________________
૩૯૮
શારદા સિદ્ધ અનુભવ કરે છે. પૂર્વકૃત કર્મો ભોગવ્યા વિના, ઉગ્ર તપશ્ચર્યા કર્યા વિના કર્મને ક્ષય થઈ શક્તા નથી. તું પણ પંચેન્દ્રિય છે. પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા ગ્ય છે માટે તું યથાશક્તિ તપ કર. મનમાં નવકારમંત્રનું સ્મરણ અને ધ્યાન કર. જેના પ્રતાપે આ દુર્ગતિમાંથી તારે છૂટકારે થાય, અને પરંપરાએ તું મોક્ષ પામીશ. આ ધનવતી તારું પાલન કરશે ને તને સહાયક થશે. આ પ્રમાણે આચાર્ય ભગવંતને ઉપદેશ સાંભળીને વાંદરીએ પોતાના પાપકર્મોનું પ્રાયશ્ચિત કરવા જાવજીવ સુધી એકાંતર ઉપવાસ કરવાને નિયમ લીધો. ગુરૂ ભગવંતે જ્ઞાન દ્વારા જાણીને ધનવતીને કહ્યું કે આ વાંદરીને તારે ઘેર લઈ જા. એણે એકાંતર ઉપવાસ કરવાનો નિયમ લીધે છે માટે તું એને સાચવજે. માતાના ઉપકારના ઋણમાંથી મુક્ત થવાને તને આ અવસર મળ્યો છે. ધર્મથી વિમુખ બનેલી તારી પૂર્વભવની માતાને ધર્મમાં જોડવા માટે તું સહાયક બન, જેથી તમારે મા-દીકરીને સંબંધ સફળ થાય.
ધનવતી ગુરૂ ભગવંતનું વચન શિરોમાન્ય કરીને વાંદરીને પિતાને ઘેર લઈ આવી અને તેનું બરાબર પાલન કરવા લાગી. વાંદરીને પણ જ્ઞાન થયું એટલે એને પોતાને વાનર જાતિને સ્વભાવ બિલકુલ યાદ આવતું નથી. એક ઝાડ પરથી બીજા ઝાડે કૂદવાનું મન થતું નથી. એ તે ઘરમાં એક બાજુ બેસીને નવકારમંત્રનું ધ્યાન અને સમરણ કરવા લાગી. દીકરી ધર્મના પુસ્તકનું વાંચન કરે, પ્રતિક્રમણ કરે તે એક ચિત્તે સાંભળતી હતી. ધનવતીએ પોતાના પુત્ર તથા પુત્રવધૂને કહી રાખ્યું હતું કે કદાચ મારું આયુષ્ય પૂરું થાય ને હું અચાનક મરી જાઉ તે તમને કહી રાખું છું કે આ વાંદરી મારી પૂર્વભવની માતા છે. એના કર્મોદયે એની આવી દશા થઈ છે પણ અત્યારે એ બોધ પામી છે. જાતિસ્મરણજ્ઞાનથી યુક્ત છે. એણે તે એકાંતર ઉપવાસ કરવાનો નિયમ લીધે છે માટે તમારે બંનેએ એના પારણું વિગેરેનું ધ્યાન રાખવું.
વાંદરીને સુધરેલો ભવ:”—વાંદરી પણ તપશ્ચર્યાની સાથે નવકાર મંત્રનું સ્મરણ કરતી ને ધ્યાન ધરતી. થોડા સમયમાં ત્યાંથી મૃત્યુ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. જ્ઞાન દ્વારા તે આચાર્ય મહારાજને પોતાના ઉપકારી જાણીને તેમને સહાય કરવા લાગી. જુઓ, વાંદરી જ્યારે મનુષ્ય હતી ત્યારે એને એના પતિ પ્રત્યે પ્રેમ હતું, પણ પતિએ દીક્ષા લીધી ત્યારે એ પ્રેમ આર્તધ્યાનમાં પરિણમ્યો હતો. જેથી પાપ કર્મનું બંધન કરીને તિર્યંચ બની અને તિર્યંચ ગતિમાં પોતાના પતિને જોઈને પ્રેમ ઉભરા ને ખબર પડી કે સાધુ મહારાજ પોતાના પતિ છે. પિતે પિતાના કર્મના વિપાકથી માછલી થઈને પછી વાંદરી થઈ તેથી એને ખૂબ દુઃખ થયું, અને એ જ પ્રેમ પશ્ચાત્તાપ રૂપે પરિણમે. પાપને પશ્ચાત્તાપ અને તપ દ્વારા પ્રાયશ્ચિત કરીને દેવલોકમાં ગઈ. હવે તેને પતિ પ્રત્યેને શુદ્ધ પ્રેમ કે હોય તેનું ભાન થયું હતું એટલે દેવી બનીને ધર્મની જાહોજલાલી કરવામાં, જૈનશાસનની