________________
३८२
શારદા સિદ્ધિ કરતાં સંત અને ધન કરતા ધર્મ વહાલો લાગે છે. મહાન પુણ્યોદયે આપણને જિનશાસન અને કિંમતી મનુષ્ય જન્મ મળે છે. આ શાસનને પામીને પણ જે આત્મા સ્વને ભૂલી પરની પંચાતમાં પડી જશે તે તેને આંટો નિષ્ફળ જશે. તમે ઉઘરાણું લેવા ગયા ને દેણીયાત ન મળે તે કહેશે કે મને આંટો પડે. કેઈ સ્વજન આવવાના છે તેને લેવા સ્ટેશને ગયા ને તે ન આવ્યા તે કહેશે કે આંટો પડે. અરે, વધુ શું કહું ! ઉપાશ્રયે આવ્યા ને સંતે કઈ કારણથી વ્યાખ્યાન ન આપી શકયા તે કહેશો કે મને આંટો પડ્યો. અરે, આ આંટો નથી પડે પણ મહાન લાભ લે છે.
એક શ્રાવક સંતને વંદન કરવા જતા હતા. રસ્તામાં મિશ્રદષ્ટિવાળો મિત્ર મળ્યો તેણે પૂછયું કયાં જાઓ છો? શ્રાવક કહે સંતને વંદન કરવા જઈએ છીએ, એટલે મિશ્રદષ્ટિવાળે કહે એમને વંદન કરવાથી શું લાભ થાય? શ્રાવક કહે મહાલાભ થાય.
ત્યારે મિશ્રદષ્ટિવાળો કહે હું પણ આવું. એમ કહીને તેણે વાંદવાને પગ ઉપાડયો. રસ્તામાં બીજે મહામિથ્યાત્વી મિત્ર મળે. તેણે પૂછ્યું કયાં જાવ છે? મિશ્રદષ્ટિવાળો કહે સંતને વંદન કરવા જઈએ છીએ, ત્યારે મહામિથ્યાત્વી કહે એમને વંદન કરવાથી શું લાભ થાય? એ તે મેલાઘેલા હોય એમ કહીને ભેળવી નાંખ્યો તેથી મિશ્રષ્ટિવાળો પાછો ગયે. શ્રાવકે જઈને જ્ઞાની સંતને પૂછ્યું ગુરૂદેવ ! વંદન કરવા પગ ઉપાડ તેને શું લાભ થયો? ગુરૂદેવે કહ્યું, કાળા અડદ જે હતું તે છડીદાળ સરખે થયે. કૃષ્ણપક્ષી દળીને શુકલપક્ષી થયા. અનાદિ કાળને ઉલટ હતો તે સુલટ થયો. તે જીવ ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે ઉણું અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં ઉત્કૃષ્ટ સંસારને પાર પામશે. માત્ર વંદન કરવા પગ ઉપાડે. હજુ વંદન કર્યા નથી છતાં કેટલો મહાન લાભ મેળવ્યો? તમારા સંસારમાં એવી કઈ કિયા છે કે જે આ લાભ અપાવી શકે ! ત્યાં તમારા આંટા નિષ્ફળ છે. ઉપાશ્રયે આવવાને આટો નિષ્ફળ જ નથી.
બંધુઓ! આ માનવભવ પામીને એવી સુંદર આરાધના કરી લો કે જેથી તમારો આંટો નિષ્ફળ ન જાય. આ માટે (૧) ઉદારતા (૨) વિશાળતા (૩) ગંભીરતા (૪) મધુરતા. આ ગુણે ખૂબ જરૂરી છે. આજે પર્વાધિરાજ પર્વને ત્રીજો દિવસ છે. આ૫ આટલી બધી વિશાળ સંખ્યામાં આવીને એકત્ર થયા છે પણ મોટા ભાગના લોકો સૌ મનથી પિતાને મોટા માનતા હોય છે. કેમ સાચી વાત છે ને? પણ સાચી મેટાઈ મેળવવા માટે ઉપરના ચાર ગુણ કેળવવા જરૂરી છે. પહેલાના રાજાઓ એટલે માત્ર જમીનના ટુકડાના બાદશાહ નહિ પણ મનના પણ બાદશાહ. ભયંકરમાં ભયંકર દુશ્મનને પણ સુધર્યા પછી એના ગુનાની ક્ષમા આપી દે. જે એટલી ક્ષમા આપવાની તૈયારી ન હોય તે મોટાઈ ટકી પણ ન શકે. જે એને સાચી મોટાઈનું ભાન ન હોય તો ગુનેગાર પસ્તાવો કરે,માફી માંગે તે પણ એની સત્તાથી એને કચડી નાખે. જો ગુણની મોટાઈ જોઈતી હોય