________________
શારદા સિદ્ધિ
૩૮૧ પત્નીને ચલાવે છે. શંકરજી પાર્વતીને કહે છે સાંભળ્યું ? લોકે કેવું બોલે છે. હવે તમે ઘોડા પર બેસે ને હું ચાલું, પછી જોઈએ શું બેલે છે? પાર્વતીજી ઘોડા પર બેઠા ને શંકરજી ચાલવા લાગ્યા. આ રીતે જોઈને લોકે કહેવા લાગ્યા કે આ સ્ત્રીમાં તે કંઈ બુદ્ધિ છે! પોતે ઘોડા પર બેઠી છે ને પિતાના પતિને ચલાવે છે. પાર્વતીજી ! સાંભળ્યું ને? હવે લોકે કેવું બોલે છે. તમે ચાલતા હતા ત્યારે મને કહ્યું અને હું ચાલ્યો ત્યારે તમને કહ્યું. આ દુનિયા દેરંગી છે. એને જેમ ફાવે તેમ બોલે છે. હવે એમ કરીએ આપણે બંને ઘોડા પર બેસી જઈએ. શંકર-પાર્વતી બંને ઘોડા પર બેસી ગયા. બંનેને બેઠેલા જોઈને લોક બોલવા લાગ્યા કે આ તે કેવા નિર્દય અને દયાહીન છે ! એમના જીવનમાં કરૂણા જેવું કંઈ દેખાતું નથી. આ ઘોડો બિચારે હૃષ્ટપુષ્ટ નથી, દુબળો છે અને આ બંને જણ એના પર બેઠા છે. હમણાં બિચારે ઘોડો બંનેના ભારથી મરી જશે. આ સાંભળી શંકરજી પાર્વતીને કહે છે જુઓ, સાંભળ્યું ને? હું એકલો બેઠે તે મને કહ્યું, તમે એકલા બેઠા તે તમને કહ્યું ને બંને જણ બેઠા તે આવું બોલ્યા. હવે શું કરવું? હવે આપણે ઘોડા પર બેસવું નથી. બંને ચાલીને જઈએ, પછી શું કહે છે તે સાંભળીએ. બંને ઘોડા પરથી ઉતરી ગયા ને ચાલવા લાગ્યા. સાથે ઘોડે પણ ચાલે છે. આ સ્થિતિ જોઈને કંઈક બોલવા લાગ્યા કે આ તે કેવા મૂર્ખ છે ! ઘોડો - સાથે છે છતાં બંને પગપાળા ચાલે છે. આ નકામી વેઠ સાથે રાખી છે. આ સાંભળતા પાર્વતીજીને ભાન થઈ ગયું કે આ જાતને વિશ્વાસ કરવા જેવો નથી. ઘડીઘડીમાં જુદું જુદું બોલે. આ જગતને કઈ પહોંચી શકે નહિ, માટે કોઈ પણ કાર્ય કરવું હોય તે આત્માને પૂછીને જે સત્ય લાગે તે કરવું.
આપણે સમ્યફદર્શન, સમ્યક્રજ્ઞાન અને સમ્યારિત્રની વાત કરી. આ રત્નત્રયીની આરાધનામાં જેને પુરૂષાર્થ હોય તે સાચા સ્વરૂપને મેળવી શકે છે. આવા આત્માઓ પાપના કાર્યથી ડરતા હોય છે. જેને પાપને ડર લાગે તેને આત્માની લગની લાગે. જ્ઞાની કહે છે “પાપથી ડરે તે ના હોય તો ય ડાહ્યો અને પાપથી ન ડરે તે મોટી ઉમરને હોય તે ય ગાંડે. પાપથી ડરે તે ઓછું ભણેલે હેય તે ય પંડિત અને પાપથી ડરે નહિ, તે ગમે તેટલું ભણેલો હોય તે ય મૂરખ.” માટે ડર પાપને રાખો, ભીતિ ભવની રાખે, લગની આત્માની લગાડે ને પ્રીતિ પરમાત્માની કરો.
ભવની જેને હેય ભીતિ, તેને થાય આત્માની સાથે પ્રીતિ,
એ છે સાચી જીવનની રીતિ, સદા રહે સાધકમાં એ જ નીતિ.” જેને ભવની ભીતિ લાગે એને આત્મા પ્રત્યે પ્રીતિ જાગે. આત્માની પ્રીતિ થાય એને મોક્ષની રુચિ થાય. આજે આત્મા પરમાં પડી ગયો છે ને સ્વને ભૂલી ગયો છે. જેણે આત્મા સાથે પ્રીત કરી છે તેવા આત્માઓને પૈસા કરતા પરમેશ્વર, સંતાને