________________
શારદા સિદ્ધિ
૩૯૧
એવં તુ સંજયસાવિ, પાવકમેનિસ
ભવ કેડી સંચિય કર્મ, તવસાનિજજરિજઇ ૬ છે તે રીતે સંયમી પુરૂષ નવાં પાપકર્મી રેકીને કરે ભવના સંચિત કરેલા કર્મોને તપ દ્વારા અપાવે છે.
આત્માને શુદ્ધ કરવાની ક્રિયામાં જેટલું તપ ધર્મનું મહત્વ છે તેટલું મહત્વ ચારિત્ર ધર્મનું છે. બંને એકબીજાના પૂરક બનીને આત્માને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક બને છે, માટે તપ અને સંવર દ્વારા કર્મના પ્રવાહને અટકાવી દેવા કટિબદ્ધ બને. કર્મ પ્રવાહને રોકવા માટે સર્વપ્રથમ રાગ-દ્વેષને અટકાવવા પડશે, કારણ કે કમ પ્રવાહનું મૂળ રાગ અને દ્વેષ છે. “જો રોણો વમળી ” રાગ અને દ્વષ એ બે કર્મનાં બીજ છે. મેંઘેરા માનવભવનું મૂલ્ય જેને સમજાય છે એની આત્માના રાગાદિ ભાવ તરફ કરડી નજર થાય છે. એ કઈ પણ રીતે રાગાદિ અશુભ ભાવમાં જોડાતું નથી. પર્યુષણ પર્વ આત્માને જાગૃત કરવા એલાર્મ છે. પર્યુષણ પર્વના પુનિત પધરામણાં થયા ને આત્માને પવિત્ર બનાવવાના સંદેશા લાવ્યા. સાથે તપ-ત્યાગની રૂડી નવી નવી ભેટે લાવ્યા.”
આત્માના ખૂણે ખાંચે ભરાઈ રહેલા કર્મના કચરાને સાફ કરવા માટે પર્વાધિરાજ'. પર્વ નવા સંદેશા લઈને આવ્યા છે ને સાથે તપ-ત્યાગની નવી નવી ભેટો લાવ્યા છે. તમારા દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે સગાસ્નેહીઓ, મિત્રો અને સખીઓ બધા જાતજાતની અને ભાતભાતની નવી ભેટો લાવે છે ને? એને તમે પ્રેમથી સ્વીકાર કરે છે. એવી રીતે પર્વાધિરાજની ભેટને પણ સ્વીકાર કરશે ને ? તમારી સેનાચાંદીની ભેટે બધી અહીં રહી જશે પણ પર્વાધિરાજની ભેટ તમારી સાથે આવશે. જેનાથી તપ થાય તે તપ કરે. પરિગ્રહની મમતા છોડે, બ્રહ્મચર્યનું પાલન કરે. આ બધામાં સર્વશ્રેષ્ઠ તે સંયમ છે. તેના વિના ત્રણ કાળમાં સિદ્ધિ થવાની નથી. આત્મા ઉપર આવતા કર્મ પ્રવાહને રોકવા માટે સંયમની જરૂર છે. સંયમ લેવાને માટે રાગાદિ બંધને તોડવા પડે છે. રાગાદિ કર્મને વિપાક કે હોય છે તે હું આપને સમજાવું.
એક વખત એક નગરની બહાર ઉદ્યાનમાં એક જ્ઞાની સંત પરિવાર સહિત પધાર્યા. નગરજનોને ખબર પડી કે આપણાં નગરની બહાર ઉદ્યાનમાં જ્ઞાની સંત પધાર્યા છે એટલે અત્યંત હર્ષ થયે. હર્ષભેર નગરજને ગુરૂને વંદન કરવા માટે મોટી સંખ્યામાં આવવા લાગ્યા. એ જમાનામાં રાજા અને પ્રજા બધા સંતના દર્શન કરવા આવતા, કારણ કે એ સમજતા હતા કે જીવન ક્ષણિક છે. ધન, વૈભવ, લાડી, વાડી, ગાડી બધું છોડીને એક દિન સૌ કોઈને જવાનું છે. સાથે તે ધર્મ સિવાય કોઈ આવનાર નથી. ધર્મનું સ્વરૂપ સમજાવનાર કઈ હોય તે સંતે છે. એમ સમજીને