________________
શારદા સિલિ
૩૮૫ બનાવવું પડશે, અંતરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડશે. આ બ્રાહ્મણ તે બેટ પર ચાલ્યા જાય છે. ભૂખ કકડીને લાગી છે પણ ખાવું શું? ત્યાં ફળવાળું ઝાડ જોયું. અહે! આ ઝાડ પર ફળ તે છે પણ એને પંખીઓ અડયા હોય. તેમણે ચાંચ મારી હોય તેથી અશૌચવાળા (અશુદ્ધ) કહેવાય, આ તે મારાથી ન ખવાય. ભૂખ લાગી છે પણ અશુદ્ધ ને મેલા ફળ કેમ ખવાય? એ તે આગળ ગયે. એણે દૂરથી કંઈક પડેલું જોયું. બસ, આ મારે ખાવા માટે બરાબર છે કારણ કે પંખીઓ તે ઝાડ પર ખાવાનું પડતું મૂકીને નીચે ન આવે. પશુ પણ દેખાતા નથી માટે એને શુદ્ધ માનીને જમીન પર પડેલા ફળ ખાધા. વાવડીનું પાણી લાવીને પીધું. હવે મારી પવિત્રતાને આંચ નહિ આવે. ત્યાં એક વાર બીજે માણસ તેને ભેટી ગ.
બ્રાહ્મણે પૂછ્યું તમે કોણ છો? હું પરદેશી છું. મારું વહાણ દરિયામાં ભાંગી ગયું છે તેથી અહીં ફરું છું, પણ તમે કેણ છો ? ભાઈ! હું બ્રાહ્મણ છું. શૌચ ધર્મને પાળવા અહીં આવ્યો છું. શું તમારા દેશમાં શૌચ ધર્મ તે પળાતે? ના. ભાઈ! જ્યાં જોઈએ ત્યાં અપવિત્રતા છે. નદી, તળાવના પાણી ચંડાળથી અભડાયેલા છે. જે ભૂમિ પર ભંગી ચાલે ત્યાં આપણે ચાલવું પડે. ખેતરમાં અનાજ મેલા ખાતરથી પાકે, પૈસા પણ ચંડાળના અભડાયેલા આપણી પાસે આવે. પિલા માણસને થયું કે આ તે કઈ પાગલ લાગે છે. તેણે પૂછ્યું. શું તમને અહીંયા ' ફાવી ગયું ? હા. તે અહીં શું ખાઓ છો? બ્રાહ્મણે કહ્યું. તમે મને શું સમજે છે? હું કંઈ જેવો તેવું નથી. બરાબર જોઈ વિચારીને કામ કરું છું. શું હું આ ઝાડ પરના ફળ ખાઉં છું એમ તમે માને છે ? એ તે પક્ષીઓના ખાધેલા હોય તેથી અપવિત્ર હોય એટલે હું ય પડેલાં ફળ ખાઉં છું. જુઓ આ રહ્યા. એમ કહીને પિતાની પાસે જે ફળ હતા તે બતાવ્યા. આ જોઈને પેલા ભાઈ તે ખડખડાટ હસવા લાગ્યા. બ્રાહ્મણ કહે છે તમે હસે છે કેમ ? તમને શું કહું? એ તે આ દ્વીપના ઊંડાણમાં જે ઉંટ રહે છે તે ત્યાંની શેરડી ખાય છે તેના આ લીડા છે લીડા. આ સાંભળી બ્રાહ્મણ શરમાઈ ગયે. આ ઉપરથી એ સમજવાનું કે જેની દષ્ટિ ટૂંકી અને વાતવાતમાં કચકચ કરે તે પ્રત્યક્ષ પણ સુખી નથી. જ્યાં હૃદયની વિશાળતા નથી ત્યાં આમ બને છે. વિશાળતા નથી ત્યાં સાચી મોટાઈ નથી. વિશાળતા માટે દૃષ્ટિને ખૂબ વિશાળ બનાવે. જેથી જીવનમાં આનંદ ને સંતોષ અનુભવી શકાય.
ત્રીજો ગુણ છે ગંભીરતા. મેટાઈ મેળવવા માટે હૃદયમાં ગંભીરતા જોઈએ. બીજાની કોઈ ગુપ્ત વાત જાણતો હોય તે ગમે તેવા પ્રસંગમાં પણ તે બહાર ઉછળી ન આવે. પ્રાણ જાય પણ તેના પેટમાંથી વાત ન જાય. એ ગુણથી આપણે બીજાના હદય સિંહાસને પ્રેમભર્યું સ્થાન જમાવી શકીએ છીએ. ગંભીરતાથી બધું પચાવતા આવડે છે. જેથી ગુણ છે મધુરતા. ઉપરના ત્રણ ગુણે હોય પણ એથે ગુણ શા, ૪૯