________________
પારદા સિલિ
૭૫
તેને નાશ કરવાને સમર્થ થઈ શકયા નહિ. તપને પ્રભાવ અજબગજબને છે. એક સંસ્કૃત શ્લોકમાં તપને મહિમા બતાવતા કહ્યું છે કે
तपांसि तान्याद् द्विविघानी नित्य, मुखे कटुन्यायति सुन्दराणि । निध्नन्ति तान्येव कुकर्मराशि, रसायनानीव क्षुरामयान यत् ॥
દુષ્ટ રેગોને નાશ કરનારા રસાયણ છે, માટે આરોગ્યની પ્રાપ્તિને ઈચ્છુક રસાયણેનું સેવન કરે છે, એમ ભાવ આરોગ્યને અભિલાષી આત્મા તપ રૂપી રસાયણનું સેવન કરે છે, કારણ કે કુકર્મોની રાશિઓના ભુક્કા કરવાની તાકાત તપમાં છે. ભલે, તપ શરૂઆતમાં કદાચ આકર લાગતું હોય પણ પરિણામે તે ખૂબ સુંદર છે, માટે મોક્ષાભિલાષી આત્માએ અવશ્ય તપની આરાધના કરવી જોઈએ. તપના મંગલ દિવસો ચાલી રહ્યા છે. આપ બધા તપની આરાધનામાં વધુ ને વધુ જોડાવ. તપથી આત્મા ઉજવળ બને છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૭ શ્રાવણ વદ અમાસને બુધવાર “શ્રદ્ધાને દીપક” તા. રર-૮-૭૯,
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાની ભગવાને જગતના જીના આત્મ કલ્યાણ માટે આગમ વાણી પ્રકાશી. તેમાં મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સ્વરૂપ સમજાવ્યું. આ સુંદરતમ પર્વના તેજસ્વી કિરણે આત્માના અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના અજવાળા પાથરે છે. જેમાં મહાશિરતાજ પર્યુષણ પર્વની સહામણી આમતારક આરાધના કરવાને સુયોગ મળ્યો છે, તે પ્રમાદના થરો દૂર કરી આ પર્વને વધાવી લો. વિનય વિનાની વિદ્યા અને સુગંધ વિનાનું પુષ્પ જેમ શેભતું નથી તેમ પર્યુષણ પર્વની સુંદરતમ સાધના, આરાધના ઉલ્લાસ વિના શોભતા નથી. ધનની ઘેલછા ભરી મૂછને ઉતારવા માટે પર્યુષણની સોનેરી તક મળી છે તે ભવભવમાં ભટકાવનાર ધનની મમતા છેડે. મનને ધર્મધ્યાનમાં જોડો અને અનાદિના સંચિત કર્મોની જડને તેડ. પાપના પૂંજને પખાળવા આ પર્વની આરાધના કરે. આજે પર્યુષણ પર્વને ત્રીજો દિવસ આવી ગયે. જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપથી આ પર્વને વધામણું કરે. પર્વની આરાધના કરવા ભગવાને અનેક માર્ગો બતાવ્યા છે.
ભગવાન કહે છે જ્યાં સુધી સમ્યક્દર્શન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી તેની ક્રિયાઓ કર્મનિર્જરા રૂપ બનતી નથી. સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ વિષયે પ્રત્યે વિરાગ કેળવવું પડશે. વિષ પ્રત્યે વિરાગ કેળવવાથી સમ્યગદર્શનની સન્મુખ થવાય છે. મેગ્નેમિટરને ચુંબકશક્તિ આપનાર યંત્ર વડે જમીનની અંદર કયા કયા પદાર્થો છે તે ખબર પડે છે તેમ સમ્યગ્દર્શન રૂપ મેગ્નેમિટરને ચુંબકશક્તિ આપનાર યંત્ર