશોભિત રત્નથી મઢેલા સમવસરણમાં બેસીને શ્રી તીર્થકર સૂચિત અનંત લક્ષમીને ભગવશે. (૧૪) ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિને લેવાથી આપને બડભાગી પુત્ર પિતાના જ્ઞાન અને તપની શક્તિથી અનેક ભવ્યાત્માઓને સુવર્ણ સમ નિર્મળ બનાવી પાપરહિત સ્થાને પહોંચાડશે. વળી આ ચૌદ સ્વપ્નના મંગળ વિનિને સૂર એ છે કે ચૌદ રાજલોકના અગ્રભાગે બિરાજી અગ્રેસરપણું ભેગવશે. ટૂંકમાં લોકના માથે બિરાજમાન થશે એટલે કે સિદ્ધ પદને પામશે.
ચૌદે સ્વપ્નનું વિસ્તૃત ફળ સાંભળીને સિદ્ધાર્થ રાજ અને ત્રિશલાદેશી રાણીને ખૂબ હર્ષ થયે. સ્વપ્ન પાઠકોને જીવનભર ખૂટે નહિ તેટલું દ્રવ્ય અને ઉત્તમ વસ્ત્રાલંકારે આપીને તેમને સત્કાર કર્યો ને સંતેષ પમાડીને સ્વસ્થાનકે વિદાય કર્યો. ત્રિશલામાતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. ભગવાન તે દયાના સાગર હતા તેથી વિચાર કર્યો કે મારા હલનચલનથી માતાને પીડા થાય છે તેથી ભગવાને હલનચલન બંધ કર્યું ત્યારે માતાના દિલમાં એમ થયું કે મારો ગભ ચોરાઈ ગયે કે શું? એટલે ત્રિશલામાતા રડવા લાગ્યા. વાજા અને શરણાઈ એ વાગતા બંધ થયા ત્યારે ભગવાને જાણ્યું કે આ આ તે સુખ કરતાં દુઃખ થયું એટલે હલનચલન શરૂ કર્યું. ભગવાન ત્રણ જ્ઞાનના પણ હતા તેમણે વિચાર કર્યો કે જે મારા હલનચલન બંધ કરવાથી માતાને આટલું દુઃખ થયું તે હું દીક્ષા લઈશ ત્યારે કેટલું દુઃખ થશે ? જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતા પિતાનું આયુષ્ય કેટલું છે. એ જોઈને નિર્ણય કર્યો કે મારે મારા માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવી. જેજે, તમે એવું ન વિચારતા કે મારે મારા મા-બાપની હયાતી બાદ દીક્ષા લેવી. તે તે આયુષ્ય જાણું શક્યા હતા પણ તમને મન થાય તે ઉભા થઈ જાવ. (હસાહસ) શા. ૫૨