________________
૩૯૦
શારદા સિદ્ધિ સહેલુ' હાત તે તે જગતમાંથી ઘણાંના ઉદ્ધાર થઈ ગયા હાત. માત્ર વર્તમાનકાળ નહિ પણ ભૂતકાળના હિસાબ જોવામાં આવે તા ખીજા જીવા કરતાં જિનવચન પામેલા જીવા આછા મળવાના. એમની સંખ્યા બહુ અલ્પ. એવી અલ્પ સ`ખ્યાવાળા ભાગ્યશાળીમાં આપણા નંબર લાગી ગયા. કેવુ' મહાન ભાગ્ય કહેવાય! આવા દુર્લભ જિનવચનને ઉપયેગ ભવરાગ દૂર કરવામાં છે. જેને ભવરાગ નાબૂદ થાય એની સ`સારની વિટંબણાઓ પરાધીનતા અને સમસ્ત દુઃખના પણુ નાશ થાય. જિનવચન ભવરાગને કેવી રીતે નાબૂદ કરે છે ? ભવરેાગના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગને દૂર કરવાના ઉપાય બતાવે છે, માટે સ`સારાગને નાશ કરનાર કોઈ હાય તા મહાસમ જિનવચન છે.
આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વ ના ચેાથેા દિવસ છે. આ પવિત્ર દિવસેામાં ત્યાગ, બૈરાગ્ય અને સ ંયમનુ' વાતાવરણ સતેજ બને છે. તેમ જ તપનુ' વાતાવરણ તા અજોડ હાય છે. આ ભૌતિકવાદના વિષમકાળમાં પણ અટ્ઠષ્ટ્રથી એકાવન ઉપવાસ જેવા દુષ્કર તપ કરનારા તપસ્વીએના આપણને દન થાય છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલાં પાણીનાં બિન્દુ જેમ પાણીદાર અને મહામૂલ્યવાન મેાતી બને છેતેમ આ પર્વાધિરાજ પર્યુષણ પ`માં કરેલી સમતાપૂર્વકની થેાડી પણ આરાધના ઘણાં કર્મોની નિરા કરાવી આપે છે. આવું સમજીને અને સાંભળીને ભવ્ય જીવેાએ આ ધર્મ આરાધના કરવાની અમૂલ્ય તકને ઝડપી લેવી જોઇએ. દુનિયામાં સશ્રેષ્ઠ અને ધર્મારાધનાની અસરી હું બજાવતુ. આ અનુપમ પ` ખાર મહિને એક જ વાર આવે છે. જે ભાગ્યશાળી આત્માએ આરાધના કરે છે એમનુ' જીવન સફળ બને છે. પર્યુષણ પર્વ એટલે આત્માની વસ'તઋતુ. વસ તઋતુના આગમનથી જેમ આડ ફળ, ફૂળથી લચી જાય છે તેમ પ`ષણ પ'ના આગમનથી દાન, શીલ, તપ, ભાવના, ક્ષમા, સમતા, કરૂણા આદિ સુંદર ભાવાથી ભાવિક આત્માઓના હૈયાં પુલકિત બની જાય છે.
મંગલમય પની આરાધના કરીને તમારુ જીવન મંગલમય બનાવા મંગલ એટલે શુ? મંગલ અનાદિકાળથી આત્મા ઉપર કને કચરા જામ્યા છે. તેને તપ, બ્રહ્મચર્ય આદિ ધર્માનુષ્ઠાના દ્વારા ગાળી નાંખવા તેનુ નામ મંગલ છે. કમ રૂપી કચરાને સાફ કરવા માટે આપણે તપ-ત્યાગની ઔષિધ લેવાની જરૂર છે. તપ અને સયમ વિના આત્મા ઉપર જામેલા કર્માંના થર સાફ્ થવાના નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યુ છે કે
જહા મહાતલાગસ, સન્નિરુધ્ધે જલાગમે
ઉસ્મિ ચણાએ તવણાએ, કમેણ' સોસણા ભવે॥ ૫ ॥
જેમ મેટા તળાવમાં પાણી આવવાના માર્ગને રોકીએ, એનું પાણી ઉલેચીએ તા પછી રહેલો કાદવ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે.