________________
શારદા સિદ્ધિ
૩૯૭ કૂદે છે ને નાચે છે. ગુરૂમહારાજના મુખેથી વાંદરીના પૂર્વભવને વૃતાંત સાંભળીને રાજા તેમજ પ્રજાજને કમની ગતિને વિચાર કરવા લાગ્યા કે અહે! કર્મ જીવને કેવા કેવા નાચ નચાવે છે! માટે કર્મ કરતાં પહેલા ચેતી જવું જોઈએ. કયાં આવા જ્ઞાની ગુરૂમહારાજ ! અને ક્યાં એમના વિવેગમાં આર્તધ્યાન કરીને એમની પત્ની માછલી થઈ! વળી માછલી મરીને એક ઝાડેથી બીજા ઝાડે કૂદકા ભરનારી વાંદરી થઈ! આવું આર્તધ્યાનનું પ્રત્યક્ષ ફળ જોઈને આપણે આર્તધ્યાન ન કરવું. આવી ઘણુ જીએ પ્રતિજ્ઞા કરી.
ગુરૂ ભગવંતના મુખેથી વાણી સાંભળીને એમની સંસાર અવસ્થાની પુત્રી ધનવતી રડવા લાગી. હે માતા ! તારી આ દશા થઈ! આમ બેલતી જાય ને રડતી જાય. આ દશ્ય જોઈને ગુરૂમહારાજે કહ્યું હે ધનવતી ! તું શા માટે રડે છે? સમજ. કર્મની ગતિ દુષ્કર છે. સંસાર સાગરને પાર કરવા માટે સમર્થ નાવડી હોય તે તે એક ધર્મ છે.
“કાયા મહિં આસક્તિ છે, તે દુઃખનું કારણ કહ્યું.
ધર્મ માંહી અનુરક્તતા છે, તે સુખનું કારણ કહ્યું.” દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે જીવાત્માઓ કાયાની માયા કરે છે, જે અંતિમ સમય સુધી એના મોહમાં મૂરઝાયા કરે છે તેની આવી દુર્દશા થાય છે અને જે ધર્મમાં . અનુરક્ત બને છે તે મહાન સુખના ભાગી બને છે, માટે દુર્લભ એ મનુષ્ય જન્મ પામીને જે ત્રિકરણે શુધ જિનધર્મની આરાધના કરે છે તે જન્મ મરણના દુઃખને અંત લાવીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આચાર્ય મહારાજ ધનવતીને જે ઉપદેશ આપતા હતા તે આ વાંદરી ધ્યાનપૂર્વક સાંભળી હતી, કારણ કે વાંદરી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે તે પૂર્વભવની આચાર્ય ભગવંતની અનુરાગી છે, એટલે એમની વાણી સાંભળીને એને પિતાના પાપને પશ્ચાત્તાપ થયું કે હું કેવી દુર્ભાગી ! મારા પતિને તે સંસારમાં કઈ પ્રત્યે રાગ નથી કે કોઈ પ્રત્યે દ્વેષ નથી. મારા કે તારાના એમને ભેદભાવ નથી દરેક આત્માઓ પ્રત્યે સમભાવ છે. એમણે તે મને ઘણું ઘણું સમજાવ્યું હતું પણ રાગના કારણે સમજી નહિ ને મેં આર્તધ્યાન કર્યું તે મારી આ દશા થઈ ને? આ રીતે પોતાના પાપને પશ્ચાત્તાપ કરતા વાંદરીને જતિ સ્મરણ જ્ઞાન થયું.
સંતના ઉપદેશથી બોધ પામેલી વાંદરી - વાંદરીએ જાતિસ્મરણજ્ઞાન થવાથી જાણ્યું કે આચાર્ય ભગવંત પોતાના પૂર્વભવના પતિ છે. ધનવતી પુત્રી અને ધનદત્ત જમાઈ છે. એમને ઓળખીને વાંદરી પણ અત્યંત ખેદ કરવા લાગી. તે સમયે આચાર્ય મહારાજે બોધ આપ્યો કે હે ભદ્ર! હવે ખેદ કરવાથી શું ? મેહની ગતિ જ આવી છે. મેં દીક્ષા લીધા પછી તે મારા વિયોગમાં અંતિમ સમય સુધી ખૂબ આર્તધ્યાન કર્યું. તે કર્મના ઉદયથી તું મરીને માછલી બની ને ત્યાંથી મરીને વાંદરી બની. જીવ પિતાના દેષથી દુર્ગતિમાં ભમે છે. સર્વ જી સ્વકર્માનુસાર સુખદુઃખને