________________
શારદા સિદ્ધિ
૪
સ્વામી છે. અનંત જ્ઞાનશક્તિના ધણી છે પણ એના ઉપર મેહનીયાદિ કર્માના પડદે આવી ગયા છે તેથી તેને પોતાના પ્રકાશ દેખાતા નથી. સુખને અનુભવ થતા નથી. એટલે સુખ શોધવા બહાર ભટકી રહ્યો છે માટે જ્ઞાની કહે છે કે સ્વને આળખા તે આત્માના પ્રકાશ અને આત્માનું સુખ પ્રાપ્ત થશે.
“ સમક્તિની પ્રાપ્તિ કયારે ?” :- આજે આપણા પરમપિતા, શાસનપતિ, મહાવીર પ્રભુના જન્મદિન વાંચવાને પવિત્ર દિવસ છે. મહાવીર ભગવાનના આત્મા પણ એક વખત આપણી જેમ ભવમાં ભટકતા હતા, પણ જ્યારે નયસાર સુથારના ભવમાં સમક્તિ પામ્યા ત્યારથી તેમના ભવની ગણતરી થઈ છે, અને ત્યારથી આપણે તેમને ઓળખીએ છીએ. સમ્યકૃત્વ એક અમૂલ્ય રત્ન છે. એ જેને મળે છે એને માનવ જન્મારો સફળ બની જાય છે. સમ્યક્ત્વ પામ્યા પછી આત્માના વિચારો પણ કેટલા ઉચા હોય છે. હું કેમ અપાર’ભી ખનું ? અલ્પ પરિગ્રહી કેમ ખનું ? વહેપાર ધંધાની મમતા ઉઠાવી લઉં. આવા ભાવેા પ્રગટે છે. તમને આવા વિચાર આવે છે ખરા ? તમે એટલુ જરૂર યાદ રાખજો કે સમક્તિ પામ્યા વિના કોઈ કાળે આત્માના મેાક્ષ થવાને નથી. સમિકત પામવા માટે જીવને લાયકાત કેળવવી પડે છે. જેમ કાળી ભૂમિમાં થાડા વરસાદ પડે છે તેા તરત તે ભૂમિ વાવણીને ચાગ્ય બની જાય છે તેમ આપણું જીવન પવિત્ર અને સરળ બનશે, તત્ત્વા ઉપર યથાથ શ્રદ્ધા જાગશે ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકશે. સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા ખાદ્ય પ્રવૃત્તિ સંકેલવી પડશે ને આત્માનું ચિંતન કરવું પડશે, કારણ કે સમ્યક્ત્વ એ કઈ બહારની ચીજ નથી. એ તે આત્માના ગુણ છે. ભગવાનના વચનામૃતા ઉપર શ્રદ્ધા કરવાથી અને તેનુ' વારંવાર ચિંતન મનન કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
બ'એ ! આજે જો તમે સમજો તે આપણે કેટલા પુણ્યવાન છીએ કે જૈન દનના તત્ત્વજ્ઞાનના નિચેાડ રૂપે સિદ્ધાંતા આપણને મળી ગયા છે. શાસ્ત્રનું એકેક પાનુ. વાંચતા આત્મામાં એટલી જાગૃતિ આવશે કે તમને સ'સાર અસાર લાગ્યા વિના નહિ રહે. શાસ્ત્ર વાંચતા આત્માને જ્ઞાન થશે ત્યારે અતરાત્મા બેલી ઉઠશે કે અરે ! આ રાગ-દ્વેષથી ભરેલા સંસારથી નિવૃત્ત કયારે થાઉં ! અક્ષય આનંદ સ્વરૂપ આત્મસુખ કેમ પાસું ? મેાક્ષનું પરમ સુખ પામીને કયારે હું શાંતિથી ઠરીને બેસીશ ? અંતરમાં આવી ભવ્ય ભાવનાઓના ઉમળકા આવશે. તમને ધન-દોલત, કુટુંબ-કમીલા, અ`ગલા, ગાડી, દાસ-દાસી, પુત્ર, પત્ની વિગેરે તરફ ઉદાસીનવૃત્તિ જાગશે. ત્યાગ અને વૈરાગ્યની રુચિ જાગશે. યાદ રાખજો, ચિત્ત શુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. દર્પણ શુદ્ધ છે તે તમે તમારુ· મુખ જોઈ શકો છે પણ જો તેના ઉપર કાઈ સફેદાની પીંછી ફેરવી દે તા શું તમે જોઈ શકશેા ? ના. તમારા એરડામાં અધારુ છે પણ તમે બટન દખાવે કે અજવાળું ફેલાઈ જાય છે પણ તેના બલ્બ ઉપર કોઈ ડામર ફેરવી દે તે